1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો

ન્યૂયોર્કઃ અમેરિકાના પદનામિત રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાથી આયાત પર 25 ટકા અને ચીનથી આયાત પર 10 ટકા કર લાદવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, આ કર આવતા વર્ષે 20 જાન્યુઆરીએ તેમના શપથ લીધા પછી અમલમાં આવશે. ટ્રમ્પે કહ્યું કે ફેન્ટાનાઇલની હેરફેર રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ચીન પર વધારાનો 10 ટકા કર લાદવામાં […]

નાણાંકીય વર્ષ 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ દર વધુ ઝડપથી વધશે

નવી દિલ્હીઃ ભારતીય અર્થતંત્ર વર્તમાન નાણાકીય વર્ષ (FY2025) ના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર 2024) કરતાં ત્રીજા ક્વાર્ટરમાં (ઓક્ટોબર-ડિસેમ્બર 2024) વધુ ઝડપી ગતિએ વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે. આનું કારણ આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિના હકારાત્મક સંકેતો છે. ICRAના રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નવેમ્બરના પ્રારંભિક ડેટા સકારાત્મક સંકેતો દર્શાવે છે. વીજળીની માંગમાં […]

ભારતઃ બુલિયન માર્કેટમાં નજીવો ઘટાડો, સોના-ચાંદીના ભાવમાં નોંધાયો ઘટાડો

મુંબઈઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સોનાની કિંમતમાં નજીવો ઘટાડો નોંધવામાં આવ્યો છે. આ ઘટાડાને કારણે, દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું 79,780 રૂપિયાથી 79,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે, 22 કેરેટ સોનું 73,140 રૂપિયાથી 72,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામની વચ્ચે છે. સોનાની જેમ આજે ચાંદીની કિંમત પણ […]

દેશમાં ઝડપથી વધી રહ્યું છે વિદેશી રોકાણ,10 વર્ષમાં 689 બિલિયન ડોલરનું FDI

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારની સાનુકૂળ વેપાર નીતિઓને કારણે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં સીધા વિદેશી રોકાણ (FDI)માં ઝડપથી વધારો થયો છે. સરકારી આંકડાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન $ 600 બિલિયનથી વધુનું FDI આવ્યું છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT) અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ડેટા અનુસાર, 1991માં ખાનગીકરણથી લઈને જૂન 2024 […]

આર્મેનિયા આંતરરાષ્ટ્રીય સૌર જોડાણનું 104મું પૂર્ણ સભ્ય બન્યું

નવી દિલ્હીઃ આર્મેનિયા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સનું 114મું પૂર્ણ સભ્ય બન્યું છે. ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ એ વૈશ્વિક આંતર-સરકારી સંસ્થા છે જે કાર્બન-મુક્ત ભવિષ્ય માટે સૌર ઊર્જાને પ્રોત્સાહન આપે છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે ગુરુવારે જાહેરાત કરી કે આર્મેનિયા ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)નું 104મું પૂર્ણ સભ્ય બની ગયું છે. 30 નવેમ્બર, 2015 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી […]

સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો, 22 કેરેટ સોનાની કિંમત 10 ગ્રામ દીઠ રૂ. 71,300ની ઉપર પહોંચી

મુંબઈઃ સ્થાનિક બુલિયન માર્કેટમાં સતત ત્રીજા દિવસે સોનું મોંઘુ થયું છે. આજે સોનાની કિંમત 500 રૂપિયાથી વધીને 800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આ વધારાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં આજે 24 કેરેટ સોનું 77,770 રૂપિયાથી 77,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે. એ જ રીતે 22 કેરેટ સોનું […]

અમેરિકાએ કરેલા આક્ષેપોએ અદાણી ગ્રુપે ફગાવ્યાં

યુ.એસ.ના ન્યાય વિભાગ અને યુ.એસ.ના સિક્યોરીટી અને એક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના ડિરેક્ટરો સામે કરેલા આક્ષેપોને આધારહિન ગણાવી તેને અદાણી ગ્રુપે નકારી કાઢ્યા છે. અમેરિકાના ન્યાય વિભાગે પોતે જ આ આરોપોમાં સંડોવણીને આક્ષેપો જણાવ્યા છે અને બચાવકારો  જ્યાં સુધી કસૂરવાર સાબિત ના થાય ત્યાં સુધી નિર્દોષ છે તેવું માનવામાં આવે છે. અને આ માટે શક્ય તમામ કાયદાકીય […]

ભારતીય શેરબજારનું હકારત્મક વલણ, મીડિયા અને રિયલ્ટી શેરોમાં ઉછાળો

મુંબઈઃ ભારતીય શેરબજાર મંગળવારે લીલા રંગમાં ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં મીડિયા અને રિયલ્ટી શેરોમાં મજબૂત વધારો જોવા મળ્યો હતો. નિફ્ટી મીડિયા અને રિયલ્ટી શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. સવારે 9.40 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 766.58 પોઈન્ટ અથવા 0.99 ટકા વધીને 78,105.59 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે નિફ્ટી 236.50 પોઈન્ટ્સ અથવા 1.01 ટકાના […]

PM મોદીએ G-20 સમિટ દરમિયાન વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી

નવી દિલ્હીઃ રિયો ડી જાનેરોમાં યોજાયેલી 19મી G-20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અનેક વૈશ્વિક નેતાઓને મળ્યા હતા. આ બેઠકોમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, વેપાર, સુરક્ષા અને ટેક્નોલોજી જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ ભારત અને ઈટાલીના […]

સેન્સેક્સ 0.43% અને નિફ્ટીમાં 0.42% નો આવ્યો ઘટાડો, રોકાણકારો ધોવાયાં

નવી દિલ્હીઃ આજરોજ ભારતીય શેરબજાર લાલ નિશાનમાં ખુલ્યું હતું. શરૂઆતી કારોબારમાં આઈટી શેરોમાં સૌથી વધારે અસંતુલિત સપાટી જોવા મળી હતી. તો નિફ્ટી આઈટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો છે. સવારે 9.51 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 333.13 પોઈન્ટ્સ અથવા 0.43 ટકા ઘટીને 77,247.18 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 98.70 પોઈન્ટ્સ અથવા 0.42 ટકા ઘટીને 23,434.00 પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code