1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

GST કાઉન્સિલ મંત્રીઓના જૂથની રચના કરવા સંમત થઈ

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી GST કાઉન્સિલની બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમા પરના ટેક્સ દરમાં ઘટાડો કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ અંગે વિચારણા કરવા માટે મંત્રીઓનું એક જૂથ બનાવવામાં આવશે. આ સાથે જ કેન્સરની દવાઓ અને નાસ્તા પરના ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે. GST કાઉન્સિલની 54મી બેઠક આરોગ્ય વીમા […]

આયાત ટેક્સમાં ઘટાડાને પગલે ગોલ્ડ જવેલરીના વેચાણમાં 25 ટકાનો વધારો થવાની ધારણા

નવી દિલ્હીઃ સરકારે બજેટમાં સોના પરની આયાત જકાતમાં મોટો ઘટાડો કર્યો હતો. જેના કારણે ચાલુ નાણાકીય વર્ષમાં સંગઠિત ક્ષેત્રમાં જ્વેલર્સની આવક વાર્ષિક ધોરણે 22 થી 25 ટકા વધવાની ધારણા છે. અગાઉ આ આંકડો 17 થી 19 ટકા હતો. સોમવારે એક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ક્રિસિલ રેટિંગ્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે […]

સેન્સેક્સ ઘટાડા સાથે ખુલ્યા બાદ 375 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો

નિફ્ટી બેંક 540 પોઈન્ટ અથવા 1.07 ટકાના ઉછાળા સાથે 51,117 પર બંધ રહ્યો લાર્જકેપની જગ્યાએ મિડકેપ અને સ્મોલકેપમાં વેચવાલી જોવા મળી મુંબઈઃ ભારતીય શેરબજારે સોમવારના ટ્રેડિંગ સેશનમાં જોરદાર વાપસી કરી હતી. ઘટાડા સાથે ખુલ્યા બાદ બજારના મુખ્ય સૂચકાંકોમાં રિકવરી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 375 પોઈન્ટ અથવા 0.46 ટકા વધીને 81,559 પર અને નિફ્ટી 84 […]

નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 54મી બેઠક

નવી દિલ્હીઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની 54મી બેઠક, કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શરૂ થઈ છે. બેઠકમાં જીવન અને આરોગ્ય વીમા પ્રિમીયમ પરના જીએસટી દરમાં ઘટાડા સહિત અન્ય ઘણી વસ્તુઓના દરોમાં ફેરફાર થવાની સંભાવના છે. જીએસટી કાઉન્સિલે ‘એક્સ’ પોસ્ટ પર જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, જીએસટી કાઉન્સિલની 54મી બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. […]

નબળા વૈશ્વિક સંકેતોને કારણે શેરબજારમાં ઘટાડો યથાવત

લાર્જકેપ શેરોની તુલનામાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વધુ વેચવાલી નિફ્ટી આઈટી અને નિફ્ટી એફએમસીજી સિવાય અન્ય તમામ ઈન્ડેક્સ દબાણ હેઠળ મુંબઈઃ સોમવારે ભારતીય શેરબજારો ઘટાડા સાથે ખુલ્યા હતા. બજારના લગભગ તમામ સૂચકાંકોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 9:21 વાગ્યે સેન્સેક્સ 194 પોઈન્ટ અથવા 0.24 ટકા ઘટીને 80,989 પર અને નિફ્ટી 39 પોઈન્ટ અથવા 0.16 […]

ઈ-વાહનો ઉપરની સબસીડી નાબુદ કરવાની સરકારની વિચારણા

નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં આપ્યાં સંકેત ઈ-વાહનોની માંગ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ ઘટાડો નવી દિલ્હીઃ ઈલેક્ટ્રીક વાહનો ઉપરની સબસીડી ખતમ કરવાનો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સકેત આપતા જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રીક વાહનો પર સબસીડી ખતમ કરવાની જરુર છે, હવે વપરાશકારો વધારે જાગૃત બન્યાં છે અને જાતે જ ઈવી અને સીએનજી વાહન પસંદ કરી રહ્યાં છે. […]

ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ અન્ય દેશ કરતા ઝડપથી આગળ વધશે

2028 સુધીમાં ભારતનું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ વાર્ષિક 10 થી 11 ટકાના દરે વધીને $34 બિલિયન થશે ઈ-કોમર્સ માર્કેટ બ્યુટી અને પર્સનલ કેર માર્કેટના વિકાસમાં સૌથી મોટી ભૂમિકા ભજવવા જઈ રહ્યું છે નવી દિલ્હીઃ ભારતનું બ્યુટી અને પર્સનલ કેર માર્કેટ ચીન, જાપાન અને સાઉથ કોરિયા કરતા વધુ ઝડપથી વધશે.ભારતનું સૌંદર્ય અને પર્સનલ કેર માર્કેટ વિશ્વના […]

સિંગાપોરઃ સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રની અગ્રણી કંપની એઈએમની PM મોદીએ મુલાકાત લીધી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રમાં સિંગાપોરની અગ્રણી કંપની એઈએમની મુલાકાત લીધી હતી. તેમને વૈશ્વિક સેમીકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં એઇએમની ભૂમિકા, તેની કામગીરી અને ભારત માટેની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સિંગાપોર સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી એસોસિએશને સિંગાપોરમાં સેમીકન્ડક્ટર ઇકોસિસ્ટમના વિકાસ અને ભારત સાથે સહયોગની તકો વિશે એક બ્રીફિંગ આપી હતી. […]

2024-25માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7 ટકા રહેશેઃ વિશ્વ બેંક

ભારતે રાષ્ટ્રીય લોજિસ્ટિક્સ નીતિ અને ડિજિટલ પહેલો દ્વારા તેની સ્પર્ધાત્મકતા વધારી ઘટતા ફુગાવા સાથે ભારતની મજબૂત વૃદ્ધિની સંભાવનાઓ ગરીબી ઘટાડવામાં મદદ કરશે ભારત ખૂબ જ ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા 2025-26 અને 2026-27માં પણ તે મજબૂત રહેવાની ધારણા નવી દિલ્હીઃ વિશ્વ બેંકે કહ્યું છે કે પડકારજનક વૈશ્વિક પરિસ્થિતિઓ વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા માટે મધ્યમ ગાળાનો દૃષ્ટિકોણ સકારાત્મક છે. વિશ્વ […]

સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજાર ઓલટાઈમ હાઈ સપાટીએ બંધ

નવી દિલ્હીઃ સોમવારનું ટ્રેડિંગ સત્ર ભારતીય શેરબજાર માટે નફાકારક રહ્યું હતું. લાર્જ કેપ શેર્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. તેના કારણે સેન્સેક્સ 194 પોઈન્ટ અથવા 0.24 ટકાના વધારા સાથે 82,559 પર અને નિફ્ટી 42 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 25,278 પર બંધ થયો. સત્ર દરમિયાન, બંને મુખ્ય બજાર સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ અનુક્રમે 82,725 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code