1. Home
  2. ગુજરાતી
  3. વેપાર

વેપાર

દૈનિક ઉપયોગની અનેક આવશ્યક વસ્તુઓને GSTમાંથી મુક્ત કરાઈ, લોકોને મળશે આર્થિક રાહત

નવી દિલ્હી : દિવાળી પૂર્વે દેશના સામાન્ય લોકો, નાના વેપારીઓ અને ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી. હવે જીએસટીના માત્ર બે જ સ્લેબ રહેશે – 5 ટકા અને 18 ટકા. આ સાથે જ દૈનિક ઉપયોગની અનેક આવશ્યક વસ્તુઓને જીએસટીમાંથી મુક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી […]

ભારત-જર્મની વચ્ચે સંરક્ષણ, અવકાશ અને ઓટોમોબાઈલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે બુધવારે જર્મન વિદેશ મંત્રી જોહાન વેડેફુલ સાથેની મુલાકાતમાં સંરક્ષણ, અવકાશ, નવીનતા અને ઓટોમોબાઈલ ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર વ્યાપક ચર્ચા કરી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર માહિતી શેર કરતા કહ્યું કે તેમણે જર્મન વિદેશ મંત્રી સાથે વ્યાપાર પ્રતિનિધિમંડળોની બેઠકની સહ-અધ્યક્ષતા કરી. આ દરમિયાન બજાર ઍક્સેસ, […]

GST દરોમાં ઘટાડોનો નિર્ણય સામાન્ય માણસ, ખેડૂતો, MSME,મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો લાભ આપશેઃ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા GST દરોમાં કરાયેલા આગામી પેઢીના સુધારાઓની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ નિર્ણયની સરાહના કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે GST દરોમાં ઘટાડો કરવાનો આ નિર્ણય સામાન્ય માણસ, ખેડૂતો, MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો), મધ્યમ વર્ગ, મહિલાઓ અને યુવાનોને સીધો […]

GST કાઉન્સિલે 12% અને 28% ના દરોને નાબૂદ કરીને વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને ત્રણ કર્યા

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 56મી બેઠક તાજેતરમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકમાં સામાન્ય માણસ, શ્રમ-સઘન ઉદ્યોગો, ખેડૂતો અને આરોગ્ય ક્ષેત્રને રાહત આપવા માટે GST દરોમાં મોટા ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. GST સ્લેબમાં ઘટાડો અને નવા દરો GST કાઉન્સિલે 12% અને 28% ના દરોને નાબૂદ કરીને વર્તમાન ચાર સ્લેબને ઘટાડીને […]

મૂડીઝનો દાવો: ટ્રમ્પની નીતિઓને અમેરિકા મંદીના કાગાર પર પહોંચાડ્યું

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વાર સત્તામાં આવ્યા બાદ સતત એવા નિર્ણય લઈ રહ્યા છે કે જેના કારણે વૈશ્વિક અર્થતંત્રમાં ભારે ઉથલપાથલ સર્જાઈ છે. ‘અમેરિકા ફર્સ્ટ’ના નારા હેઠળ દુનિયાભરના દેશો પર ટેરિફ લગાવવાની તેમની નીતિ હવે અમેરિકાને જ ભારે પડી રહી છે. આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી મૂડીઝના દાવા મુજબ, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકા મંદીના […]

પાસપોર્ટ ઇન્ડેક્સ 2025: ભારત 76મા ક્રમે પહોંચ્યું, હવે 58 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રી

નવી દિલ્હી: હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતે શાનદાર ઉછાળો નોંધાવ્યો છે. ભારતીય પાસપોર્ટ હવે 58 દેશોમાં વિઝા-ફ્રી એન્ટ્રીની સુવિધા આપે છે. આ કારણે ભારતની રેન્કિંગ ગયા વર્ષે 80મા ક્રમેથી વધીને હવે 76મા ક્રમે પહોંચી છે. નિષ્ણાતોના મતે આ વધારો ભારતની સક્રિય કૂટનીતિક ભાગીદારીઓ, દ્વિપક્ષીય સમજૂતીઓ અને વૈશ્વિક મંચો (G20, બ્રિક્સ અને આસિયાન) પર વધતી ભૂમિકાને […]

ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતીય રિફાઇનરીઓ માટે હવે રશિયાનું તેલ વધુ સસ્તુ બન્યું

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચેતવણીઓને અવગણીને ભારત સતત રશિયાથી કાચા તેલની ખરીદી કરી રહ્યું છે. ટ્રમ્પના ટેરિફ વચ્ચે ભારતીય રિફાઇનરીઓ માટે હવે રશિયાનું તેલ વધુ સસ્તુ બન્યું છે. રશિયાએ ભારતને આપાતી છૂટ વધારીને 3-4 ડૉલર પ્રતિ બેરલ કરી છે. ગયા અઠવાડિયે આ છૂટ 2.50 ડૉલર હતી, જ્યારે જુલાઈમાં ફક્ત 1 ડૉલર પ્રતિ બેરલની […]

નરેન્દ્ર મોદી ‘સેમિકોન ઇન્ડિયા-2025’ ખાતે CEO રાઉન્ડટેબલમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુધવારે (3 સપ્ટેમ્બર) સેમિકોન ઇન્ડિયા 2025 કોન્ફરન્સના ભાગ રૂપે ઉચ્ચ-સ્તરીય CEO રાઉન્ડટેબલમાં ભાગ લેશે, જે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉત્પાદન અને નવીનતા હબમાં રૂપાંતરિત કરવાની સરકારની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરશે. આ રાઉન્ડટેબલ અગ્રણી વૈશ્વિક સેમિકન્ડક્ટર કંપનીઓના ટોચના અધિકારીઓને એકસાથે લાવશે. આ બેઠક દરમિયાન, પીએમ મોદી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં નવીનતમ પ્રગતિઓ પર ચર્ચા […]

ભારતમાં ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ લાગુ

નવી દિલ્હીઃ 1 સપ્ટેમ્બર, 2025થી ભારત સરકારએ ચાંદીના ઘરેણાં માટે નવી હૉલમાર્કિંગ સિસ્ટમ અમલમાં મૂકી છે. જો કે, આ હાલ સંપૂર્ણપણે ફરજિયાત નથી, પરંતુ ગ્રાહકની ઈચ્છા પર આધારિત રહેશે. એટલે કે, ગ્રાહકો ઈચ્છે તો હૉલમાર્કવાળી ચાંદી ખરીદી શકે છે અથવા હૉલમાર્ક વગરની પણ લઈ શકે છે. પરંતુ લાંબા ગાળે માત્ર હૉલમાર્કવાળા ઘરેણાં જ સુરક્ષિત વિકલ્પ […]

કોમર્શિયલ LPG સિલિન્ડર 51.50 રૂપિયા સસ્તો, ઘરેલુ સિલિન્ડરના ભાવ યથાવત

નવી દિલ્હીઃ આજથી કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કમર્શિયલ LPG સિલિન્ડર હવે 51 રૂપિયા 50 પૈસા સસ્તો થયો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામનો LPG સિલિન્ડર હવે ₹1,580માં મળશે. જોકે, 14 કિલો 200 ગ્રામ વજનના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડાથી કમર્શિયલ ગ્રાહકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code