1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

તાલિબાને નર્સિંગના અભ્યાસ ઉપર મુકેલા પ્રતિબંધ સામે ક્રિકેટર રાશિદ ખાને વ્યક્ત કરી નારાજગી

અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાનની ગણતરી હાલમાં વિશ્વના સૌથી પ્રખ્યાત ક્રિકેટરોમાં થાય છે. તેણે પોતાની રમતથી એક અલગ જ છાપ છોડી છે. રાશિદ અફઘાનિસ્તાનનો મોટો અવાજ મનાય છે. તેણે દેશની તાલિબાન સરકારના નિર્ણય પર કડક વલણ અપનાવીને મહિલાઓ માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓને તબીબી સંસ્થાઓમાં અભ્યાસ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. […]

NIFTમાં 2024ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે પદવીદાન સમારંભ યોજાશે

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી, ગાંધીનગર, તેના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ ઉજવવાના એક મહત્વપૂર્ણ પ્રસંગને ચિહ્નિત કરીને, 2024ની ગ્રેજ્યુએટિંગ બેચ માટે તેના પદવીદાન સમારંભનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના આગમન સાથે થશે, જેને ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર દ્વારા ચિહ્નિત કરવામાં આવશે. પ્રોફેસર સમીર સૂદે જણાવ્યું હતું કે, શૈક્ષણિક સરઘસનું નેતૃત્વ શ્રીમતી સુનૈના […]

અમદાવાદઃ રાયખડની ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે મુલાકાત લીધી

અમદાવાદઃ શિક્ષણ મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ IT નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષણ મંત્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા […]

ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ શરૂ ન થતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં 5 મહિથી પ્રવેશ કાર્યવાહી ખોરંભે, ગ્રાન્ટેડ લો કોલેજોનો મામલો હાઈકાર્ટમાં હોવાથી પ્રવેશ કાર્યવાહી અટકી પડી છે, ખાનગી લો કોલેજોમાં વિદ્યાર્થીઓ ઊંચી ફી ભરવા મજબુર અમદાવાદઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ કાર્યવાહી ઘોંચમાં પડી છે. લો કોલેજોમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાના પાંચ મહિના બાદ પણ પ્રવેશ શરૂ થયા નથી, […]

વિસનગરની એસપી યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ યોજાયો, 1804 પદવી એનાયત કરાઈ

મહેસાણાઃ વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીનો 7 મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિવિધ વિદ્યાશાખાઓમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પીએચડી સહિતમાં ઉત્તીર્ણ થયેલા 1804 વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી. તો આ પ્રસંગે 33 સુવર્ણચંદ્રક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પી.એમ. ઉદાણીએ સ્વાગત પ્રવચન કરી યુનિવર્સિટીની […]

આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરાઈ

અમદાવાદઃ શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અનુ-સ્નાતક કક્ષાના આયુર્વેદ અને હૉમિયોપેથી અભ્યાસક્રમમાં ચોથા રાઉન્ડ માટે ચૉઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે, આજથી 25 નવેમ્બરે સવારના 11 વાગ્યા સુધી ઉમેદવારો ચોઈસ ફિલિંગ કરી શકશે. જ્યારે 25મીએ બપોરે 2 વાગ્યા બાદ ચોઈસ ફિલિંગ કરી હોય તેવા ઉમેદવારો પોતાની ચોઈસ જોઈ શકશે. […]

સાબરમતીની પુલક્તિ પ્રાથમિક શાળાને લીઝ રિન્યુ ન થતાં તાળાં લાગશે

ભાડાપટ્ટે મળેલી જમીન પર સ્કૂલ શરુ કરાઈ હતી, શાળાના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરાશે, શાળા માટે 1992માં 15 વર્ષની લીઝ પર જમીન આપવામાં આવી હતી. અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી પુલકિત પ્રાથમિક સ્કૂલને રાજ્ય સરકાર દ્વારા વર્ષ 1992માં 15 વર્ષ માટે ભાડાપટ્ટેથી અપાયેલી જમીન પરત લઈ લેવામાં આવતા હવે સ્કૂલ બંધ થશે અને શહેર ડીઈઓ […]

ગુજરાત યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં 16 કરોડની ઉચાપત મુદ્દે ખૂલાશો મંગાશે

ગુજરાત યુનિ.ને તપાસ સમિતિનો રિપોર્ટ સુપરત કરાયો, હવે એમિનેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડિનેટરનો ખૂલાશો પૂછાશે, યુનિવર્સિટી દ્વારા અગાઉ ખાનગી કોર્ષ ચલાવાતા હતા અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી કથિત ઉચાપતના મુદ્દે ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના એનિમેશન વિભાગમાં ભૂતકાળમાં ખાનગી કોર્ષ ચાલતા હતા. તત્કાલિન સમયના એનિમેશન વિભાગના પૂર્વ કો-ઓર્ડીનેટર કમલજીત લખતરિયાએ યુનિવર્સિટીના ખાતામાંથી ટુકડે ટુકડે પોતાના બેંક એકાઉન્ટ, પત્નીના […]

UGC NETની પરીક્ષાની જાહેરાત, 10મી ડિસેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ

નવી દિલ્હીઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (NET) સંબંધિત સત્તાવાર સૂચના બહાર પાડી છે. UGC NET માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10મી ડિસેમ્બર છે. તેની પરીક્ષા 1 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2025 વચ્ચે યોજાશે. અરજી ફોર્મ UGC NET ugcnet.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર ભરી શકાય છે. […]

દિવાળી વેકેશન બાદ શાળા-કોલેજોમાં થયો નવા સત્રનો શુભારંભ,

વેકેશન બાદ પ્રથમ દિવસે ફ્રેન્ડને મળીને વિદ્યાર્થીઓ ખૂશ થયા, બાળકોના કિલ્લોલથી સ્કૂલ કેમ્પસ ગુંજી ઊઠ્યું, કોલેજોમાં પણ વિદ્યાર્થીઓએ નૂતન વર્ષ શુભેચ્છાની આપ-લે કરી અમદાવાદઃ ગુજરાતભરમાં શાળા-કોલેજોમાં 21 દિવસનું દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી શાળા-કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન બાદ શાળાઓ બાળકોની કિલ્લોલથી ગુજી ઊઠી હતી. વિદ્યાર્થીઓએ પોતાના સહાધ્યાયીઓને મળીને ખૂશી વ્યક્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code