1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં રજિસ્ટ્રાર તરીકે અધ્યાપકોને સ્થાને ક્લાસવન અધિકારીઓ મુકાશે

અમદાવાદઃ રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી સહિત 11 જેટલી સરકારી યુનિર્સિટીઓમાં હવે રજિસ્ટ્રાર તરીકે શિક્ષણવિદો યાને અધ્યાપકોને સ્થાને આઈએએસ અધિકારીઓને નિમવામાં આવશે. રાજ્યના શિક્ષણ વિભાગે હાલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એકેડમિક કાઉન્સિલની રચના કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે.  ગુજરાત યુનિવર્સિટીમાં પબ્લિક યુનિવર્સિટી એક્ટ લાગુ થયા બાદ 1 મહિનાના સમયગાળામાં જ BOM અને ECના સભ્યોના […]

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન તરીકે એ જે. શાહને હટાવીને બંછા નિધિને હવાલો સોંપાયો

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના એ જે. શાહને હટાવીને ટેકનિકલ શિક્ષણ વિભાગના કમિશનર બંછા નિધિ પાનીની નિમણૂંક કરવામાં આવી છે. નિવૃત્ત IAS એ.જે. શાહની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSE)ના ચેરમેન તરીકે કરાર આધારિત નિમણૂક કરાઈ હતી. જોકે, રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટ રદ કરી દીધો હતો અને તેમને હટાવી […]

ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી જેસન ક્લેઅરએ ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રની લીધી મુલાકાત

ગાંધીનગરઃ ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી  જેસન ક્લેઅર દ્વારા આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં ઓસ્ટ્રેલિયાના શિક્ષણમંત્રી સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી  ધર્મેન્દ્ર પ્રધાન અને ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન ટીમનું ડેલીગેશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતમાં ગુજરાતના શિક્ષણ મંત્રી  ડૉ.કુબેરભાઈ ડીંડોર, શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ટીમે દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ […]

નિરમા યુનિવર્સિટીને પદવીદાન સમારોહ શનિવારે યોજાશે, 55 વિદ્યાર્થીઓને અપાશે મેડલ

અમદાવાદઃ નિરમા યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ કાલે 4 નવેમ્બરને શનિવારના રોજ યોજાશે. આ પદવીદાન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સી પી ગુરનાની ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત નિરમા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉ. કરસન પટેલ અને અન્ય બોર્ડના સભ્યો આ કાર્યક્રમમાં હાજરી આપશે. નિરમા યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના 44 પીએચડી, 790 અનુસ્નાતક […]

ગુજરાતમાં છેલ્લા 8 મહિનાથી પ્રવાસી શિક્ષકો પગારથી વંચિત, કોંગ્રેસે લખ્યો મુખ્યમંત્રીને પત્ર

ગાંધીનગરઃ ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ ચાલી રહી છે. ત્યારે સરકારે જે શાળાઓમાં શિક્ષકો અપુરતા હોય તેવી શાળાઓમાં ફિક્સ પગારમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરી હતી. પ્રવાસી શિક્ષકોની 31મી ઓક્ટોબરે મુદ પૂર્ણ થઈ ગઈ છે.  રાજ્યથી ધણીબધી શાળાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકો ફરજ બજાવી રહ્યા હતા પરંતુ પ્રવાસી શિક્ષકો  છેલ્લા આઠ મહિનાથી પગારથી વંચિત છે. ત્યારે […]

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં કર્યો સરેરાશ 10 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. હાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. ત્યારે જ 2024 માર્ચ-એપ્રિલમાં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં વધારો જોહાર કરાયો છે.ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, 2024 માં લેવાનારી બોર્ડની […]

ગુજરાતમાં ખાનગી માધ્યમિક શાળાઓને અપાતી સહાય સરકારે એકાએક બંધ કરી દીધી

અમદાવાદઃ  ગુજરાતમાં ખાનગી માધ્યમિક શાળાઓને પ્રોત્સાહક આર્થિક સહાય રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવે છે. હવે શિક્ષણ વિભાગે કેટલીક સેલ્ફ ફાયનાન્સ નોન ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓની અનિયમિતતા બહાર આવતા  તમામ ખાનગી શાળાઓને અપાતી પ્રોત્સાહક આર્થિક સહાય બંધ કરવાનો નિર્ણય લીધો છે. ગ્રામ્ય વિસ્તારોની ખાનગી શાળાઓને સરકાર દ્વારા અપાતી પ્રોત્સાહક સહાયને લીધે શાળા સંચાલનમાં મુશ્કેલી પડતી […]

ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણનીતિ-2020ના સુદ્રઢ અમલીકરણનો દસ વર્ષનો રોડમેપ તૈયાર કર્યોઃ ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી-2 ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના અમલીકરણ અંગે વાઈસ ચાન્સેલર્સ અને NEP કોઓર્ડિનેટર્સની એક દિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવ્યો હતો. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, આરોગ્ય અને તબીબી, ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત કોન્ફરન્સમાં NEP અંતર્ગત શિક્ષણક્ષેત્રને સમૃદ્ધ અને […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે આજે વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલર્સની કોન્ફરન્સ યોજાશે

અમદાવાદઃ નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ માટે આજે તા. 26મીને ગુરૂવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરના ટેન્ટ સિટી ખાતે વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સમાં વેસ્ટર્ન રીજીયનના સરકારી, ખાનગી તથા ડીમ યુનિવર્સિટીના કુલપતિઓ અને ડાયરેક્ટર ઉપસ્થિત રહેશે, કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વેસ્ટર્ન ઝોનના વાઈસ ચાન્સેલરની કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે. નર્મદા જિલ્લાના કેવડીયામાં […]

મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિ.ના યુવક મહોત્સવમાં 1162 વિદ્યાર્થીઓ ભાગ લેશે

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકૂમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો યુવક મહોત્સવ આગામી તા. 2જી નવેમ્બરના રોજ યોજાશે. આ મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 60 કોલેજોના 1162 વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેશે. યુનિ. દ્વારા યુવક મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો આંતર કોલેજ સ્પર્ધાત્મક યુવક મહોત્સવ આગામી તા. 2 નવેમ્બરથી પાંચ નવેમ્બર દરમિયાન યોજાશે. આ વર્ષે ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code