1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

શાળાઓમાં કાયમી શિક્ષકો હાજર થતાં જ જ્ઞાન સહાયકોને છૂટા કરાશે, કરારની શરતોમાં ફેરફાર

ગાંધીનગરઃ રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે શિક્ષકોની ખાલી જગ્યાઓ પર 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી સામે ટાટ અને ટેટ ઉતિર્ણ ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો છે. અને રોજ-બરોજ લડતના કાર્યક્રમો પણ આપવામાં આવી રહ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકો પાસે જે […]

ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારના અધ્યાપક સહાયકોના પગારમાં વધારો ન કરાતા અસંતોષ

અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીને પગારમાં 30 ટકા વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. પણ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ફિક્સ પગારમાં ફરજ બનાવતા સહાયક અધ્યાપકોને પગાર વધારાનો લાભ અપાયો નથી. તેથી અધ્યાપક મંડળે સરકાર સામે સહાયક અધ્યાપકોના પગારમાં પણ વધારો કરવાની માગણી કરી છે. જો સરકાર દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો લડતના કાર્યક્રમો […]

ગુજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવીઓ-પારિતોષિક એનાયત

અમદાવાદઃ ગૂજરાત વિદ્યાપીઠના 69માં પદવીદાન સમારોહમાં રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં 61 પીએચડી, 10 એમ.ફિલ.,  434  એમ.એ.,  397  બી.એ. અને 51 પી.જી. ડિપ્લોમાની પદવીઓ અપાઈ હતી.  રાજ્યપાલના હસ્તે 43 વિદ્યાર્થી ભાઈ-બહેનોને 62 પારિતોષિકો એનાયત કરાયા હતા. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે,  104 વર્ષ પહેલાં પૂજ્ય મહાત્મા ગાંધીજીએ ઉચ્ચ આદર્શો અને […]

દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાના 2600 વિદ્યાર્થીઓને ટેબ્લેટ્સ અપાયાં

ગાંધીનગરઃ ટેક્નોલોજીના ઉપયોગ થકી અમરેલી જિલ્લાની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા પુરી પાડવાના ઉદ્દેશ સાથે દીપ શાળા પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની 80 પ્રાથમિક શાળાઓમાં 15 હજારથી વધુ બાળકોના શૈક્ષણિક પરિણામો સુધારવાની એક પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ મંત્રી  કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ રાજ્ય મંત્રી  પ્રફુલ પાનશેરિયાની વિશેષ […]

ગુજરાતમાં નવરાત્રી પહેલા મોટાભાગની શાળાઓમાં ધો.9થી 12ની પ્રથમ કસોટી પૂર્ણ

અમદાવાદઃ ગુજરાતમાં ધો.9થી 12ની શાળાઓમાં શરૂ થયેલી પ્રથમ કસોટી ગુરુવારે સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે. આ સાથે રાજ્યની મોટાભાગની ખાનગી પ્રાથમિક શાળાઓમાં પણ પ્રથમ કસોટી પૂર્ણ થઈ ગઈ છે. જો કે કેટલીક ખાનગી શાળાઓમાં એક- બે પેપર બાકી હોવાથી આગામી એક-બે દિવસમાં પરીક્ષા પૂર્ણ થશે. જ્યારે સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં હવે પછી પ્રથમ કસોટીનો […]

ગુજરાતઃ ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષાનો 11મી માર્ચથી થશે પ્રારંભ, 2 એપ્રિલે ગુજકેટની પરીક્ષા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2024માં યોજનારી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ધો-10 અને ધો-12 વિજ્ઞાનપ્રવાહ-સામાન્ય પ્રવાહની પરીક્ષાનો પ્રારંભ તા. 11મી માર્ચના રોજ થશે. બોર્ડની પરીક્ષા તા. 26મી માર્ચના રોજ પૂર્ણ થશે. આ ઉપરાંત એન્જિનીયરિંગ અને પેરા મેડિકલ શાખામાં પ્રવેશ માટે જરુરી ગુજકેટની પરીક્ષા તા. 2 એપ્રિલના રોજ યોજાશે. […]

ગુજરાતઃ ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધાવાનો નિર્ણય

અમદાવાદઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020  અન્વયે આ નિર્ણયો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રેઝન્ટેશન અને રજુઆતો સંદર્ભે સમીક્ષા હાથ ધરીને જે નિર્ણયો કર્યા છે તેમાં, ધો-12 વિજ્ઞાન પ્રવાહની તમામ વિષયોની […]

ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કરેલા બાળકોને પ્રવેશના નિયમથી 33 ટકા શાળાઓમાં એકપણનો પ્રવેશ નહીં

રાજકોટ: ગુજરાતમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત ધોરણ-1માં 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો છે. 6 વર્ષથી ઓછી વયના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આથી આ વર્ષે ધારણ-1માં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ગુજરાતમાં 33 ટકા સરકારી શાળાઓમાં ધોરણ-1માં એકપણ વિદ્યાર્થીનો પ્રવેશ થયો નથી. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતના તમામ […]

ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને દર મહિનો કોમ્પ્યુટરની 125 રૂપિયા ફી ભરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકોના પડતર પ્રશ્નો માટે સરકાર સામે છેલ્લા ઘણા સમયથી લડત ચાલી રહી છે. જેમાં રાજ્ય સરકારે કેટલાક પ્રશ્નો હલ પણ કરી દીધા છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ પાસે હાલ કોમ્પ્યુટર વિષયની દર મહિને 50 રૂપિયા ફી લેવામાં  આવે છે. જેમાં વધારો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. હવે ધોરણ 9થી […]

ગુજરાતની 11 યુનિવર્સિટીઓમાં 9મી ઓક્ટોબરથી નવીન અધિનિયમની જોગવાઇઓ લાગુ પડશે

ગાંધીનગરઃ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ દ્વારા પંદરમી વિધાનસભાના સત્રમાં ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ બીલ – 2023 મૂકવામાં આવ્યુ હતું. જે વિધાનસભામાંથી પસાર થયા બાદ રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવ્યું હતું. રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ સમગ્ર રાજ્યમાં આ નવીન એકટની જોગવાઈઓ આગામી તા. 9 મી ઓક્ટોબર 2023થી લાગુ કરાશે તેમ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code