1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

અમદાવાદમાં LD એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં ગંદકી, ખાદ્ય વસ્તુઓમાં જીવાંત, 10 હજારનો દંડ

અમદાવાદઃ શહેરમાં રેસ્ટોરન્ટ્સ, હોટલો અને ખાણીપીણીના સ્થળોએ ગંદકી તેમજ ખાદ્ય વસ્તુઓમાં સ્વચ્છતા ન રાખનારા સામે કડક પગલા લેવાની મ્યુનિ.કમિશનરે સુચના આપ્યા બાદ એએમસીના ફૂડ વિભાદ દ્વારા ચેકિંગ ઝૂંબેશ હાથ ધરી છે. જેમાં બે વખત ચેકિંગ બાદ  લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બાદ શુક્રવારે ફરી એલડી એન્જિનિયરિંગ કોલેજની કેન્ટીનમાં અસ્વચ્છતા, ગંદકી, અને ખાદ્યચીજોમાં જીવાતો જોવા […]

GTU સંલગ્ન 6 ઈજનેરી કોલેજો ઈન્સ્પેક્શનમાં નાપાસ, હવે નવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં આપી શકે

અમદાવાદઃ  ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી સંલગ્ન અડધો ડઝન જેટલી ઈજનેરી કોલેજો ઈન્સ્પેક્શનમાં નાપાસ થતાં વિદ્યાર્થીઓ માટે નો એડમિશન ઝોનમાં મુકવામાં આવી છે. કાઉન્સિલના નિયમો મુજબ કોલેજોમાં જરૂરી ઈન્ફાસ્ટ્રક્ચર, યોગ્યતા ધરાવતો શૈક્ષણિક સ્ટાફ સહિત સુવિધા જરૂરી છે. કોલેજ સંચાલકોને જરૂરી પૂર્તતા કરવાની સુચના આપવામાં આવી હતી. પરંતુ કોલેજ સંચાલકોએ જીટીયુની સુચનાને અવગણતા 6 કોલેજો હવે નવા વિદ્યાર્થીઓને […]

બાળકોમાં મૂલ્યવાન ગુણોનું સિંચન કરી સાચા નાગરિક બનાવવાનું કામ એ શિક્ષકની ફરજ: શિક્ષણ મંત્રી

અમદાવાદ : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નીલકંઠધામ પોઈચા ખાતે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરની અધ્યક્ષતામાં જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના સંયુકત ઉપક્રમે દક્ષિણ ઝોનનું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન યોજાયું હતું. આ અવસરે રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું કે, શિક્ષકને બાળક, નાગરિક, સમાજ અને રાષ્ટ્રના નિર્માણ માટે […]

JEE’ મેઈન પરીક્ષા જાન્યુઆરીમાં તેમજ ‘NEET-UG’ અને CUETની કસોટી ‘ મે મહિનામાં લેવાશે

અમદાવાદઃ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2024-25 દરમિયાન લેવાનારી જુદી જુદી પરીક્ષાઓનું શિડ્યૂલ જાહેર કરાયું છે. જેમાં રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (NTA)એ એનઇઇટી, સીયુઇટી, યુજીસી નેટ પરીક્ષાઓની તારીખનું કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડર મુજબ જેઇઇ મેઇન 2024 બે સત્રમાં આયોજિત થશે. જેમાં જેઈઈનું સેશન-1  તા. 24 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે જ્યારે બીજા […]

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં ટુંકા વસ્ત્રો પર પ્રતિબંધ લગાવતા પરિપત્ર સામે વિવાદ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ લગાવતો પરિપત્ર જારી કરતા વિવાદ ઊભો થયો છે. પરિપત્રમાં વિદ્યાર્થિનીઓને પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં ટૂંકા વસ્ત્રો નહીં પહેરવા સૂચના આપવામાં આવી છે. જોકે, હજુ સુધી બોયઝ હોસ્ટેલ માટે કોઈ પ્રકારના નિયમો જાહેર કરવામાં આવ્યા નથી,  ડાઇનિંગ હોલમાં ભોજન બનાવનારા રસોઈયા હોવાના કારણે […]

દેશમાં નવી 23 સૈનિક સ્કૂલને મંજુરી, PPP ધોરણે નવી સૈનિક સ્કૂલની સંખ્યા વધી 42 ઉપર પહોંચી

નવી દિલ્હીઃ ભારત સરકારે NGO/ખાનગી શાળાઓ/રાજ્ય સરકારો સાથેની ભાગીદારીમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાની પહેલને વર્ગ-વાર ધોરણ પ્રમાણે 6ઠ્ઠા ધોરણથી શરૂ કરવાની મંજૂરી આપી છે. આ પહેલ હેઠળ, સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા દેશભરમાં આવેલી 19 નવી સૈનિક સ્કૂલો સાથે મેમોરેન્ડમ ઑફ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભાગીદારી મોડ હેઠળ નવી સૈનિક શાળાઓ ખોલવા માટેની […]

શાળા-કોલેજોમાં છેલ્લા 30 વર્ષથી ગ્રંથપાલોની ભરતી ન કરાતા શિક્ષણ વિભાગને રજુઆત

અમદાવાદઃ સોશ્યલ મિડિયાના જમાનામાં યુવાનોમાં વાંચન ઘટી રહ્યું છે. વર્ષોથી તમામ નાના મોટા શહેરોમાં જાહેર લાયબ્રેરી હતી. જેમાં યુવાનોથી લઈને પ્રોઢ લોકો પણ સવારથી અખબારોથી લઈને પુસ્તકોના વાંચન માટે પહોંચી જતાં હતા. જાહેર લાયબ્રેરીઓમાંથી લોકો મનગમતા પુસ્તકો વાંચન માટે ઘરે પણ લઈ જતા હતા. અનેક લોકો મેમ્બર બનીને કાયમી લાયબ્રેરી સાથે જોડાયેલા રહેતા હતા.એટલે જાહેર […]

ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યોની ખાલી જગ્યા પર લેક્ચરની કામગીરી જ્ઞાન સહાયકોને સોંપવા માગ

અમદાવાદઃ રાજ્યમાં મહિનાઓથી ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો, કર્મચારીઓ અને શાળા સંચાલકોનું પડતર પ્રશ્નોના  નિરાકરણ માટે આંદોલન ચાલી રહ્યું છે. જેમાં સરકાર દ્વારા કેટલાક પ્રશ્નોનું નિરાકરણ પણ કરાયું છે. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જગ્યાઓ ખાલી છે. આથી શિક્ષકોની ખાલી જગ્યાઓ પર જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણ લેવામાં આવ્યો છે. ત્યારે શાળા સંચાલકોએ જે શાળાઓમાં આચાર્યોની […]

ગુજરાતઃ વર્ષ 2027માં નવી 10 મેડિકલ કોલેજમાં અંદાજિત 1500 જેટલી U.G.ની બેઠક ઉપલબ્ધ થશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. દરમિયાન રાજ્યમાં મેડિકલ કૉલેજ સંદર્ભે વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 40 મેડિકલ કૉલેજમાં MBBS U.G. ની  6950 અને P.G. ની 2650 જેટલી મેડિકલ બેઠક ઉપલ્બધ છે. વર્ષ 2027 સુધીમાં PPP મોડલ પર 10 નવીન મેડિકલ કૉલેજમાં અંદાજિત 1500 જેટલી […]

શાળાઓએ શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી શિક્ષણ વિભાગના પોર્ટલ પર એન્ટ્રી કરવી પડશે

અમદાવાદઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં સમયાતંરે શિક્ષકો વય મર્યાદાને કારણે નિવૃત થતાં હોય છે. તેની સામે નવા શિક્ષકોની નિમણૂકો માટે સમય લાગતો હોય છે. સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરતી હોય છે. અને જે શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી હોય ત્યાં જ્ઞાન સહાયકોની નિમણૂકો કરવામાં આવતી હોય છે. પરંતુ શિક્ષણ વિભાગમાં સંકલનનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code