1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પાટણમાં શ્રી. બી.ડી.સાર્વજનિક વિદ્યાલય દ્વારા સ્પંદનોત્સવ-ત્રિ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન
પાટણમાં શ્રી. બી.ડી.સાર્વજનિક વિદ્યાલય દ્વારા સ્પંદનોત્સવ-ત્રિ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન

પાટણમાં શ્રી. બી.ડી.સાર્વજનિક વિદ્યાલય દ્વારા સ્પંદનોત્સવ-ત્રિ દિવસીય સાંસ્કૃતિક પ્રદર્શનનું આયોજન

0
Social Share

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના પાટણમાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી.બી.ડી.સાર્વજનિક વિદ્યાલયમાં આગામી તા. 23મી ડિસેમ્બરથી સ્પંદનોત્સવ ત્રિ-દિવસીય સાંસ્કૃતિ મેળો યોજાશે. વંદે ભારતમ થીમ ઉપર યોજાનારા આ સાંસ્કૃતિક મેળામાં ભારતીય સંસ્કૃતિ, સનાતમ ધર્મ, પાટણની પ્રભુતા, જૈન ધર્મ, ગ્રામ્ય જીવન, વિજ્ઞાન ગેલેરી, મનોરંજન, દેશભક્તિ, હથિયાર પ્રદર્શન જેવા અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ભારતના માતાના સંવાદ થકી પ્રાચીન ભારતથી વર્તમાન ભારત સુધીનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. વિદ્યાનગરી પાટણમાં 80 વર્ષથી શિક્ષણક્ષેત્રે સેવાઓ પ્રદાન કરતી શ્રી. બી.ડી.સાર્વજનિક વિદ્યાલય દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલાનું સન્માન કરવામાં આવશે.  

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code