1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત યુનિ. ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટમેલાનું આયોજન

અમદાવાદ :  UN દ્વારા વર્ષ 2023ને આંતરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે, તે સંદર્ભે ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ દ્વારા મિલેટ વર્ષની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે  આવતી કાલે તારીખ 01 એપ્રિલના રોજ, થલતેજ ખાતે આવેલા પ્રયાસ એક કોશિશ કલાસીસ,રામેશ્વર એપાર્ટમેન્ટ પાસે મિલેટ પર કેમ્પેઈન ડિઝાઈનનું આયોજન કરવામાં આવ્યું છે. […]

ગુજરાતમાં જે શિક્ષકોને સ્કૂલ ઈન્સ્પેક્ટરની જવાબદારી સોંપાય છે તેમને મૂળ શાળામાં હાજર થવા આદેશ

ગાંધીનગરઃ રાજ્યભરની પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરીને પગલે સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ તરીકે શિક્ષકોને જવાબદારી સોંપવામાં આવી હતી. મોટાભાગની સ્કુલમાં એક્રિડિટેશનની કામગીરી પૂર્ણ થઇ હોવાથી સ્કુલ ઇન્સ્પેક્ટર્સને મૂળશાળામાં હાજર થવા શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં સ્કૂલ એક્રિડિટેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ કામગીરી માટે રાજ્યના શિક્ષણ વિભાગે […]

ઝડપથી બદલાતી ટેકનોલોજીને પગલે આજની શોધ આવતીકાલે જૂન થઈ જશેઃ સીએમ ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ ‘ફ્યુચર ઓફ લર્નિંગ: ઈન્ટરનેશનલ ડિઝાઈન કોલેબોરેટિવ’ના સમાપન- સત્ર માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં આપણો દેશ અને ગુજરાત વિશ્વના પ્રવાહો સાથે કદમથી કદમ મિલાવીને વિકાસ રાહે દોડતા થયા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટેકનોલોજી એટલી ઝડપે બદલાઈ રહી છે કે આજની શોધ આવતીકાલે […]

ધો.10 અને 12ની પરીક્ષા પૂર્ણ થતાં જ હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાની પરીક્ષાનો પ્રારંભ થશે

રાજકોટઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ ગઈ છે. હવે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની પરીક્ષાનો પ્રારંભ થશે.જેમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ આગામી તા. 3જી એપ્રિલને સોમવારથી થશે.  રાજકોટ જિલ્લામાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જે પરીક્ષા 20 એપ્રિલ સુધી ચાલશે. રાજકોટના […]

જિલ્લા પંચાયતોના શિક્ષકોની જેમ નગરપાલિકાના શિક્ષકોને લાભ ન મળતા આંદોલનની ચીમકી

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ટાણે જ શિક્ષકોએ ગ્રેડ-પેની માગણી સાથે આંદોલન કરતા સરકારે તેમની માગણીઓની વાટાઘાટો કરીને ઉકેલ લાવી દીધો હતો. હાલ 4200 ગ્રેડ પેનો લાભ જિલ્લા પંચાયતના શિક્ષકોને મળી રહ્યો છે જ્યારે  નગરપાલિકા અને મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શાળાઓના  શિક્ષકોને   લાભ મળતો નથી  આથી રાજ્ય  સરકાર એકને ગોળ અને એકને ખોળની નિતી અપનાવી રહી હોય […]

ગુજરાત વિદ્યાપીઠમાં 16 વર્ષ બાદ નિયમો બદલાયા, ફરજિયાત હોસ્ટેલનો નિયમ અંતે રદ કરાયો

અમદાવાદઃ મહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત કરાયેલી ગુજરાત વિદ્યાપીઠમાં કૂલપતિ તરીકે રાજ્યપાલની નિયુક્તિ બાદ વિદ્યાપીઠમાં વર્ષો જુના નિયમો બદવીને હવે વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે.  ગુજરાત વિદ્યાપીઠે 16 વર્ષ જૂના એક નિયમને તિલાંજલી આપી છે. ગૂજરાત વિદ્યાપીઠે 16 વર્ષ બાદ ફરજિયાત હોસ્ટેલનો નિયમ રદ કર્યો છે. આગામી શૈક્ષણિક વર્ષથી ઉચ્ચ શિક્ષણના તમામ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ […]

અમદાવાદના નિર્ણયનગરમાં સ્વામિનારાયણ સ્કુલ બંધ કરવા સામે રેલી યોજાઈ, DEOને રજુઆત

અમદાવાદઃ શહેરના  નિર્ણયનગર વિસ્તારની સ્વામિનારાયણ સ્કૂલ બંધ થતા વાલીઓમાં આક્રોશ ફેલાયો છે. રોષે ભરાયેલા 150 વાલીએ નિર્ણયનગરથી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી (DEO) સુધી રેલી યોજી હતી. સ્વામિનારાયણ સ્કૂલ બંધ થતા RTE હેઠળ પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓના વાલીઓની ચિંતા વધી ગઈ છે. અહીં અભ્યાસ કરતા 70થી 80 વિદ્યાર્થીના વાલીઓએ બે-ત્રણ કિલોમીટરની નજીકની કોઈ શાળામાં પ્રવેશ આપવાની માગણી કરી […]

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિ.માં પ્રવેશ માટે 10,000થી વધુ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજિસ્ટ્રેશન

ગાંધીનગરઃ  માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ શૈક્ષણિક ક્ષેત્રે આગવી હરોળની ગણાતી ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માં  શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રવેશ માટે વધુ એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.  પ્રવેશ નોંધણીના પહેલા જ દિવસે NFSU ખાતે રેકોર્ડ બ્રેકિંગ 10,000થી વધુ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જે NFSUના ઇતિહાસમાં વધુ એક સીમાચિહ્નરૂપ રેકોર્ડ બન્યો છે. NFSU-ગાંધીનગરના સૂત્રોએ […]

ગુજરાતમાં ધો-12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ કરી ફરીથી લેવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો-10 અને 12ની પરીક્ષાઓ ચાલી રહી છે. દરમિયાન ધો12નું સંસ્કૃતનું પેપર રદ કરવામાં આવ્યું છે. સંસ્કૃતના પેપરમાં અમુક પ્રશ્નો અલગ અભ્યાસક્રમમાંથી પૂછાયા હતા, જેના કારણે આ પેપરને રદ્દ કરીને વિદ્યાર્થીઓના હિતમાં સંસ્કૃતનું પેપર ફરી લેવાનો નિર્ણય કરાયો છે. આગામી 29 માર્ચના રોજ પેપર ફરીથી લેવામાં આવશે. આશરે […]

ધો. 9 અને 10માં ગણિત, વિજ્ઞાન તેમજ ધો, 12 સાયન્સના પાઠ્ય પુસ્તકો બદલાશે

ગાંધીનગરઃ  એનસીઇઆરટી અનુસાર ગુજરાત બોર્ડના ધો.9, 10ના ગણિત- વિજ્ઞાન ઉપરાંત ધો.11-12ના વિજ્ઞાન પ્રવાહના તમામ પાઠ્ય-પુસ્તકો ઉપરાંત સામાન્ય પ્રવાહમાં પણ અમુક ભાષાના પાઠ્યપુસ્તકો આગામી નવા શૈક્ષણિક સત્રથી બદલાશે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત બોર્ડના પાઠ્યપુસ્તકોમાં પણ કાપ મુકાયેલા કોર્સ સાથે નવા પુસ્તકોનું અમલીકરણ કરવામાં આવશે. કાપ મુકાયેલા નવા પાઠ્યપુસ્તકો 2023- 24ના નવા શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code