1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

દાહોદના જિલ્લા શિક્ષણાધિકારી પોતાના કર્મચારી પાસેથી 10 હજારની લાંચ લેતા પકડાયાં

દાહોદ:  રાજ્યમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે. મહેસુલ વિભાગથી લઈને ગૃહ વિભાગ અને હવે તો શિક્ષણ વિભાગમાં પણ વહીવટ વિના કોઈ કામ કરાવવું મુશ્કેલ છે, તેનો અનુભવ સામાન્ય માણસોને તો ઘણીવાર થતો હોય છે, પરંતુ સરકારી કર્મચારીને પણ ક્યારેક  પોતાનું કામ કરાવવા માટે ઉપરી અધિકારીના ખિસ્સા ગરમ કરવા પડતા હોય છે. આવા જ એક કિસ્સામાં મહિને […]

ગોધરા તાલુકાની શાળાઓમાં RO પ્લાન્ટ ફિટ કર્યા વિના જ કોન્ટ્રાક્ટરને 86 લાખનું ચુકવણું

ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની શાળાના બાળકોને શુધ્ધ પાણી મળી રહે તે માટે વર્ષ 2020-21 તેમજ 2021-22ની ગ્રાન્ટ મંજુર કરીને તાલુકાની 86 શાળાઓમાં 86 લાખ રુપિયાના ખર્ચે આરો પ્લાન્ટ મશીન ખરીદી કરવાનું કામ ખાનગી કોન્ટ્રાકટરને આપવામાં આવ્યું હતું. જે આરો મશીનના કામોમાં ગેરરીતિની આંશકા થતાં નાયબ ડીડીઓ એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગોધરા તાલુકાની […]

ગુજરાત સરકારે બે વર્ષમાં સ્વનિર્ભર 359 પ્રાથમિક અને 135 માધ્યમિક શાળાઓને આપી મંજુરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે. જેમાં પ્રશ્નોત્તરી દરમિયાન રાજય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન 29 જિલ્લામાં કેટલી પ્રાથમિક અને માધ્યમિક ગ્રાન્ટેડ, ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી તેવા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સરકારે જણાવ્યું કે, છેલ્લા બે વર્ષમાં એકપણ ગ્રાન્ટેડ શાળાને મંજૂરી આપી નથી. જયારે 359 ખાનગી પ્રાથમિક શાળાઓને અને 135 ખાનગી માધ્યમિક […]

વિદ્યાર્થીઓને અઘરા લાગતા ગણિત વિષયને ગીતોના માધ્યમથી સરળતાથી સમજાવતા જૂનાગઢના શિક્ષક

અમદાવાદઃ સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગણિત- વિજ્ઞાન જેવા કહેવાતા અઘરાં વિષયથી દૂર ભાગતા હોય છે, પરંતુ જો તેને રોજબરોજના જીવન અને પ્રવૃત્તિઓ સાથે જોડવામાં આવે તો તેને ખૂબ સરળ બનાવી શકાય છે. તેવું જ કંઈક કરવામાં સફળતા મેળવી છે શાપુર પે. સેન્ટર શાળાના શિક્ષક કૃણાલકુમાર મારવણીયાએ તે સાબિત કરી બતાનવ્યું છે. તેઓ  વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન […]

દેશના આ ત્રણ રાજ્યોમાંથી નીકળ્યા સૌથી ઓછા ભણેલા લોકો,આ રાજ્ય બન્યું ટોપર

આઝાદી બાદ દેશમાં ઘણું બદલાઈ ગયું છે. શિક્ષણનું સ્તર પણ દર વર્ષે વધી રહ્યું છે. શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે જે મોટો તફાવત હતો તે પણ સમયની સાથે દૂર કરવામાં આવ્યો છે. પરંતુ હજુ પણ કેટલાક રાજ્યોમાં સાક્ષરતા દર સંતોષકારક નથી. સૌથી ઓછો સાક્ષરતા દર બિહારમાં જોવા મળ્યો છે. અરુણાચલ પ્રદેશ બીજા સ્થાને છે, જ્યારે […]

અમદાવાદના ઉસ્માનપુરા કેન્દ્રમાં બે જૈનમુનિ આપી ધોરણ 10ની પરીક્ષા, બોર્ડ દ્વારા અલગ વ્યવસ્થા કરાઈ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે.  પરીક્ષાના પ્રથમ દિવસે  લાખો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે  પરીક્ષા આપી હતી. અમદાવાદના પરીક્ષા કેન્દ્ર પર 2 જૈન મુનિ પરીક્ષા આપવા પહોંચ્યા હતા. મુનિ તેમના પોશાકમાં જ ધોરણ 10ની પરીક્ષા આપવા આવ્યા હતા. બન્ને  મુનિઓએ પરીક્ષાના પ્રથમ દિવસે શાંતિપૂર્ણ રીતે પરીક્ષા […]

ગુજરાત યુનિવર્સિટીઃ પીએચડી માર્ગદર્શક તરીકે પ્રો. શશીકાંત ભગતની નિમણુંક

અમદાવાદઃ ગુજરાતની જાણીતી એજ્યુકેશન સંસ્થા એનઆઈએમસીજેના પ્રોફેસર ડો. શશીકાંત ભગતની ગુજરાત યુનિવસિર્ટી દ્વારા પીએચડી (જર્નાલિઝન એન્ડ પબ્લીક રિલેશન) કરનાર વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે પસંદગી થઈ છે. ગુજરાતનું જાણીતું ન્યૂઝ પોર્ટલ રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા) ડો. શશીકાંત ભગતને તેમની આ સિદ્ધિ બદલ શુભકામનાઓ પાઠવે છે.

ધો. 5 અને 8ના વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામમાં E ગ્રેડ આવશે તો ફરી પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ  રાજ્યમાં ધોરણ-5 અને 8ના જે વિદ્યાર્થીઓએ ઇ ગ્રેડ મેળવ્યો હોય તેમને બે માસ સુધી ઉપચારાત્મક શિક્ષણ કાર્ય કરાવીને શાળામાં પુન:કસોટી લેવાની રહેશે. તેમાં જો ગ્રેડમાં સુધારો જણાય તો જ તેને વર્ગબઢતી અપાશે. જે વિદ્યાર્થીઓએ ઈ ગ્રેડ મેળવ્યો હશે તેવા વિદ્યાર્થીઓએ ઉનાળા વેકેશન દરમિયાન ઉપચારાત્મક કાર્ય કરાવવા કરવું પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના શિક્ષણ વિભાગે […]

ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો કાલે મંગળવારથી પ્રારંભ, કેન્દ્રો પર બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ  દ્વારા આવતા કાલ તા. 14મીને મંગળવારથી ધોરણ,10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. જેમાં 16.49 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે પરીક્ષાર્થીઓ પોતાને ફાળવેલા કેન્દ્રો પર ક્યા વર્ગ ખંડમાં પરીક્ષા આપવાની છે તે જાણવા કેન્દ્રો પર ઉમટ્યા […]

નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 6થી 8માં વિદ્યાર્થીઓને 10 દિવસ દફતર લીધા વિના શાળાએ આવવું પડશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં આગામી જૂન-2023થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષમાં ધો.6થી ધો.8માં ઈત્તર પ્રવૃત્તિ સાથે જ વિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ કરવાના હેતુથી વિદ્યાર્થીઓને પ્રવૃત્તિમય શિક્ષણના ભાગરૂપે બે સત્રમાં થઇને 10 દિવસ બેગલેસ અભ્યાસનો પ્રયોગ કરવામાં આવશે. સર્વશિક્ષા અભિયાનનાં ભાર વગરના ભણતરની સંકલ્પની સામે આજે પણ પ્રાથમિક શાળાના બાળકોની સ્કૂલ બેગનો ભાર વધુ જોવા મળે છે. એટલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code