1. Home
  2. ગુજરાતી
  3. શિક્ષણ

શિક્ષણ

ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં પ્રવેશ માટે રવિવારે કોમન ટેસ્ટ, રાજ્યના 1113 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ગાંધીનગરઃ શહેરના રાયસણ સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી(GNLU) માં પ્રવેશ માટે આગામી તા. 18 ડિસેમ્બરને રવિવારના રોજ કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT) યોજાશે. આ વર્ષે કોમન લો એડમિશન ટેસ્ટ માટે ગુજરાતમાંથી 1,113 ઉમેદવારોએ નોંધણી કરાવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરની ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટીમાં કોમન લો એડમિશન ટેસ્ટ (CLAT 2023) આગામી તા. 18 ડિસેમ્બરના રોજ […]

ગુજરાત સાહિત્ય પરિષદનું 33મું ત્રિ-દિવસીય જ્ઞાનસત્ર : સાયલાના રાજસોભાગ આશ્રમમાં યોજાશે

અમદાવાદ: અમદાવાદની જાણીતી  સંસ્થા ગુજરાતી સાહિત્ય પરિષદનું વાર્ષિક અધિવેશન-‘જ્ઞાનસત્ર’ આ વર્ષે  સુરેન્દ્રનગરના સાયલા ખાતે રાજસોભાગ આશ્રમમાં આગામી 16 થી 18 ડિસેમ્બર દરમ્યાન આયોજિત થઇ રહ્યું છે. હાલમાં પરિષદની પ્રવૃત્તિ  પૂરજોશમાં  ચાલી રહી છે અને સાથે જ તેમાં હવે આધુનિક ડીજીટલ યુગના મંડાણ પણ થયેલા જોઈ શકાય છે. હાલમાં જ પરિષદના મહામંત્રી સમીર ભટ્ટ દ્વારા આ […]

ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં DEO, DPEO સહિત ઉચ્ચ અધિકારીઓની 79 જગ્યાઓ ખાલી,

ગાંધીનગરઃ રાજ્ય શિક્ષણ વિભાગમાં મહત્વની ગણાતી ઉચ્ચ અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં રાજ્યમાં વર્ગ-1ના શિક્ષણ નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સહિતના અધિકારીઓની કુલ 138માંથી માત્ર 59 જગ્યા જ ભરાયેલી છે જ્યારે 79 જગ્યાઓ ઉપર ઘટ પ્રવર્તી રહી છે. ઉચ્ચ અધિકારીઓની ઘટને પગલે મહત્ત્વના નિર્ણયો લેવામાં પણ વિલંબ થઇ […]

હવે સ્નાતક બાદ પણ કરી શકાશે પીએચડી , યુજીસી ની જાહેરાત 4 વર્ષના ગ્રેજ્યુએશન પછી થઈ શકશે પીએચડી

ગ્રેજ્યુએશન બાદ જ કરી શકાશે પીએચડી પીએચડી માટે માસ્ટર્સ કરવાની જરુર નહી યુજીએ આ બાબતે કરી જાહરેત દિલ્હીઃ- શિક્ષણ જગત માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા ચે, સામાન્ય રીત ેપીએમડીની ડિગ્રી મેળવવા માટે તમારે માસ્ટર્સ કરવુંવપડતુ હતું જો કે હવે યુજીસીએ આ મામલે મોટી જાહેરાત કરી છે કે હવેથી પીએચડી કરવા માટે ગ્રેજ્યુએશન પણ […]

ધોરણ 10ના પરીક્ષા ફોર્મ ભરવાની મુદમાં વધારો, ત્રણ તબક્કામાં લેઈટ ફી સાથે સ્વીકારાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-એપ્રિલ 2023માં લેવાનારી ધો.10ની પરીક્ષા માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. ફોર્મ ભરવાની મુદત લંબાવી રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત 18 ડિસેમ્બર સુધી કરી છે. રેગ્યુલર ફી સાથે ફોર્મ સ્વીકારવાની મુદત પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી ત્રણ તબક્કામાં લેઈટ ફી […]

સુરતના પૂણા વિસ્તારની મ્યુનિ. શાળાઓમાં શિક્ષકોની ઘટને કોંગ્રેસ શરૂ કરી સહી ઝૂંબેશ

સુરતઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં પુરતા શિક્ષકો ન હોવાથી અવાર-નવાર વિરોધ ઊભો થયો હોય છે. જેમાં પૂણા વિસ્તારમાં મ્યુનિ.ની શાળાઓમાં શિક્ષકોની ઘટને લીધે બાળકોના શિક્ષણ પર વિપરિત અસર પડી રહી હોવાથી પુણાના કોંગ્રેસના નેતાઓની આગેવાનીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટને લઈને કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ કરી […]

GTUમાં જોબ પ્લેસમેન્ટ, ફાર્મસી, ઈજનેરીના 200 વિદ્યાર્થીઓને ત્રણથી નવ લાખના પેકેજ અપાયાં

અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા જુદી જુદી કંપનીઓને આમંત્રણ આપીને દર વર્ષે વિદ્યાર્થીઓ માટે જોબ પ્લેસમેન્ટ કેમ્પ યોજવામાં આવતો હોય છે. આ વર્ષે યોજાયેલા જોબ પ્લેસમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ફાર્મસી, એન્જિનિયરિંગ, મેનેજમેન્ટના સ્નાતક કુલ 200 જેટલા વિદ્યાર્થીઓને વિવિધ કંપનીઓ તરફથી વાર્ષિક રૂ.3 લાખથી 9 લાખ સુધીનુ જોબ પેકેજ ઓફર કરવામાં આવી હતી.  વિવિધ સેક્ટરની જોબ ઓફર […]

કોલેજોમાં સ્નાતકનો અભ્યાસક્રમ ચાર વર્ષનો થશે, ચોઈસ બેઇઝ ક્રેડિટ સિસ્ટમનો અમલ કરાશે

અમદાવાદઃ નવી શિક્ષણ નીતિને અનુરૂપ ઉચ્ચ શિક્ષણમાં આમુલ પરિવર્તન આવી રહ્યા છે. શૈક્ષણિક વર્ષ 2023થી ઉચ્ચ શિક્ષણ એટલે કે કોલેજ ક્ષેત્રે શિક્ષણમાં બહુ આયામી પરિવર્તન થશે. જેમાં ઉચ્ચ શિક્ષણમાં પાયામાંથી જ ફેરફાર થશે. હવે કોલેજ કક્ષાએ ત્રણ વર્ષની બદલે ચાર વર્ષનો સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ અમલમાં આવશે અને વિષય, માધ્યમ, કોલેજ કે યુનિવર્સિટીને અધવચ્ચેથી બદલવાની વિદ્યાર્થીઓને […]

સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલમાં સફાઈ અને પાણીના પ્રશ્ને વિદ્યાર્થીઓએ કૂલપતિના બંગલે કર્યો સૂત્રોચ્ચાર

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગિરનાર સહિત હોસ્ટેલો બહારગામના અનેક વિદ્યાર્થીઓ વસવાટ કરી રહ્યા છે. હોસ્ટેલમાં પ્રાશમિક સુવિધાના અભાવને લીધે વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેમાં યોગ્યરીતે સફાઈ થતી ન હોવાથી ચારે તરફ ગંદકી જોવા મળી રહી છે. પીવાના પાણી સહિત નાના-મોટા 16 જેટલાં પ્રશ્નોના ઉકેલ માટે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ કુલપતિના નિવાસસ્થાન બહાર સૂત્રોચ્ચાર કર્યો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની […]

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પ્રખરતા શોધ કસોટી 7મી ફેબ્રુઆરીએ લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9ના વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત કરવામાં આવતી પ્રખરતા શોધ કસોટી તારીખ 7 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાશે. પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો આગામી તારીખ 15 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર દરમિયાન બોર્ડની વેબસાઈટ gseb.org અથવા prakharta.gseb.org પરથી ફક્ત ઓનલાઇન ભરી શકાશે પ્રખરતા શોધ કસોટીના આવેદનપત્રો ભરવા અંગેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code