1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્ય […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 102 લોકસભા સીટો પર શુક્રવારે મતદાન

નવી દિલ્હીઃ દેશભરની 102 લોકસભા સીટો માટે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. બીજો તબક્કો 26 એપ્રિલ, ત્રીજો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો 25 મે […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન આજે કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા. ઉમેદવારોએ સમર્થકો સાથે વિશાળ રેલી યોજ્યા બાદ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યું હતું. ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર 7મી મેના રોજ મતદાન યોજાશે. આણંદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અને દિગ્ગજ નેતા અમિત ચાવડાએ પોતાનું ઉમેદવારી પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી […]

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા […]

લોકસભા ચૂંટણીઃ BJPએ રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપરથી નારાયણ રાણેને ઉમેદવાર જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ભાજપાએ વધુ એક યાદી જાહેર કરી છે. મહારાષ્ટ્રની એક લોકસભા બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપાની યાદી અનુસાર રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક ઉપર નારાયણ રાણેને ચૂંટણી મેદાનમાં ઉતાર્યાં છે. આ બેઠક ઉપર કેન્દ્રીય મંત્રી રાણેની સીધી ટક્કર વિનાયક રાઉત સાથે થશે. વિનાયક રાઉત હાલ આ બેઠક ઉપર સાંસદ છે. શિવસેના (ઉદ્ધવ […]

સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રથમ તબક્કાના ચૂંટણી પ્રચારને ગણતરીના કલાકો બાકી છે ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝંઝાવાતી પ્રચાર કરતા ત્રિપુરાના અગરતલા ખાતે જનસભાને સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,આઝાદીના આટલા દાયકાઓ દરમિયાન, કોંગ્રેસના શાસન દરમિયાન, પૂર્વોત્તર રાજ્યોની ક્ષમતા સાથે ન્યાય થયો નથી. અહીં સામ્યવાદીઓએ ત્રિપુરાના લોકોને બરબાદ કરવા સિવાય બીજું કંઈ કર્યું નથી. પરંતુ આજે […]

લોકસભા ચૂંટણીઃ પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના 19 એપ્રિલના રોજ થવા વાળા મતદાન માટે આજે સાંજે ચૂંટણી પડઘમ શાંત થશે. પ્રથમ ચરણમાં 21 રાજ્યોના 102 લોકસભા સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્રથમ ચરણમાં જે સીટો પર મતદાન થશે, ત્યાં ચૂંટણી પ્રચાર 48 કલાક પહેલા સાંજે 4 થી 6 કલાકની વચ્ચે અલગ-અલગ સમય પર […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યોમાં વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા આશરે 200 ફરિયાદો નોંધાઈ

નવી દિલ્હીઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ઇસીઆઈએ તેની કામગીરીના પ્રથમ મહિના દરમિયાન આદર્શ આચારસંહિતા (એમસીસી)ના અમલીકરણને જાહેર ડોમેનમાં મૂકવાનો નિર્ણય લીધો છે, જેમાં કરવામાં આવેલી કાર્યવાહીની કેટલીક વિગતો સાથે, જેથી ચોક્કસ ક્ષેત્રોમાંથી ક્યારેક ગેરસમજો અને આરોપો આવે,  ભલે તે નાનું હોય કે મર્યાદિત હોય, તેને સંબોધવામાં આવે છે અને તેને અટકાવવામાં આવે છે. નીચે મુજબની સ્થિતિ, સંહિતાના બાકીના સમયગાળા […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાતમાંથી ચૂંટણીપંચ દ્વારા અત્યાર સુધીમાં 96.45 કરોડની વસ્તુઓ જપ્ત કરી

અમદાવાદઃ ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મીઓ મતાધિકારથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી પંચ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે. પોલીંગ સ્ટાફ, પોલીસ અને અન્ય કર્મચારીઓ તથા સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ સહિતના ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે ભરવામાં આવેલા ફોર્મ-12 તેમના સંબંધિત મત વિભાગના ચૂંટણી અધિકારીઓને સુપ્રત […]

ઓડિશા વિધાનસભા ચૂંટણીઃ ભાજપાએ વધારે 21 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની સાથે ઓડિશામાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં તમામ પક્ષો લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) પણ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. ભાજપાએ ઓડિશા વિધાનસભા ચૂંટણી માટે તેના 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપાએ રાઉકેલા બેઠક પરથી દિલીપ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code