1. Home
  2. ગુજરાતી
  3. ચૂંટણીઓ

ચૂંટણીઓ

કાશ્મીરમાં વાસ્તવિક લોકશાહી જોઈને ઈસ્લામાબાદ નિરાશઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતાં કહ્યું છે કે ઈસ્લામાબાદ નિરાશ છે કે કાશ્મીરના લોકોએ સ્વતંત્રપણે તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને તેમના નેતાઓને ચૂંટ્યા. “બનાવટી ચૂંટણીઓ, વિપક્ષી નેતાઓની કેદ અને રાજકીય અવાજોને દબાવવાની તમામ બાબતો પાકિસ્તાનને ખબર છે. તે સ્વાભાવિક છે કે પાકિસ્તાન વાસ્તવિક લોકશાહીને કામ કરતું જોઈને નિરાશ થયું હતું,” ભારતના યુએન મિશનના […]

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 2.06 કરોડ મતદારાઓ મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. અહીં 81 વિધાનસભા બેઠકો માટે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં 13 નવેમ્બરે અને બીજા તબક્કામાં 20 નવેમ્બરે મતદાન થશે. જ્યારે 23મી નવેમ્બરે મતગણતરી થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ઝારખંડમાં પ્રથમ તબક્કા માટે 18 ઓક્ટોબરે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. જ્યારે નામાંકન 25 […]

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે 29મી ઓક્ટોબરથી ભરાશે ઉમેદવારી ફોર્મ, જાણો સમગ્ર કાર્યક્રમ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ચહલપહલ શરૂ થઈ ગઈ છે. તેમજ વિવિધ રાજકીય પક્ષો દ્વારા આગામી દિવસોમાં ઉમેદવારોની પસંદગી અને પ્રચાર-પ્રસારની રણનીતિને લઈને કવાયત શરૂ કરવામાં આવશે. દરમિયાન મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તા. 29મી ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ વખતે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં શિવસેના અને એનસીપી માટે ખાસ […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની વાવ બેઠક ઉપર 13 નવેમ્બરે મતદાન યોજાશે

ગેનીબેન લોકસભા ચૂંટણી જીતતા બેઠક ખાલી પડી હતી 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે નવી દિલ્હીઃ ગુજરાત બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચુંટણી કેન્દ્રીય ચુંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે. વાવની પેટા ચુંટણી ઝારખંડ વિધાસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે 13 નવેમ્બરના રોજ યોજાશે. જ્યારે તેનુ પરિણામ મહારાષ્ટ્ર અને ઝારખંડના પરિણામો સાથે […]

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર

મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં યોજાશે મતદાન ઝારખંડમાં બે તબક્કામાં યોજાશે મતદાન 23મી નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે અન્ય બે રાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચ દ્વારા મહારાષ્ટ્ર અને છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. મહરાષ્ટ્રમાં એક તબક્કામાં અને ઝારખંડમાં બે તબક્કામાં […]

ભરૂચના પાદરી ગામે વીજળી પડતા પિતા-પૂત્ર સહિત ત્રણના મોત

પાદરિયા ગામની સીમમાં વરસાદ પડતા લોકો ઝાડ નીચે ઊભા રહી ગયા, વરસાદ સાથે વીજળી પડતા ઝાડ નીચે ઊભેલા 8 લોકો ઢળી પડ્યાં, ત્રણના મોત, બેને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાની વિદાય ટાણે જ વાતાવરણમાં પલટો આવ્યો બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બપોર સુધીમાં ચારથી પાંચ તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં […]

અમેરિકાની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે ChatGPTના ઉપયોગની આશંકા

તાજેતરના વર્ષોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વિકાસે માત્ર ટેક્નોલોજીમાં ક્રાંતિ જ નથી કરી પરંતુ સાયબર સુરક્ષા અને ચૂંટણી અખંડિતતામાં પણ નવા પડકારો ઉભા કર્યા છે. ઓપનએઆઈએ તાજેતરમાં મોટો દાવો કર્યો છે જે ચોંકાવનારો છે. ઓપનએઆઈએ કહ્યું છે કે, સાઈબર અપરાધીઓએ એઆઈ ટૂલ્સ, ખાસ કરીને ચેટજીપીટીનો ઉપયોગ કરીને યુએસ ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે. OpenAIના […]

JLKM એ 14 ઉમેદવારોની બીજી યાદી બહાર પાડી, રાજદેવ રતન ધનવરથી ચૂંટણી લડશે

રાંચી: ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM) એ આગામી ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. મોરચાના કેન્દ્રીય અધ્યક્ષ જયરામ મહતોએ ધનબાદમાં એક પત્રકાર પરિષદમાં ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. બીજી યાદીમાં ધનબાદ વિધાનસભા બેઠક સહિત 14 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જેએલકેએમની બીજી યાદીમાં રાંચીના મંદારથી ગુરા ભગત, ધનબાદની […]

હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણીના પરિણામો રાજ્યસભાની સંખ્યાની ગણતરી બદલશે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના પરિણામોએ બધાને ચોંકાવી દીધા છે. એક તરફ હરિયાણામાં ભાજપે હેટ્રિક ફટકારી અને કોંગ્રેસને ફટકો પડ્યો, તો બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં ભગવા પાર્ટી વોટિંગ ટકાવારીની દૃષ્ટિએ નંબર વન પાર્ટી બની અને કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી. હરિયાણામાં ભાજપે 48 બેઠકો જીતી છે જ્યારે કોંગ્રેસને 37 બેઠકો મળી છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં ભાજપે 29 […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code