1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ઈન્ડિયન એરફોર્સને મળ્યું પ્રથમ સ્વદેશી ફાઈટર જેટ

નવી દિલ્હીઃ ભારતે વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરી છે, દેશને પ્રથમ સ્વદેશી લડાકુ વિમાન મળ્યું છે. ભારતના સ્વદેશી લડાકુ વિમાન તેજક Mk1A એ શુક્રવારે સફળ ઉડાન ભરી હતી. તેમજના સફળ પરીક્ષણ હિંદુસ્તાન એયરોનોટિક્સ લીમીડેટ(HAL)ની નાસીકની ફેક્ટરીમાં કરવામાં આવ્યું હતું. HALના LCA (લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ) માટે ત્રીજી પ્રોડક્શન લાઈન અને એચટીટી-40 ટ્રેનર વિમાનની બીજી પ્રોડક્શન લાઈનનું […]

બિહાર ચૂંટણીઃ કોંગ્રેસે 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે તેમજ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. હવે કોંગ્રેસે પણ બિહાર ચૂંટણીને લઈને 48 ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરી છે. પ્રદેશ કોંગ્રેસ કમિટના પ્રમુખ રાજેશ રામ કુટુમ્બા વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાન કદવા […]

ઉત્તરપ્રદેશમાં હવે ફાંદવાળા પોલીસ કર્મચારી જોવા નહીં મળે, ક્રિકેટરોની જેમ યો-યો ટેસ્ટ લેવાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશ પોલીસ હવે ફિટનેશના નવા માપદંડ સ્થાપિત કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે, પોલીસ ટ્રેનીંગ દરમિયાન જવાનોને ક્રિકેટરોની જેમ યો-યો ટેસ્ટ પાક કરવાની રહેશે.  આ ટેસ્ટ 1 નવેમ્બરથી પ્રદેશમાં તમામ 112 ટ્રેનિંગ સેન્ટર ઉપર શરૂ થશે. જેની શરૂઆત મુરાબાદ સ્થિત ડો.ભીમરાવ આંબેટકર પોલીસ એકેડમીથી થશે. આ પહેલનો હેતુ ઉત્તરપ્રદેશ […]

ભારતના EV અને બેટરી ઉદ્યોગમાં ઝડપી વિકાસથી ચિંતિત ચીને WTOમાં કરી ફરિયાદ

નવી દિલ્હીઃ ભારત છેલ્લા કેટલાક વર્ષોમાં ઈલેક્ટ્રિક વાહન (EV) અને બેટરી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરી રહ્યું છે. સરકારે આ ક્ષેત્રમાં સ્થાનિક ઉત્પાદન વધારવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે, જેના કારણે ભારત હવે વિશ્વના સૌથી મોટા ઈવી બજારોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. પરંતુ ભારતની આ વધતી સફળતા ચીનને રાસ આવી નથી અને તેણે […]

હવે ક્રિકેટનો રોમાંચ નેક્સ લેવલ ઉપર જશે, નવી ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ રમાશે

ક્રિકેટની દુનિયામાં વારંવાર નવા ફેરફારો જોવા મળે છે, પરંતુ આ વખતે એક બિલકુલ નવી ફોર્મેટ રજૂ થઈ છે, જે ક્રિકેટના રોમાંચને વધુ ઊંચાઈએ પહોંચાડશે. આ નવી ફોર્મેટનું નામ છે ‘ટેસ્ટ ટ્વેન્ટી’, જેનો હેતુ ટેસ્ટ ક્રિકેટની ગંભીરતા અને T20ના ઉત્સાહને એક સાથે જોડવાનો છે. આ ફોર્મેટ માટે વેસ્ટઇન્ડીઝના મહાન ખેલાડી સર ક્લાઇવ લોઇડ, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કપ્તાન […]

માલેગાંવમાંથી શંકાસ્પદ આતંકવાદી ઝડપાયો, દેશવિરોધી પ્રવૃતિઓમાં હતી સંડોવણી

મહારાષ્ટ્રમાં આતંકી નેટવર્ક ઉભુ કરવાનો પ્રયાસ કરતો હતો આતંકી આરોપીના મોબાઈલમાંથી મળ્યા મહત્વના પુરાવા પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા મુંબઈઃ મહારાષ્ટ્ર એટીએસ અને તેલંગાણા પોલીસે માલેગાવમાં શંકાસ્પદ આતંકવાદી તૌસીફની ધરપકડ કરી છે. તેની ઉપર વિદેશી આતંકવાદી સંગઠનો સાથે સંબંધ રાખવાનો અને મહારાષ્ટ્રમાં આતંકી નેટવર્ક ઉભુ કરવાનો આરોપ છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે દરજી કામની […]

NSE ખાતે સુરત મનપાના 200 કરોડના ગ્રીન બ્રોન્ડની રિંગિંગ સેરેમની યોજાઈ

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુંબઇ નેશનલ સ્ટોક એક્ષ્ચેજ ખાતે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બેલ રીંગિંગ કરીને મેયર દક્ષેશ માવાણીની ઉપસ્થિતિમાં લીસ્ટિંગ કરાવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાએ જારી કરેલા રૂ. 200 કરોડના ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ થકી ગ્રીન અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે લોકોને ભાગીદાર બનાવ્યા છે. સુરત મહાનગરપાલિકાના ગ્રીન બોન્ડનું 8 ગણું સબસ્ક્રિપ્શન […]

ભારતમાં એક દાયકામાં ખાદ્ય અનાજ ઉત્પાદનમાં લગભગ 90 મિલિયન ટનનો વધારો

ભારતની ખાદ્ય સુરક્ષા વ્યવસ્થાનો ઉદ્દેશ્ય 810 મિલિયન લોકોને સલામત અને પૌષ્ટિક ખોરાક પૂરો પાડવાનો છે. સરકારે વિશ્વ ખાદ્ય દિવસ 2025 નિમિત્તે આ વાત કહી. લોકોને સલામત, પૌષ્ટિક અને ટકાઉ ખોરાકના મહત્વ વિશે શિક્ષિત કરવા માટે દર વર્ષે 16 ઓક્ટોબરે વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ “વધુ સારા ખોરાક અને સારા ભવિષ્ય માટે […]

રાજનાથ સિંહે DRDOની સ્વદેશી પેરાશૂટ સિસ્ટમને ‘ઐતિહાસિક સિદ્ધિ’ ગણાવી

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) ને દેશના સંરક્ષણ આત્મનિર્ભરતા તરફ “ઐતિહાસિક સિદ્ધિ” ગણાવી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતા રાજનાથ સિંહે લખ્યું, “રાષ્ટ્ર માટે ગર્વની ક્ષણ! ભારતે DRDO દ્વારા વિકસિત સ્વદેશી લશ્કરી લડાઇ પેરાશૂટ સિસ્ટમ (MCPS) નો ઉપયોગ કરીને […]

છત્તીસગઢઃ હોસ્પિટલમાં HIV પીડિતાનું નામ જાહેર કરવા મુદ્દે હાઈકોર્ટે વ્યક્ત કરી નારાજગી

રાયપુર : છત્તીસગઢના રાયપુર સ્થિત ડૉ. ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં એચઆઈવી પોઝિટિવ મહિલાની ઓળખ જાહેર થવાના મામલે છત્તીસગઢ હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. અદાલતે આ ઘટનાને “અમાનવીય અને દર્દીની ગોપનીયતા તેમજ નૈતિક અધિકારનું ગંભીર ઉલ્લંઘન” ગણાવીને દોષિતો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. સાથે જ પીડિતાને રૂ. 2 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો છે. હોસ્પિટલના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code