1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

વડનગરમાં શનિવારથી બે દિવસનો તાના-રીરી મહોત્સવ યોજાશે

22 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહોત્સવનો શુભારંભ બે દિવસના કાર્યક્રમમાં સાંજે સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન અને લોકસંગીતના કાર્યક્રમો રજૂ કરશે ગાંધીનગર 21 નવેમ્બર, 2025: Tana-Riri festival Vadnagar ભારતીય શાસ્ત્રી ગીત-સંગીતના ટોચના કાર્યક્રમોમાં સ્થાન પામનાર તાના-રીરી મહોત્સવનો આવતીકાલે શનિવારે પ્રારંભ થશે. બે દિવસના આ સમારંભમાં ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગના શાસ્ત્રીય સંગીતના કલાકારો પરફોર્મન્સ આપશે. […]

30મો વિશ્વ ટીવી દિવસઃ એક જમાનામાં ઈડિયટ બૉક્સ તરીકે બદનામ થયેલા આ ઉપકરણે દુનિયામાં કેવું પરિવર્તન આણ્યું?

અલકેશ પટેલઃ અમદાવાદ, 21 નવેમ્બર, 2025: World Television Day  વર્તમાન સમયમાં જે સ્માર્ટફોનને કારણે પ્રત્યેક ઘરમાં ટેન્શન છે એવું જ ટેન્શન એક જમાનામાં ટેલિવિઝનને કારણે હતું. આજે જેમ સાવ નાનાં બાળકોથી લઈને યુવાનો અને અમુક કિસ્સામાં તો આધેડ વયના લોકોને પણ સ્માર્ટફોનનું વળગણ છૂટતું નથી એવી જ સ્થિતિ ખાસ કરીને ભારતમાં 1980ના દાયકા બાદ હતી. […]

ભારતે નાણાકીય વર્ષ 2024-25માં સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કર્યું

નવી દિલ્હીઃ ભારતે નાણાકીય વર્ષ 2024-25માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.54 લાખ કરોડનું સંરક્ષણ ઉત્પાદન હાંસલ કરીને આત્મનિર્ભર ભારતની તાકાત સાબિત કરી છે. કેન્દ્ર સરકારનું લક્ષ્ય ચાલુ નાણાકીય વર્ષમાં 1.75 લાખ કરોડ અને 2029 સુધીમાં 3 લાખ કરોડ સુધી પહોંચવાનું છે, જેથી ભારત વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર બની શકે. મુખ્ય સિદ્ધિઓ અને લક્ષ્યોપરિમાણવર્તમાન સિદ્ધિ/લક્ષ્યવધારો (2014-15ની તુલનામાં)નાણાકીય […]

તુર્કીના કારણે ભારતના અપાચે હેલિકોપ્ટરની ડિલીવરી અટકી

અમેરિકા તરફથી ભારત માટે મોકલાયેલા ત્રણ AH-64E અપાચે એટેક હેલિકોપ્ટર લાવતું એન્ટોનોફ An-124 કાર્ગોને વિમાન લંડન એરપોર્ટ પર લગભગ 8 દિવસ સુધી ક્લિયરન્સની રાહ જોઈને અંતે પાછું વળવું પડ્યું છે. તાજા અહેવાલો અનુસાર પાકિસ્તાનના વિનંતી બાદ તુર્કીએ પોતાના એર સ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નકારી, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. રિપોર્ટ અનુસાર બોઇંગ દ્વારા […]

IPL ને 6 મહિનાની લીગ બનાવવાની આ પૂર્વ ખેલાડીએ કરી માંગણી

ઓક્શન બંધ કરીને આખુ વર્ષ ટ્રેડ વિન્ડો ખુલ્લી રાખવી જોઈએઃ ઉથ્થપા આઈપીએલ દુનિયાની સૌથી મોટી લીગ છે અને વ્યાવસાયિક સ્તરે લઈ જવી જોઈએ મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગના 19મા સીઝન (IPL 2026) માટેનો મિની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે. ગયા વર્ષનું મેગા ઓક્શન બે દિવસ સુધી ચાલ્યું હતું, જ્યારે આ વખતે એક દિવસીય ઓક્શન રહેશે. […]

પ.બંગાળ: બાંગ્લાદેશી ધુસણખોરે સસરાના નામનો ઉપયોગ કરીને બનાવડાવ્યું મતદાર ઓળખકાર્ડ

કોલકાતાઃ ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલા બીજા તબક્કાના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દરમ્યાન પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી અંગે ગંભીર ચિંતાઓ ઊભી થઈ છે. આ પ્રક્રિયા દરમિયાન એક બાંગ્લાદેશી વ્યક્તિએ સ્વીકાર્યું છે કે ભારતીય મતદાર ઓળખપત્ર મેળવવા માટે તેણે પોતાના પિતાના નામની જગ્યાએ પોતાની પત્નીના પિતાનું નામ લખાવ્યું હતું. 35 વર્ષ પહેલાં ભારત આવેલો આ વ્યક્તિ, મોહમ્મદ […]

Video: અરવલ્લી જિલ્લામાં બે BLOની ઉદાહરણરૂપ કામગીરી, જિલ્લા કલેક્ટર દ્વારા સન્માન

મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત  ૩૦ દિવસની કામગીરી માત્ર ૧૦ અને ૧૧ દિવસમાં પૂર્ણ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા 2 BLOને સન્માનિત કરાયા અરવલ્લી, 20 નવેમ્બર, 2025ઃ two BLOs in Aravalli district honored by District Collector  એક તરફ SIRની કામગીરી દરમિયાન કેટલાક બીએલઓને મુશ્કેલી પડવાના, અમુક બીએલઓનાં કરુણ મૃત્યુ થવાના સમાચાર મળી રહ્યા છે તેવા સમયે […]

વર્લ્ડ હેરિટેજ વીકઃ AMC દ્વારા અત્યાર સુધીમાં 5500 થી વધુ હેરિટેજ વૉકનું આયોજન કરાયું

વૈશ્વિક સ્તરે પર્યટનને પ્રોત્સાહન આપવા શહેરનાં હેરિટેજનું બ્રાન્ડિંગ થશે યુનેસ્કો દ્વારા 8 જુલાઈ 2017ના રોજ અમદાવાદને ભારતના પ્રથમ ‘વર્લ્ડ હેરિટેજ સિટી’નો દરજ્જો આપવામાં આવ્યો અમદાવાદઃ 20 નવેમ્બર, 2025,  World Heritage Week વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત થતા શહેરમાં ફરી એકવાર તેના ગૌરવશાળી હેરિટેજની ઉજવણી શરૂ થઇ છે. 2017માં યુનેસ્કો દ્વારા ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે માન્યતા […]

દિલ્હી-NCR માં આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે દિલ્હી-એનસીઆર, મુંબઈ અને બેંગલુરુમાં ફેલાયેલા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક પકડી પાડ્યું છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ચારેય આરોપીઓ મોબાઇલ લેબોરેટરીમાં મેથામ્ફેટામાઇનનું ઉત્પાદન કરતા હતા, જેનો ટાર્ગેટ આંતરરાષ્ટ્રીય માર્કેટ અને ન્યૂ ઈયર પાર્ટીઓ હતો. સ્પેશિયલ સેલે ત્રણ આરોપીઓને દિલ્હીમાં અને એકને બેંગલુરુમાંથી પકડી પાડ્યો છે. પોલીસ દ્વારા જપ્ત કરવામાં […]

સુદાનમાં થઈ રહેલી હિંસાને લઈને ટ્રમ્પે વ્યક્ત કરી ચિંતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુદાનની હાલની ગંભીર પરિસ્થિતિ પર કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર જણાવ્યું કે, સુદાનમાં “ભયંકર અત્યાચાર” થઈ રહ્યા છે અને આ દેશ આજે “ધરતી પરનું સૌથી હિંસક સ્થાન” બની ગયુ છે. તેમણે કહ્યું કે, દેશમાં ખોરાક, સારવાર અને જીવન જરૂરિયાતોની ભારે અછત છે, જેના કારણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code