1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

કચ્છ: કોસ્ટ ગાર્ડે 9 પાકિસ્તાનીઓ સાથે એક શંકાસ્પદ બોટ ઝડપી

ભૂજ, 1 જાન્યુઆરી 2026: કચ્છની સંવેદનશીલ જળસીમામાં ભારતીય કોસ્ટ ગાર્ડ એ આજે એક મોટી કાર્યવાહી કરીને પાકિસ્તાની નાગરિકોની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક પેટ્રોલિંગ કરી રહેલા જવાનોએ એક શંકાસ્પદ પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે, જેમાં સવાર 9 પાકિસ્તાની નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આજે ગુરુવારે (15 જાન્યુઆરી) કોસ્ટ […]

બાંગ્લાદેશ ક્રિકેટમાં બળવો: ખેલાડીઓએ બોર્ડ સામે મોરચો ખોલ્યો

ઢાકા, 15 જાન્યુઆરી 2026: ટી20 વર્લ્ડ કપ 2026 માટે ભારત પ્રવાસ પર આવવાને બદલે સ્થળ બદલવાની જીદ કરી રહેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)માં મોટું ભંગાણ પડ્યું છે. સુરક્ષાના બહાના હેઠળ ભારત પ્રવાસનો વિરોધ કરી રહેલા બોર્ડ સામે હવે બાંગ્લાદેશના ખેલાડીઓએ જ યુદ્ધ છેડ્યું છે. BCB ફાઇનાન્સ કમિટીના અધ્યક્ષ નજમુલ ઈસ્લામના વિવાદાસ્પદ અને અપમાનજનક નિવેદનને કારણે […]

ભારતીય પાસપોર્ટની તાકાતમાં વધારો: ગ્લોબલ રેન્કિંગમાં 5 સ્થાનનો ઉછાળો

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. વર્ષ 2026માં ભારતીય પાસપોર્ટની ગ્લોબલ રેન્કિંગમાં પાંચ સ્થાનનો સુધારો જોવા મળ્યો છે. જાહેર કરાયેલા ‘હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ’ મુજબ, ભારત હવે વિશ્વમાં 80માં ક્રમે છે. આ ક્રમ પર ભારતની સાથે અલ્જીરિયા અને નાઈજર પણ સામેલ છે. નવા રેન્કિંગ બાદ હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના 55 […]

યુદ્ધનું સંકટઃ અમેરિકાનું આ શક્તિશાળી યુદ્ધજહાજ ઈરાન સરહદે તૈનાત થશે

વોશિંગ્ટન, 15 જાન્યુઆરી 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવને પગલે પેન્ટાગોને વિશ્વના સૌથી શક્તિશાળી યુદ્ધ સમૂહ પૈકીના એક ‘USS અબ્રાહમ લિંકન કેરિયર સ્ટ્રાઈક ગ્રુપ’ને મિડલ ઈસ્ટ (મધ્ય પૂર્વ) તરફ રી-ડાયરેક્ટ કર્યું છે. અગાઉ આ ગ્રુપ દક્ષિણ ચીન સાગરમાં તૈનાત હતું, પરંતુ બદલાતી પરિસ્થિતિને જોતા તેને ઈરાન સામે મોરચો સંભાળવા આદેશ અપાયો છે. ‘નિમિત્ઝ […]

અયોધ્યામાં મકર સંક્રાંતિની ભવ્ય ઉજવણી: રામલલાને અર્પણ કરાઈ પતંગ

અયોધ્યા, 15 જાન્યુઆરી, 2026: રામનગરી અયોધ્યામાં આજે મકર સંક્રાંતિનો પર્વ અત્યંત ભક્તિ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓએ પવિત્ર સરયૂ નદીમાં આસ્થાની ડૂબકી લગાવી હતી. કડકડતી ઠંડી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ ઓટ જોવા મળી નહોતી. સ્નાન બાદ શ્રદ્ધાળુઓએ તલ, ગોળ, વસ્ત્ર અને અન્નનું દાન કરી પુણ્ય અર્જિત કર્યું […]

I-PAC દરોડા પ્રકરણ: પશ્ચિમ બંગાળના DGPને સસ્પેન્ડ કરવાની સુપ્રીમ કોર્ટમાં માંગ

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: પશ્ચિમ બંગાળમાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ના ઓફિસ અને પ્રતીક જૈનના નિવાસસ્થાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી સર્ચ બાદ શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. ગુરુવારે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પી.કે. મિશ્રા અને જસ્ટિસ વિપુલ પંચોલીની બેન્ચે આ મામલે સુનાવણી કરતા કેન્દ્ર સરકાર અને સંબંધિત પક્ષોને નોટિસ ફટકારી […]

ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અતૂટ સંકલ્પનું પ્રતીક: PM મોદી

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026 : દેશ આજે ‘સેના દિવસ‘ની ઉજવણી કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સેનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, ભારતીય સેના નિઃસ્વાર્થ સેવા અને અપ્રતિમ સાહસનું પ્રતીક છે. સૌથી પડકારજનક પરિસ્થિતિઓમાં પણ આપણી સેના અતૂટ સંકલ્પ સાથે દેશની સુરક્ષા કરે છે. વડાપ્રધાને સોશિયલ મીડિયા ‘એક્સ’ પર પોસ્ટ દ્વારા જણાવ્યું […]

હિમાચલના સિરમૌરમાં અગ્નિકાંડ: એક જ પરિવારના 6 લોકો જીવતા ભૂંજાયા

નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ગત મધ્યરાત્રિએ એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. નૌહરાધાર વિસ્તારના તલાંગના ગામમાં એક મકાનમાં ભીષણ આગ લાગતા ત્રણ બાળકો સહિત કુલ 6 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ તમામ લોકો મકાનમાં જીવતા ભૂંજાયા હતા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યો છે. ડીસી સિરમૌર પ્રિયંકા વર્માએ […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવી મકર સંક્રાંતિની શુભકામનાઓ

નવી દિલ્હી, 14 જાન્યુઆરી 2026: દેશભરમાં આજે મકર સંક્રાંતિ અને ઉત્તરાયણના પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પાવન અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ દ્વારા દેશવાસીઓને મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ આ તહેવારને ભારતીય સંસ્કૃતિનું પ્રતીક ગણાવતા સૌના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખ-શાંતિની […]

મકરસંક્રાતિ પર્વઃ 15 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ ગંગાસગરમાં લગાવી આસ્થાની ડુબકી

લખનૌ, 14 જાન્યુઆરી 2026: મકરસંક્રાતિ પર્વ પર ગંગાસાગરમાં આજે બુધવારે સવારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આસ્થાની ડુબકી લગાવીને પુણ્ય એકત્ર કર્યું હતું. ત્રેતા યુગમાં સ્વર્ગથી ઉતરીને ગંગાએ સાગર તટ પર સ્થિત કપિલ મુનિના આશ્રમ પાસે ભસ્મ થયેલા રાજા સગરના 60 હજાર પુત્રોને સ્પર્શ કરીને મોક્ષ આપ્યો હતો. આ જ શુભ મૂહૂર્તમાં વર્ષોથી ગંગાસાગર સ્નાનની પરંપરા છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code