1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ડિલિવરી બોયઝની સુરક્ષા માટે મોટો નિર્ણય: 10 મિનિટની મર્યાદા હટી

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: દેશમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને ડિલિવરી પાર્ટનર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શ્રમ મંત્રાલયે ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ્સ દ્વારા કરવામાં આવતા ’10 મિનિટમાં ડિલિવરી’ના વચન પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક કરી […]

અમેરિકાની યુદ્ધની ધમકી સામે પણ ઈરાને ઝુકવાનો કર્યો ઈન્કાર

તહેરાન, 13 જાન્યુઆરી 2026: 28 ડિસેમ્બરથી ઈરાનમાં મોંઘવારી વિરુદ્ધ શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો દેશના સર્વોચ્ચ શાસક અલી ખામેનીને હટાવવા માટે આંદોલનમાં ફેરવાઈ ગયા છે. સમગ્ર ઈરાનમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળો દ્વારા ચલાવવામાં આવેલી ગોળીઓથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 2000 વિરોધીઓના મોત થયાના અહેવાલો છે. ખામેનીએ […]

સંસદની કાર્યવાહીમાં AI નો સમાવેશ: હવે 27 ભાષાઓમાં થશે પ્રસારણ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: નવા વર્ષમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાની વિશેષ પહેલથી સંસદની કાર્યવાહીનો સમગ્ર ઢાંચો બદલાવા જઈ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ઉપયોગ દ્વારા સંસદના પ્રસારણથી લઈને સાંસદોની સુવિધા સુધીના અનેક નવા પ્રયોગો હાથ ધરવામાં આવ્યા છે. આગામી વર્ષ સુધીમાં સંસદની કાર્યવાહીનું પ્રસારણ તમામ 27 માન્યતા પ્રાપ્ત ભાષાઓમાં કરવામાં આવશે, જે ભારતની […]

ટેકનોલોજીના યુગમાં ભારતની ગુપ્તચર પ્રણાલીમાં મોટા ફેરફારો અનિવાર્ય: ORF રિપોર્ટ

નવી દિલ્હી, 13 જાન્યુઆરી 2026: ભૂ-રાજકીય અસ્થિરતા અને ઝડપથી બદલાતી ટેકનોલોજીના કારણે વિશ્વની ગુપ્તચર વ્યવસ્થા હાલમાં પરિવર્તનના મોટા તબક્કામાંથી પસાર થઈ રહી છે. આવા સમયે ભારત માટે પોતાની ગુપ્તચર ક્ષમતાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવી અત્યંત આવશ્યક છે. ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ (ORF) ના તાજેતરના રિપોર્ટ ‘સ્વોર્ડ્સ એન્ડ શીલ્ડ્સ: નેવિગેટિંગ ધ મોડર્ન ઇન્ટેલિજન્સ લેન્ડસ્કેપ’ માં આ […]

ઈરાન સાથે વેપાર કરનારા દેશો પર અમેરિકાએ 25 ટકા ટેરિફ ઝીંક્યો

વોશિંગ્ટન, 13 જાન્યુઆરી 2026: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે અત્યંત આક્રમક વલણ અપનાવતા વૈશ્વિક સ્તરે હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે, ઈરાન સાથે વેપાર કરનારા કોઈપણ દેશે હવે અમેરિકા સાથેના વેપાર પર 25 ટકાનો વધારાનો ટેરિફ ચૂકવવો પડશે. આ આદેશનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે, જેનાથી ભારત […]

જો તમે પણ ઓછું પાણી પીવો છો, તો થઈ શકે છે કિડની સ્ટોન

આજના ભાગદોડભર્યા જીવનમાં કામના દબાણને કારણે અનેક લોકો દિવસભર પૂરતું પાણી પીવાનું ભૂલી જાય છે. ઘણાને એવું લાગે છે કે તરસ ન લાગે તો પાણી પીવાની જરૂર નથી, પરંતુ આ આદત અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. તબીબી નિષ્ણાતોના મતે, શરીરમાં પાણીની ઉણપ સીધી રીતે કિડની સ્ટોન (પથરી) થવાનું જોખમ વધારે છે. ઓછું પાણી પીવાથી […]

T20 વિશ્વકપની બાંગ્લાદેશની મેચનો મામલો ICC અને BCB વચ્ચેનોઃ BCCI

મુંબઈ, 12 જાન્યુઆરી 2026 : આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા વેન્યુને લઈને વિવાદ ઉભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ સુરક્ષાના કારણોસર ભારતમાં રમવા અંગે ખચકાટ અનુભવતા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને પત્ર લખીને વેન્યુ બદલવાની માંગ કરી છે. આ મામલે હવે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેક્રેટરી દેવજીત સાઈકિયાનું મહત્વનું નિવેદન […]

શિયાળાની કાતિલ ઠંડીમાં સુપરફૂડ સાબિત થશે આ દેશી ફૂડ

ગુજરાત સહિત ઉત્તર ભારતમાં તાપમાનનો પારો ગગડી રહ્યો છે. કડકતી ઠંડીની સાથે શરદી, ઉધરસ, સાંધાના દુખાવા અને નબળી રોગપ્રતિકારક શક્તિ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. આવામાં શરીરને અંદરથી ગરમ રાખવા અને નિરોગી રહેવા માટે આયુર્વેદિક અને દેશી આહાર રામબાણ ઈલાજ સાબિત થાય છે. નિષ્ણાતોના મતે શિયાળાના શ્રેષ્ઠ દેશી ફૂડ્સ જાણકારોના મતે, શિયાળામાં તલ, ગોળ, […]

મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલનું સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરાયું

મુંબઈ, 12 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના અહિલ્યા નગરમાં કેકે રેન્જમાં ફરતા લક્ષ્ય સામે DRDOની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરી, હૈદરાબાદ દ્વારા ત્રીજી પેઢીના ફાયર એન્ડ ફોરગેટ મેન પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ (MPATGM)નું સફળતાપૂર્વક ફ્લાઇટ-પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સ્વદેશી રીતે વિકસિત MPATGMમાં ઇમેજિંગ ઇન્ફ્રારેડ (IIR) હોમિંગ સીકર, ઓલ ઇલેક્ટ્રિક કંટ્રોલ એક્ટ્યુએશન સિસ્ટમ, ફાયર કંટ્રોલ સિસ્ટમ, ટેન્ડમ વોરહેડ, […]

નરેન્દ્ર મોદીઅને જર્મનીના ચાન્સલર વચ્ચે દ્વીપક્ષીય બેઠક યોજાઈ, મહત્વના કરાર થયાં

અમદાવાદ, 12 જાન્યુઆરી, 2026: ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સલર ફ્રેડિરક મર્જ વચ્ચે પાટનગર ગાંધીનીગરમાં દ્રીપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારત-જર્મની નજીકના સહયોગી છે. એટલા માટે જ આજે ભારતમાં 2000 કરતા વધારે જર્મન કંપની કાર્યરત છે. આ જર્મનીની ભારત પ્રત્યેની અતૂટ વિશ્વાસ દર્શાવે છે. વડાપ્રધાન નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code