1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ તાલીમ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો

નવી દિલ્હી, 8 જાન્યુઆરી 2026: ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીએ ભારતીય સશસ્ત્ર દળોની તાલીમને ભવિષ્યના પડકારો સાથે સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ વિઝન દસ્તાવેજ બહાર પાડ્યો છે. આર્મી, નેવી અને એરફોર્સ માટે સંયુક્ત રીતે તૈયાર કરાયેલ આ દસ્તાવેજ તાલીમ પ્રણાલીઓને વધુ આધુનિક, અસરકારક અને ભવિષ્યલક્ષી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઇન્ટિગ્રેટેડ ડિફેન્સ સ્ટાફ (IDS) દ્વારા […]

કચ્છના કાળા અડદિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા, જાણો ફાયદા

શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થતા જ ખાણી-પીણીના શોખીનો માટે કચ્છી વસાણાંની મોસમ ખીલી છે. કચ્છ તેની વિવિધતાસભર વાનગીઓ માટે જાણીતું છે, પરંતુ હાલમાં શિયાળાની સીઝનમાં કચ્છના કાળા અડદિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સ્વાસ્થ્યવર્ધક અને શક્તિવર્ધક એવા આ અડદિયા માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારે ડિમાન્ડ ધરાવે છે. ઔષધિઓનો ખજાનો અને […]

ભારત: ચાલુ વર્ષે GDP ગ્રોથ 7.4 ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: ભારતના અર્થતંત્ર માટે સારા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા નાણાકીય વર્ષમાં જોવા મળેલી આર્થિક નરમાઈ બાદ હવે ચાલુ નાણાકીય વર્ષમાં વિકાસ દર ફરી વેગ પકડે તેવી પ્રબળ શક્યતા છે. સરકારના તાજેતરના પૂર્વાનુમાન મુજબ, નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો જીડીપી (GDP) વૃદ્ધિ દર 7.4 ટકા રહી શકે છે, જે વર્ષ 2024-25માં 6.5 […]

દેશમાં કરોડપતિઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો, IT રિટર્નના આંકડામાં ખુલાસો

નવી દિલ્હી, 07 જાન્યુઆરી 2026: ભારતની અર્થવ્યવસ્થામાં આવકની અસમાનતા અને અમીર વર્ગની વધતી આવકનો એક મોટો ટ્રેન્ડ સામે આવ્યો છે. ઇન્કમ ટેક્સ ઇ-ફાઇલિંગ પોર્ટલના લેટેસ્ટ આંકડા મુજબ, નાણાકીય વર્ષ 2025-26 (FY26) માં રૂ. 1 કરોડથી વધુની વાર્ષિક આવક જાહેર કરનારા લોકોની સંખ્યામાં આશરે 22 ટકાનો જંગી વધારો નોંધાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, આ […]

સોમનાથ મંદિર પ્રત્યે સૌથી વધુ નફરત નેહરુને હતી: ભાજપે શું કહ્યું, જુઓ વીડિયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ મંદિરની મુલાકાતની જાહેરાત બાદ ગુજરાતનું પવિત્ર યાત્રાધામ સોમનાથ ફરી એકવાર દેશના રાજકારણના કેન્દ્રમાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુ પર આકરા પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે, તેઓ ક્યારેય ઈચ્છતા નહોતા કે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ થાય. ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ […]

10 લાખ યુવાનોને AI કૌશલ્યમાં તાલીમ અપાશેઃ અશ્વિની વૈષ્ણવ

જયપૂર, 7 જાન્યુઆરી 2026: રાજસ્થાન પ્રાદેશિક AI ઇમ્પેક્ટ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય અને રાજ્ય નેતૃત્વ, નીતિ નિર્માતાઓ, ઉદ્યોગ નેતાઓ, સ્ટાર્ટઅપ્સ અને શિક્ષણવિદોને શાસન, માળખાગત સુવિધા, નવીનતા અને કાર્યબળ વિકાસમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની પરિવર્તનશીલ ભૂમિકા પર ચર્ચા કરવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સ 15-20 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાનારી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટના પુરોગામી તરીકે […]

CM રેખા ગુપ્તાએ ભગતસિંહ અને કોંગ્રેસ મુદ્દે કરેલા નિવેદનથી વિવાદ સર્જાયો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પોતાના એક નિવેદનને કારણે વિવાદોના વમળમાં ફસાયા છે. મંગળવારે દિલ્હી વિધાનસભામાં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે શહીદ ભગત સિંહે ‘કોંગ્રેસ સરકાર’ વિરુદ્ધ બોમ્બ ફેંક્યો હતો. આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ વિપક્ષી દળોએ મુખ્યમંત્રીની ઐતિહાસિક જાણકારી પર આકરા પ્રહારો શરૂ કર્યા […]

એન્ટિબાયોટિક દવાઓ હવે અલગ રંગ કે કોડમાં દેખાશે, કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: એન્ટિબાયોટિક દવાઓના આડેધડ અને ખોટા વપરાશને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. સામાન્ય નાગરિકો સરળતાથી ઓળખી શકે કે તેઓ જે દવા લઈ રહ્યા છે તે એન્ટિબાયોટિક છે કે નહીં, તે માટે સરકાર દવાઓના પેકેજિંગ પર એક ખાસ ઓળખ પ્રણાલી લાવવાની યોજના બનાવી રહી છે. આ માટે સેન્ટ્રલ […]

ICC એ બાંગ્લાદેશની માંગ ફગાવી, ભારતમાં જ રમવી પડશે T20 વર્લ્ડ કપ 2026ની મેચો

નવી દિલ્હી, 7 જાન્યુઆરી 2026: આગામી T20 વર્લ્ડ કપ 2026ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા ICCએ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) દ્વારા કરવામાં આવેલી એક વિવાદાસ્પદ માંગને ફગાવી દીધી હોવાનું જાણવા મળે છે. બાંગ્લાદેશે સુરક્ષાના કારણો ધરીને પોતાની મેચો ભારતથી શ્રીલંકા શિફ્ટ કરવાની વિનંતી કરી હતી, જેને ICCએ સદંતર નકારી કાઢી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code