1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

સૂર્યાનું ખરાબ ફોર્મ જોઈ પોન્ટિંગ હેરાન: યાદવને આપી ખાસ સલાહ

મેલબોર્ન, 6 જાન્યુઆરી 2026: વચ્ચે થોડા જ દિવસોમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું ફોર્મ ચિંતાનો વિષય બન્યું છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે સૂર્યાના કથળતા ફોર્મ પર આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે તેને આ સંકટમાંથી બહાર આવવા માટે ગુપ્ત મંત્ર આપ્યો છે. વર્ષ 2025 સૂર્યકુમાર યાદવ માટે […]

દિલ્હી: મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં ભીષણ આગ, 3ના મોત

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના મજલિસ પાર્ક વિસ્તારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં આવેલા મેટ્રો સ્ટાફ ક્વાર્ટર્સમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા એક જ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમની નાની બાળકીનો સમાવેશ થાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દિલ્હી ફાયર સર્વિસને […]

બાંગ્લાદેશમાં હિન્દુ મહિલા ઉપર ત્રાસ ગુજારાયો, ગેંગરેપનો પણ આરોપ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: બાંગ્લાદેશમાં ઝેનૈદાહ જિલ્લાના કાલીગંજ ઉપ-જિલ્લામાં એક હિન્દુ મહિલાએ તેની પર ત્રાસ ગુજારવાનો અને સામૂહિક દૂષ્કર્મનો આરોપ લગાવ્યો છે. પોલીસે જણાવ્યું કે મહિલાએ 5 જાન્યુઆરીએ કાલીગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. આરોપીઓમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન ગઇકાલે સાંજે જેસોરના મોનીરામપુર ઉપજિલ્લામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા એક હિન્દુ વેપારીની જાહેરમાં […]

શેરબજારમાં મંદી, જ્યારે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારમાં પ્રોફિટ બુકિંગ અને વેચવાલીના કારણે ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાન સાથે બંધ રહ્યાં હતા. જ્યારે બીજી તરફ કિંમતી ધાતુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. બજારમાં આજે મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. મેટલ શેરોમાં સારી તેજી જોવા મળી હતી, જ્યારે ઓઈલ અને […]

ચોખાના ઉત્પાદનમાં ચીનને પછાડી ભારત બન્યું નંબર-1

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: કૃષિ ક્ષેત્રે ભારત માટે આજે ગર્વ લેવા જેવો દિવસ છે. ખાદ્ય સુરક્ષાના મામલે ભારતે એક મોટી છલાંગ લગાવી છે. પાડોશી દેશ ચીનને પાછળ છોડીને ભારત હવે વિશ્વમાં ચોખાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બની ગયો છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ ઐતિહાસિક સિદ્ધિની જાહેરાત કરતા જણાવ્યું કે, ભારત […]

મમતા બેનર્જીના રેલવે મંત્રી તરીકેના કાર્યકાળની નીતિ સામે NHRCની લાલ આંખ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026 : વર્ષ 2010માં જ્યારે મમતા બેનર્જી દેશના રેલ મંત્રી હતા, તે સમયની રેલવે કેટરિંગ નીતિ હવે કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ છે. આ નીતિમાં લઘુમતીઓ, ખાસ કરીને મુસ્લિમોને રેલવેના ખાન-પાનના સ્ટોલ અને કેન્ટીનના ટેન્ડરોમાં કથિત રીતે 9.5 ટકા અનામત આપવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (NHRC) એ રેલવે બોર્ડને નોટિસ […]

પાકિસ્તાનની મુશ્કેલીઓ વધશે, ચીનાબ નદી પરના 4 મેગા પ્રોજેક્ટ્સ યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા આદેશ

નવી દિલ્હી, 6 જાન્યુઆરી 2026: પહલગામ આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવતા ભારતે હવે ‘જળ સ્ટ્રાઈક’ની તૈયારીઓ તેજ કરી દીધી છે. સિંધુ જળ સંધિને સ્થગિત કર્યા બાદ, ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાં ચીનાબ નદી પર બની રહેલા ચાર મોટા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ કરવાના કડક આદેશ આપ્યા છે. આ પ્રોજેક્ટ્સ માત્ર વીજળી જ […]

UP: મતદાર યાદીમાંથી 2.88 કરોડના નામ કપાતા ખળભળાટ

લખનૌ, 6 જાન્યુઆરી, 2026: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે મંગળવારે નવી ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. આ નવી યાદી આવતાની સાથે જ યુપીના રાજકારણમાં ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે, કારણ કે આ પ્રક્રિયામાં અધધ 2 કરોડ 88 લાખ મતદારોના નામ યાદીમાંથી હટાવી દેવામાં […]

ગુજરાત પોલીસની GP-SMASH પહેલ: સોશિયલ મીડિયા દ્વારા નાગરિકોની ફરિયાદોનું ઘરે બેઠા ઝડપી નિરાકરણ

ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026 : ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકો સાથે સોશિયલ મીડિયા મારફતે કનેક્ટ થવા માટે ૦૧ માર્ચ, ૨૦૨૫ ના રોજ શરૂ કરાયેલી GP-SMASH (Gujarat Police – Social Media Monitoring, Analysis and Systematic Handling) પ્રોજેક્ટે છેલ્લા ૧૦ મહિનામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો દ્વારા રજૂ થતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code