1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

નવી દિલ્હીઃ ભારતે પોતાના વ્યૂહાત્મક એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષણ મંત્રાલય રશિયાની સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી લગભગ 300 નવી મિસાઇલ્સની ખરીદી માટે તૈયાર થઈ રહ્યું છે. આ નિર્ણય મે 2025માં થયેલા ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400ના ભારે ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરીદીનો કુલ ખર્ચ […]

રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન 4-5 ડિસેમ્બરે ભારત આવશે

નવી દિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના ભારત પ્રવાસની તારીખો નિશ્ચિત થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે, પુતિન 4 અને 5 ડિસેમ્બરના રોજ ભારતના ઔપચારિક પ્રવાસે આવશે. આ દરમ્યાન તેઓ 23મી ભારત–રશિયા વાર્ષિક શિખર બેઠક (Annual Summit)માં હાજરી આપશે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, પુતિન 4 ડિસેમ્બરે ભારતમાં આવશે અને એ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર […]

આતંકવાદનો કોઈ ધર્મ નથી, એવો મિથ હવે તૂટી ગયો છેઃ રામ માધવ

નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વરિષ્ઠ નેતા અને ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે દિલ્હીનાં લાલ કિલ્લા ખાતે થયેલા બોમ્બ વિસ્ફોટ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આ ઘટનાએ એ મિથ તોડી નાખ્યો છે કે આતંકવાદનો કોઈ ધર્મ નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, “વિશ્વમાં લાંબા સમયથી આ વાત ફેલાવવામાં આવી કે શિક્ષણનો આતંકવાદ […]

અમદાવાદમાં બનશે દેશનું પહેલું 16 માળનું સુપર-મોડર્ન રેલવે સ્ટેશન, જાણો તેની ખાસિયત

ગાંધીનગરઃ ભારતમાં પહેલી વાર એવુ રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યો છે, જે 16 માળનું હશે અને અહીંથી ટ્રેન જ નહીં, પરંતુ બસ, મેટ્રો અને ભવિષ્યની બુલેટ ટ્રેન સુધીની તમામ સેવાઓ એક જ સ્થળેથી ઉપલબ્ધ થશે. આ સ્ટેશનની અંદર મોલ, ઓફિસ, હોટેલ અને ગાર્ડન જેવી સુવિધાઓ પણ હશે. આ પ્રોજેક્ટ દેશના પરિવહન ક્ષેત્રમાં ઐતિહાસિક પરિવર્તન લાવવાનો […]

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ

30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય મહોત્સવમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો સંગમ રચાશે જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકર, સુપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક શ્રી અભિજાત જોશી તથા સ્વરકાર શ્રી અમર ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણ દવેને શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી […]

અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી

અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૫: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.૮૨૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે. પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે પાકિસ્તાનની સરહદ સાથે લાગતા દક્ષિણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના વિશાળ સૈન્ય અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. NOTAM મુજબ એરસ્પેસનું રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારમાં લાગૂ કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચીના એરસ્પેસ રૂટ્સની નજીક આવે છે. આ […]

અફગાનિસ્તાનનો પાકિસ્તાનને જવાબ: ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણે ડ્રોનથી હુમલો

પાકિસ્તાન દ્વારા ટીટીપી પર ડ્રોન અને ફાઇટર જેટથી કરવામાં આવેલા હુમલાઓ બાદ અફગાનિસ્તાનએ હવે પાકિસ્તાનને સીધી ચેતવણી જેવી કાર્યવાહી કરી છે. તાલિબાન-સમર્થિત મીડિયા રિપોર્ટ મુજબ, બુધવાર સાંજના સમયે બે અજ્ઞાત ડ્રોનોએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હુમલા સમયે ISISના અનેક ટોચના કમાન્ડર હાજર હતા, જેમાં અબ્ડુલ હકીમ […]

મણિપુરઃ ચુરાચંદપુરમાંથી 40 Kg વિસ્ફોટકો સાથે લોંગ રેન્જ રોકેટ જપ્ત

નવી દિલ્હીઃ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષાદળોએ વિશાળ શોધખોળ અભિયાન દરમિયાન લગભગ 40 કિગ્રા વિસ્ફોટકોથી ભરેલું લોંગ રેન્જ રોકેટ જપ્ત કર્યું છે. આ સાથે રોકેટ લોન્ચિંગ સ્ટેન્ડ, બેટરી પેક અને પાંચ બોરી રેતી પણ મળી આવી છે, જેને કારણે વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ છે. અધિકારીઓ અનુસાર, જપ્ત કરાયેલ આ રોકેટ અત્યાર સુધીનું સુરક્ષાદળોનું સૌથી મોટું ઓપરેશનલ […]

ભારત નવીનતા-આધારિત ફાર્મા પાવર બનવા માટે મજબૂત સ્થિતિમાં: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ના જોઇન્ટ ડ્રગ કંટ્રોલર ડૉ. આર. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં “વિશ્વની ફાર્મસી” થી નવીનતા-આધારિત ફાર્મા પાવર બનવા માટે મજબૂત સ્થિતિમાં છે. તેઓ 25 થી 27 નવેમ્બર દરમિયાન ગ્રેટર નોઇડામાં આયોજિત 18મા CPHI અને PMEC ઇન્ડિયા ઇવેન્ટમાં બોલી રહ્યા હતા. ડૉ. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code