1. Home
  2. ગુજરાતી
  3. મહત્વની
  4. મહત્વની વાતો

મહત્વની વાતો

ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના 40 વર્ષ નિમિત્તે ઊજવાશે વિશ્વસંસ્કૃતિપર્વ મહોત્સવ

30 નવેમ્બરથી 6 ડિસેમ્બર દરમિયાન યોજાનારા સાત દિવસીય મહોત્સવમાં ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને કલાનો સંગમ રચાશે જાણીતા અભિનેતા શ્રી અમોલ પાલેકર, સુપ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી અશોક વાજપેયી, વિખ્યાત પટકથાલેખક શ્રી અભિજાત જોશી તથા સ્વરકાર શ્રી અમર ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે વિવિધ સાહિત્યિક-સાંસ્કૃતિક કાર્યક્રમો મહોત્સવ દરમિયાન લોકભારતી યુનિવર્સિટીના ચાન્સેલર શ્રી અરુણ દવેને શ્રી ચીનુભાઈ આર. શાહ જીવનશિલ્પી […]

અદાણી ડિફેન્સે પાઇલટ તાલીમ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ભારતની અગ્રણી ફ્લાઇટ તાલીમ કંપની FSTC રુ.૮૨૦ કરોડમાં ખરીદી

અમદાવાદ, ૨૭ નવેમ્બર ૨૦૨૫: અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિ. (ADSTL) એ પ્રાઇમ એરો સર્વિસીસ LLP સાથે મળીને, ભારતની સૌથી મોટી સ્વતંત્ર ફ્લાઇટ તાલીમ અને સિમ્યુલેશન કંપની, ફ્લાઇટ સિમ્યુલેશન ટેકનિક સેન્ટર પ્રાઇવેટ લિ. (FSTC)માં રુ.૮૨૦ કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં બહુમતી હિસ્સો ખરીદવા સંબંધી કરારોને આખરી ઓપ આપ્યો છે. પાઇલટને કોમર્શિયલ પાઇલટ લાઇસન્સથી લઈને ટાઇપ રેટિંગ, રિકરન્ટ […]

ભારત-પાકિસ્તાન સરહદ પાસે એરફોર્સની મિલિટરી ડ્રિલ: 3 થી 6 ડિસેમ્બર સુધી એરસ્પેસ બંધ

નવી દિલ્હીઃ ભારત સરકારે પાકિસ્તાનની સરહદ સાથે લાગતા દક્ષિણ વિસ્તારમાં ભારતીય વાયુસેનાના વિશાળ સૈન્ય અભ્યાસ માટે NOTAM જાહેર કર્યું છે. આ અભ્યાસ 3 ડિસેમ્બરથી 6 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. NOTAM મુજબ એરસ્પેસનું રિઝર્વેશન રાજસ્થાનના જોધપુર અને બાડમેર વિસ્તારમાં લાગૂ કરવામાં આવ્યું છે, જે પાકિસ્તાનના રહીમ યાર ખાન અને કરાચીના એરસ્પેસ રૂટ્સની નજીક આવે છે. આ […]

અફગાનિસ્તાનનો પાકિસ્તાનને જવાબ: ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણે ડ્રોનથી હુમલો

પાકિસ્તાન દ્વારા ટીટીપી પર ડ્રોન અને ફાઇટર જેટથી કરવામાં આવેલા હુમલાઓ બાદ અફગાનિસ્તાનએ હવે પાકિસ્તાનને સીધી ચેતવણી જેવી કાર્યવાહી કરી છે. તાલિબાન-સમર્થિત મીડિયા રિપોર્ટ મુજબ, બુધવાર સાંજના સમયે બે અજ્ઞાત ડ્રોનોએ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના ખૈબર જિલ્લામાં ISISના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. હુમલા સમયે ISISના અનેક ટોચના કમાન્ડર હાજર હતા, જેમાં અબ્ડુલ હકીમ […]

મણિપુરઃ ચુરાચંદપુરમાંથી 40 Kg વિસ્ફોટકો સાથે લોંગ રેન્જ રોકેટ જપ્ત

નવી દિલ્હીઃ મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સુરક્ષાદળોએ વિશાળ શોધખોળ અભિયાન દરમિયાન લગભગ 40 કિગ્રા વિસ્ફોટકોથી ભરેલું લોંગ રેન્જ રોકેટ જપ્ત કર્યું છે. આ સાથે રોકેટ લોન્ચિંગ સ્ટેન્ડ, બેટરી પેક અને પાંચ બોરી રેતી પણ મળી આવી છે, જેને કારણે વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ છે. અધિકારીઓ અનુસાર, જપ્ત કરાયેલ આ રોકેટ અત્યાર સુધીનું સુરક્ષાદળોનું સૌથી મોટું ઓપરેશનલ […]

ભારત નવીનતા-આધારિત ફાર્મા પાવર બનવા માટે મજબૂત સ્થિતિમાં: સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન

નવી દિલ્હીઃ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ના જોઇન્ટ ડ્રગ કંટ્રોલર ડૉ. આર. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં “વિશ્વની ફાર્મસી” થી નવીનતા-આધારિત ફાર્મા પાવર બનવા માટે મજબૂત સ્થિતિમાં છે. તેઓ 25 થી 27 નવેમ્બર દરમિયાન ગ્રેટર નોઇડામાં આયોજિત 18મા CPHI અને PMEC ઇન્ડિયા ઇવેન્ટમાં બોલી રહ્યા હતા. ડૉ. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે […]

અમદાવાદ એરપોર્ટ પર નવા પેરેલલ ટેક્સીવેથી કાર્યક્ષમતામાં વધારો થશે

અમદાવાદ, ૨૬ નવેમ્બર 2025: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (AIAL) સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટે (SVPIA) બે કોડ C પેરેલલ ટેક્સીવે – રોમિયો (R) અને રોમિયો 1 (R1) નું કમિશનિંગ કરી મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ટેક્સી વે R ​​અને ટેક્સીવે R1 એરપોર્ટની કાર્યક્ષમતા અને સલામતી અને રનવેની ક્ષમતામાં વધારો કરશે. SVPIA વર્લ્ડક્લાસ એરપોર્ટ બનાવવા […]

સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક MRO હબ બનવામાં મદદ કરશે: PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર GMR એરોસ્પેસ અને ઇન્ડસ્ટ્રિયલ પાર્ક – SEZમાં સ્થિત Safran Aircraft Engine Services India (SAESI) સુવિધાનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ અવસર પર  પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આજથી, ભારતનું ઉડ્ડયન ક્ષેત્ર એક નવી છલાંગ લગાવી રહ્યું છે. સફ્રાનની નવી સુવિધા ભારતને વૈશ્વિક જાળવણી, […]

ભારત દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી મેચ હાર્યુ, દક્ષિણ આફ્રિકાએ સીરિઝ જીતી

નવી દિલ્હીઃ ગુવાહાટી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમને જીતવા માટે 549 રનની જરૂર હતી પરંતુ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે પાંચમા દિવસની શરૂઆત 27 રનમાં 2 વિકેટે કરી હતી. દક્ષિણ આફ્રિકાના સ્પિનર ​​સિમોન હાર્મર સામે ભારતીય બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. ટીમે સતત […]

ઓનલાઇન રિયલ-મની ગેમિંગ રાષ્ટ્ર સુરક્ષા માટે સૌથી મોટો ખતરો: કેન્દ્ર સરકારે

નવી દિલ્હી: ઓનલાઈન રિયલ-મની ગેમિંગ મામલે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે એફિડેવીટ દાખલ કરીને સ્પષ્ટ કર્યું છે કે ઓનલાઇન રિયલ-મની ગેમિંગ પર પ્રતિબંધ માત્ર લત અથવા આર્થિક નુકસાનની સાથે સાથે રાષ્ટ્રીય સુરક્ષા મામલે ઉભા થયેલા ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવ્યો છે. સરકારના જણાવ્યા મુજબ, અનિયંત્રિત ઓનલાઇન ગેમિંગ પ્લેટફોર્મ્સ ટેરર ફંડિંગ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code