1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

જયપુર-આગ્રા હાઇવે પર અકસ્માતમાં એક પરિવારના ચાર સભ્યોના મોત

નવી દિલ્હીઃ રોહતકના ખેડી સાધમાં રહેતા એક પરિવારના ચાર સભ્યો મહેંદીપુર બાલાજીથી પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ પામ્યો છે. ઘટનાની માહિતી મળ્યા બાદ, પરિવારના સભ્યો ગામમાંથી પાંચ વાહનોમાં રાજસ્થાન જવા રવાના થયા હતા. IMT પોલીસ સ્ટેશને જણાવ્યું કે ખેડી સાધ ગામની રહેવાસી પ્રમિલા (ઉ.વ 46) તેમના પુત્ર દિપાંશુ (ઉ.વ 21), પુત્રી સાક્ષી (ઉ.વ. 17) અને […]

પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય વાહન ઉપર આતંકવાદીઓનો હુમલો, 13 જવાનના મોત

આતંકવાદને પ્રોત્સાહન આપનાર પાકિસ્તાનમાં હવે આતંકવાદીઓ ભાંગફોડની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. દરમિયાન આજે ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતમાં સૈન્ય કાફલા ઉપર આતંકવાદીઓ હુમલો કર્યો હતો. જેમાં 13 પાકિસ્તાની જવાનના મોત થયાનું જાણવા મળે છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન સ્થિત ખડ્ડી વિસ્તારમાં શનિવારે એક આત્મઘાતી હુમલાખોરે સૈન્ય કાફલાને નિશાનો બનાવીને બોમ્બથી ભરેલી ગાડીથી સૈન્યના વાહનને […]

પુરીમાં ભગવાન જગન્નાથજીના અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને પરિવારે દર્શન કર્યાં, મહાપ્રસાદમાં સેવા આપી

પુરીઃ ઓડિશાના પુરી ખાતે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની પ્રીતિબેન અદાણી તથા પુત્ર કરણ અદાણી પહોંચ્યાં હતા. તેમજ ભગવાન જગન્નાથજીની પુજા કરી હતી. તેમજ ભગવાનના રથને પ્રણામ કરીને તથા રથને ટચ કરીને ભગવાનના આર્શિવાદ લીધા હતા. જે બાદ તેમણે ઈસ્કોનના રસોડામાં જઈને મહાપ્રસાદ સેવામાં ભાગ લીધો હતો. અદાણી ગ્રુપના ચેરમેનની ઈશ્વરમાં આસ્થાનો અંદાજ […]

ઉત્તર કોરિયામાં ચોખા અને ડોલર ભરેલી બોટલ મોકલવાનો પ્રયાસ કરનાર 6 અમેરિકનોની ધરપકડ

દક્ષિણ કોરિયાની પોલીસે 6 અમેરિકન નાગરિકોની ધરપકડ કરી. આ લોકોએ 1 ડોલરની નોટો અને બાઈબલ ભરેલી હજારો પ્લાસ્ટિક બોટલો ઉત્તર કોરિયા મોકલવાનો પ્રયાસ કર્યો. તેઓ આ બોટલો પ્રતિબંધિત સરહદી વિસ્તાર નજીક સમુદ્ર દ્વારા છોડી દેવા માંગતા હતા. સિઓલથી લગભગ 50 કિલોમીટર દૂર ગાંગવા ટાપુના પ્રતિબંધિત વિસ્તારમાંથી 20 થી 50 વર્ષની વયના અમેરિકન નાગરિકોએ લગભગ 1,300 […]

ડોનાલ્ડ ટ્રમ્પના જન્મજાત નાગરિકત્વના આદેશ પર રોક નહીં લગાવી શકે જજ

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બીજા કાર્યકાળના પહેલા જ દિવસે એક મોટા એક્ઝીક્યુટિવ ઑર્ડરને સાઇન કર્યો હતો. જેમાં કહેવાયું હતું કે, અમેરિકામાં જન્મ લેનારા બાળકોને નાગરિકતા નહીં મળે, જેના માતા-પિતામાંથી કોઈપણ એકને અમેરિકાના નાગરિક અથવા લીગલ પર્માનેન્ટ રેજિડેન્ટ (ગ્રીન કાર્ડ હોલ્ડર) નથી. તેનો મતલબ છે કે અમેરિકામાં જન્મના આધાર પર કોઈને ઓટોમેટિકલી નાગરિકતા નહીં મળે. […]

ભારતીયોના સુરક્ષિત સ્થળાંતર બદલ ભારતે ઈરાનનો આભાર વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ અબ્બાસ અરાઘચી સાથે ફોન પર કરી વાત. તેમણે ઈરાનના દ્રષ્ટિકોણ અને વિચારસરણી શેર કરવા બદલ અરાઘચીની પ્રશંસા કરી અને ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતરમાં સહાય પૂરી પાડવા બદલ પશ્ચિમ એશિયાઈ દેશનો આભાર માન્યો. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે આ વાતચીત થઈ, જ્યાં પ્રાદેશિક સંઘર્ષો અને જટિલ ભૂ-રાજકીય […]

ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરાઈ

નવી દિલ્હીઃ બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) આતંકવાદીઓ દ્વારા ગુરદાસપુર પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલા કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે, જેમાંથી ત્રણ ફરાર છે. પંજાબના ગુરદાસપુર જિલ્લાના બટાલામાં ઘાનીના બાંગર પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી BKI કાર્યકર્તાઓ હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયા અને ગુરપ્રીત ઉર્ફે ગોપી […]

ઓપરેશન સિંધુ : 4415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા

નવી દિલ્હીઃ અત્યાર સુધીમાં ઓપરેશન સિંધુ હેઠળ 4 હજાર 415 ભારતીય નાગરિકોને દેશમાં પાછા લાવવામાં આવ્યા છે. ઈરાનથી 3 હજાર 597 અને ઇઝરાયલથી 818 લોકોને ખાસ વિમાનો મારફતે દેશમાં પાછા લાવવામાં આવ્યા હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે 14 OCI કાર્ડધારકો, 9 નેપાળી નાગરિકો, 4 શ્રીલંકન નાગરિકો અને એક ભારતીય નાગરિકને પણ ઈરાનથી સુરક્ષિત રીતે […]

પુરીમાં રથયાત્રાનો બીજો દિવસઃ ભગવાન જગન્નાથ તેમની માસીના ઘરે જવા રવાના

નવી દિલ્હીઃ આજે ઓડિશાના પુરીમાં મહાપ્રભુ જગન્નાથ ઉત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. શુક્રવારે જય જગન્નાથના ઉદષોશ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો. તેમાં હજારો ભક્તોએ ભાગ લીધો. ભગવાન જગન્નાથ અને તેમના ભાઈ-બહેનોના રથને મંદિરથી શ્રી ગુંડિચા મંદિર સુધી ખેંચવાનું શરું કરાયું. વિશ્વ પ્રખ્યાત ધાર્મિક શહેર પુરીમાં જગન્નાથ મહોત્સવ રથયાત્રાનો બીજો દિવસ છે. આ રથયાત્રા આગામી મુકામ માટે […]

નરેન્દ્ર મોદી ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની મુલાકાતે જશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતા મહિને ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયાની આઠ દિવસની મુલાકાતે જશે. પીએમ મોદી આવતા મહિને 2-3 દરમિયાન ઘાનાની મુલાકાત લેશે. પ્રધાનમંત્રીની ઘાનાની આ પહેલી મુલાકાત હશે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ઘાનાના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરશે. બંને દેશો મજબૂત દ્વિપક્ષીય ભાગીદારીની સમીક્ષા કરશે અને આર્થિક, ઉર્જા અને સંરક્ષણ સહયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code