1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

કૃષિ યુનિવર્સિટીઓમાં 20% અંડરગ્રેજ્યુએટ બેઠકો ICAR અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરાશે: શિવરાજસિંહ ચૌહાણ

કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણે દેશમાં કૃષિ શિક્ષણ સંબંધિત ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવીને કૃષિ વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાને નોંધપાત્ર રાહત આપી છે. હવે, કૃષિ યુનિવર્સિટીઓમાં 20% અંડરગ્રેજ્યુએટ બેઠકો ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR) દ્વારા આયોજિત અખિલ ભારતીય સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા ભરવામાં આવશે. “એક રાષ્ટ્ર, એક કૃષિ, એક ટીમ”ની ભાવનાને […]

પ્રધાનમંત્રીએ શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને ભારતના સ્વતંત્રતા સંગ્રામ પ્રત્યેના તેમના અતૂટ સમર્પણને યાદ કર્યું હતું. X પરની એક પોસ્ટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, “દરેક દેશવાસીઓ વતી ભારત માતાના કર્મઠ સપૂત શ્યામજી કૃષ્ણ વર્માને તેમની જન્મજયંતિ પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ. સ્વતંત્રતા ચળવળમાં તેમની હિંમત, સમર્પણ […]

દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં રૂ. 50 હજાર કરોડને પાર થશેઃ રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશની સંરક્ષણ નિકાસ 2029 સુધીમાં 50 હજાર કરોડ રૂપિયાને પાર કરશે જે હાલના 24 હજાર કરોડ રૂપિયા છે. હૈદરાબાદમાં ત્રણ દિવસીય જૈન આંતરરાષ્ટ્રીય વેપાર સંગઠન – JITO કનેક્ટ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે આ મુજબ જણાવ્યુ. મંત્રીશ્રીએ ઉમેર્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમથી સંરક્ષણ પ્રણાલીઓમાં સ્વદેશી ભાગોનો ઉપયોગ […]

નવરાત્રિમાં ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ થયું

નવી દિલ્હીઃ નવરાત્રિ દરમિયાન ભારતના ગ્રાહક અર્થતંત્રમાં છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે. વેચાણમાં આ વધારો સરકારના આગામી પેઢીના વસ્તુ અને સેવા કરમાં સુધારાને કારણે છે. આ પગલાંથી કિંમતો ઓછી થઈ છે, પરંતુ ગ્રાહકોની આકાંક્ષાઓમાં પણ વધારો થયો છે. આનાથી લોકોને નવા વાહનો ખરીદવા, ઘરગથ્થુ ઉપકરણોમાં રોકાણ કરવા અને જીવનશૈલીના સામાન પર […]

ભારતના યુવા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20 રેન્કિંગ્સમાં ઇતિહાસ રચ્યો

નવી દિલ્હીઃ ભારતના યુવા સ્ટાર બેટ્સમેન અભિષેક શર્માએ ICC T20 રેન્કિંગ્સમાં ઇતિહાસ રચ્યો છે. અભિષેક સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સ મેળવનાર બેટ્સમેન બની ગયા છે. આ સાથે જ, પાકિસ્તાનના સઈમ અયૂબે હાર્દિક પંડ્યાની T20 ઓલરાઉન્ડરની ‘બાદશાહત’ સમાપ્ત કરી દીધી છે. 25 વર્ષીય અભિષેક શર્માએ અત્યાર સુધીની સર્વોચ્ચ રેટિંગ (931) હાંસલ કરીને લગભગ પાંચ વર્ષ જૂનો રેકોર્ડ […]

વિશ્વ પેરા એથ્લેટિક્સ: નિષાદ કુમાર અને સિમરને જીત્યો સુવર્ણ પદક

નવી દિલ્હીઃ જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં ચાલેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં શુક્રવારે નિષાદ કુમાર અને સિમરને સુવર્ણ પદક જીત્યો. નિષાદ કુમારે પુરુષોની ઊંચી કૂદ T47 અને સિમરને મહિલાઓની 100 મીટર T12 સ્પર્ધામાં સુવર્ણ પદક હાંસલ કર્યો છે. જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં ચાલેલી વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં શુક્રવારે નિષાદ કુમાર […]

હમાસના પ્રતિનિધિઓ પાકિસ્તાનની ધરતી પર મુક્તપણે સક્રિય, રિપોર્ટમાં દાવો

ઓસામા બિન લાદેન જેવા આતંકવાદીઓને આશ્રય આપનાર પાકિસ્તાન ફરી એકવાર વૈશ્વિક સુરક્ષા માટે જોખમ બની રહ્યું છે. હવે તે આતંકવાદી સંગઠન હમાસને આશ્રય અને સહાય આપીને, પોતાને આતંકવાદ વિરોધી સહયોગી તરીકે રજૂ કરતો બેવડો ખેલ ખેલી રહ્યો છે. બાંગ્લાદેશના અગ્રણી મીડિયા સંસ્થાન ‘બ્લિટ્ઝ’ના રિપોર્ટ અનુસાર, “પાકિસ્તાન લાંબા સમયથી બેવડા ચારિત્ર્યની નીતિમાં માહેર રહ્યું છે, એક […]

સંઘર્ષ રોકવા હમાસ તૈયાર, PM મોદીએ ટ્રમ્પના પ્રયાસની પ્રશંસા કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રશંસા કરી છે. તેમણે સોશિયલ મીડિયા ‘એક્સ’ પર એક પોસ્ટમાં લખ્યું, “ગાઝામાં શાંતિના પ્રયાસોમાં નિર્ણાયક પ્રગતિ માટે અમે રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વનું સ્વાગત કરીએ છીએ. બંધકોની મુક્તિના સંકેતો એક મહત્ત્વપૂર્ણ પગલું છે.” છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા યુદ્ધ પછી હવે ગાઝાના વિસ્તારમાં શાંતિ પુનઃસ્થાપિત થવાની આશા વધી […]

POK માં પાકિસ્તાનના દમનકારી અભિગમનું કુદરતી પરિણામઃ ભારત

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK) માં થયેલા વિશાળ વિરોધ પ્રદર્શનોને “પાકિસ્તાનના દમનકારી અભિગમ અને આ વિસ્તારોમાં સંસાધનોની સંગઠિત લૂંટનું કુદરતી પરિણામ” ગણાવ્યું હતું. નવી દિલ્હીમાં સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “અમે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનોના અહેવાલો જોયા છે, […]

ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સ 448/5ના સ્કોર પર ડિક્લેર કરી

અમદાવાદઃ ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે અમદાવાદમાં ચાલી રહેલી પ્રથમ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સ 448/5ના સ્કોર પર ડિક્લેર કરી દીધી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સના આધારે 286 રનની મજબૂત લીડ મેળવી છે. ત્રીજા દિવસની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ સાથે થઈ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code