1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનના એરબેઝના 3 હેંગરો ઉપર હુમલા કર્યાં હતા, 4-5 એરક્રાફ્ટને નુકશાન પહોંચાડ્યું

નવી દિલ્હી: ભારતીય વાયુસેના પ્રમુખ એયર ચીફ માર્શલ અમરપ્રીત સિંહએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઓપરેશન સિન્દૂર દરમ્યાન ભારતે પાકિસ્તાનમાં આવેલા એક એરબેસના ત્રણ હેંગારોને નિશાન બનાવ્યો હતો જેમાં આશરે 4‑5 એરક્રાફ્ટ માટે નુકસાન પહોંચ્યું હતું. જે પૈકી એક F‑16નો પણ સમાવેશ થાય છે. તેમના જણાવ્યા મુજબ હેંગરોમાં કેટલાક સર્વિલન્સ વિમાનો પણ હતા. આ કાર્યકારી કાર્ય […]

વિશ્વના આર્થિક ઝટકાઓ સામે ભારતની સ્થિતિ મજબૂત : નિર્મલા સીતારમણ

નવી દિલ્હી : નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમમાં જણાવ્યું કે, દુનિયાની અર્થવ્યવસ્થા મોટા પરિવર્તનોમાંથી પસાર થઈ રહી હોવા છતાં ભારત મજબૂત સ્થિતિમાં છે અને વૈશ્વિક આંચકા સહન કરવાની ક્ષમતા ધરાવે છે. કૌટિલ્ય આર્થિક પરિષદ 2025માં પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, “વિશ્વના અનેક દેશો અનિશ્ચિતતા, વેપાર તથા નાણાકીય અસંતુલન અને ઊર્જા સંકટનો સામનો કરી રહ્યા છે. […]

પાકિસ્તાનના પેશાવરમાં બોમ્બ વિસ્ફોટમાં 9ના મોત, 4 પોલીસ અધિકારી ઘાયલ

પાકિસ્તાનના પેશાવર શહેરમાં ફરી એકવાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 9 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 4 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. સ્થાનિક મીડિયા મુજબ, પેશાવર કેપિટલ સિટી પોલીસ ઓફિસર મિયા સઈદએ ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું […]

ભારતને ‘સામાજિક સુરક્ષામાં ઉત્કૃષ્ટ સિદ્ધિ’ માટે પ્રતિષ્ઠિત ISSA એવોર્ડ 2025 એનાયત કરવામાં આવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા માન્યતા પ્રાપ્ત 940 મિલિયનથી વધુ નાગરિકોને આવરી લેતા, 2015માં 19%થી વધીને 2025માં 64.3% સુધીના સામાજિક સુરક્ષા કવરેજમાં ભારતના ઐતિહાસિક વિસ્તરણ પર પ્રકાશ પાડ્યો. ડૉ. મનસુખ માંડવિયા આજે મલેશિયાના કુઆલાલંપુરમાં વર્લ્ડ સોશિયલ સિક્યુરિટી ફોરમ (WSSF) 2025ને […]

પેન્શન યોજના નાગરિક માટે સુરક્ષિત વૃદ્ધાવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતાઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ “વિકસિત ભારત 2047” ના વિઝન તરફ આગળ વધી રહ્યું છે, તેમ તેમ આર્થિક સ્વતંત્રતા અને નાણાકીય ગૌરવ આપણા વિકાસના મૂળભૂત આધારસ્તંભ હોવા જોઈએ તેમ નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું . તેમણે ઉમેર્યું હતું કે પેન્શન યોજના એ દરેક નાગરિક માટે સુરક્ષિત વૃદ્ધાવસ્થા સુનિશ્ચિત કરવા માટે એક વિકલ્પ નથી પરંતુ એક આવશ્યકતા છે. તેઓ પેન્શન […]

મોદી સરકારે દેશમાં 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા, ખેડૂતોને થશે ફાયદો

નવી દિલ્હીઃ કપાસના પાકના આગમનની તૈયારી સાથે ખરીદીને સંરેખિત કરવા માટે, 1 ઓક્ટોબરથી ઉત્તરીય પ્રદેશ પંજાબ, હરિયાણા, રાજસ્થાન) 15 ઓક્ટોબરથી મધ્ય પ્રદેશ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિશા અને 21 ઓક્ટોબરથી દક્ષિણ પ્રદેશ તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ માં કપાસ ખરીદી ઝુંબેશ શરૂ થશે. સરકારે 11 રાજ્યોમાં વિક્રમી 550 કપાસ ખરીદી કેન્દ્રો શરૂ કર્યા છે, જે અત્યાર […]

લેહ હિંસા : સોનમ વાંગચુકની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હી: લદ્દાખના પર્યાવરણ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુકની પત્ની ગીતાંજલી જે. આંગમોએ તેમના પતિની ધરપકડને ગેરકાનૂની ગણાવીને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી બંધક મુક્તિ માટેની હેબિયસ કોર્પસ પિટિશન રૂપે અનુચ્છેદ 32 હેઠળ કરવામાં આવી છે. વાંગચુકને 24 સપ્ટેમ્બરે લદ્દાખમાં થયેલી હિંસા બાદ રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ અટકાયત કરવામાં આવી હતી. […]

છિંદવાડામાં બાળકોના કિડની ફેલ્યોરથી મોતનો સિલસિલો યથાવત, વધુ બે બાળકના મોત

છિંદવાડા : જિલ્લામાં બાળકોમાં કિડની ફેલ્યોરના કેસ ચિંતાજનક સ્તરે પહોંચી ગયા છે. છેલ્લા એક મહિનામાં આ બીમારીથી 9 બાળકોના મોત થયા છે. તાજેતરમાં જ સારવાર દરમિયાન નાગપુરમાં એક બાળકનું મોત થયું હતું. માહિતી મુજબ, આ સિલસિલો 4 સપ્ટેમ્બરે પહેલી મૃત્યુની ઘટના સાથે શરૂ થયો હતો અને હવે એક મહિનાની અંદર આ આંકડો 9 પર પહોંચી […]

મણિપુરમાં સુરક્ષા દળોએ કૂકી-ચિન મિઝો આર્મીના કમાન્ડર સહિત 4 ઉગ્રવાદીને ઝડપી પાડ્યાં

નવી દિલ્હીઃ મણિપુરમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષાદળો દ્વારા કવાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઉગ્રવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન સુરક્ષાદળોએ CKMAના સ્વઘોષિત કમાન્ડર-ઇન-ચીફ પાઓખોલેન ગુઇટ સહિત ચાર ઉગ્રવાદીઓને ઝડપી લીધા હતા. તેમજ તેમની પાસેથી હથિયારો જપ્ત કરવામાં આવ્યાં હતા. સુરક્ષાદળોએ ચારેય ઉગ્રવાદીઓની આગવી ઢબે પૂછપરછ આરંભી છે. […]

મેનચેસ્ટરમાં યહૂદી ધાર્મિક સ્થળ પર આતંકી હુમલો, બેનાં મોત

મેનચેસ્ટર ખાતે હીટન પાર્ક હિબ્રુ કોન્ગ્રિગેશન સિનેગોગમાં યહૂદીઓના પવિત્ર ‘યોમ કિપ્પુર’ના દિવસે આતંકી હુમલો થયો હતો. આ હુમલામાં બે લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી કરતાં સંદિગ્ધ હુમલાખોરને ગોળી મારીને ઠાર કર્યો હતો. ગ્રેટર મેનચેસ્ટર પોલીસે શરૂઆતમાં આ ઘટનાને દૂર્ઘટના ગણાવી હતી, પરંતુ બાદમાં કાઉન્ટર ટેરરિઝમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code