1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ICC મહિલા વિશ્વ કપની પ્રથમ મેચમાં શ્રીલંકા સામે ભારત 59 રનથી જીત્યું

નવી દિલ્હીઃ ICC મહિલા વિશ્વ કપ 2025 ની પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને 59 રનથી હરાવ્યું હતું. ગુવાહાટીમાં રમાયેલી વરસાદથી પ્રભાવિત આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 47 ઓવરમાં 8 વિકેટે 269 રન બનાવ્યા હતા.ભારત તરફથી અમનજોત કૌરે સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. શ્રીલંકાની ઇનોકા રાણાવીરાએ […]

ભારત સામે હાર બાદ પાકિસ્તાનમાં ગુસ્સો, PCB અધ્યક્ષ મોહસિન નકવીને હટાવવાની માંગ ઉઠી

એશિયા કપ 2025માં ભારત સામે સતત ત્રીજી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવીની આકરી ટીકા થઈ રહી છે. રવિવારે રમાયેલી ફાઈનલમાં પાકિસ્તાનને ભારતે પરાજય આપ્યો હતો. મેચ બાદ ભારતીય ખેલાડીઓએ નકવી પાસેથી ટ્રોફી લેવાનો ઇન્કાર કર્યો હતો, જે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ નકવી માટે આ શરમજનક ક્ષણ સાબિત થઈ હતી. બીજી […]

ભારતીય સેનાને મળશે 12 એમપીસીડીએસ ડ્રોન સિસ્ટમ

નવી દિલ્હીઃ બદલાતી યુદ્ધ તકનીકો અને આધુનિક હવાઈ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હવે ડ્રોન ટેક્નોલોજી પર ખાસ ભાર મૂકી રહી છે. આ અંતર્ગત સેનાને ટૂંક સમયમાં મેન પોર્ટેબલ કાઉન્ટર ડ્રોન સિસ્ટમ (એમપીસીડીએસ) મળવા જઈ રહી છે. આ સિસ્ટમ દુશ્મનના ડ્રોનની ઓળખ કરી તેમના સિગ્નલને બ્લોક કરવામાં સક્ષમ છે, જેના કારણે જમીન પર તૈનાત સૈનિકો […]

એશિયન એકવેટિક ચેમ્પિયનશિપ : ભારતે વધુ એક રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા

અમદાવાદઃ એશિયન એકવેટિક સ્પર્ધામાં ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલા 11મી એકવેટિક ચેમ્પીયનશિપના બીજા દિવસે ભારતે વધુ 1 રજત અને 3 કાંસ્ય ચંદ્રકની જીત સાથે મેડલ ટેબલમાં નવમા ક્રમે રહ્યું છે. શ્રી નટરાજનો વ્યક્તિગત પુરુષોની 200 મીટર ફ્રીસ્ટાઇલ અને 50 મીટર બેકસ્ટ્રોકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. નટરાજ […]

સાયબર હુમલા અને માહિતી યુદ્ધ આજે આપણી સામે નવા ખતરા: રાજનાથ સિંહ

નવી દિલ્હીઃ તાજેતરમાં, આપણા સશસ્ત્ર દળોએ ઓપરેશન સિંદૂર હાથ ધર્યું. આ ઓપરેશન એ વાતનો પુરાવો છે કે જ્યારે આપણી સેનાઓ સાથે મળીને કામ કરે છે ત્યારે કેટલી તાકાત વધે છે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે સોમવારે દિલ્હીમાં જણાવ્યું હતું. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સોમવારે વાયુસેના દ્વારા આયોજિત ત્રિ-સેવા પરિસંવાદને સંબોધિત કરી રહ્યા હતા. અહીં, તેમણે સંયુક્તતા, સિનર્જી […]

ઈલેક્ટ્રિક વાહનોમાં અવાજ ચેતવણી સિસ્ટમ ફરજિયાત : કેન્દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્હી : માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એક મહત્વનો નિર્ણય લઈને ઈલેક્ટ્રિક વાહનો માટે ‘ધ્વનિક વાહન ચેતવણી પ્રણાલી’ (AVAS) ફરજિયાત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિયમ નવા ઈલેક્ટ્રિક અને હાઈબ્રિડ મોડલો માટે 1 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે, જ્યારે હાલના ચાલતા મોડલોમાં આ સિસ્ટમ 1 ઓક્ટોબર, 2027 સુધીમાં લગાવવી ફરજિયાત રહેશે. જેના કારણે ઈ-વાહનોના […]

રાત્રે સૂતી વખતે વાળની સંભાળ માટે આટલુ કરો, વાળને નહીં થાય નુકશાન

વાળની સમસ્યા આજકાલ યુવતીઓ અને યુવાનો બંને માટે સામાન્ય ચિંતાનો વિષય બની ગઈ છે. રેશમી, લાંબા અને ઘન વાળ ધરાવવું દરેકના સ્વપ્નમાં હોય છે, પરંતુ ત્વરિત જીવનશૈલી, તણાવ, ખોટી આહારની આદતો અને યોગ્ય સંભાળ ન લેવી વાળના તૂટવા, સૂકા અને નિર્જીવ બનવા માટે મુખ્ય કારણ બની શકે છે. હેર એક્સપર્ટ્સના અભિપ્રાય મુજબ, નાની-નાની ભૂલો પણ […]

સરહદ સુરક્ષા માટે BSFએ નવી ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ’ શરૂ કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)એ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) અને જિયોગ્રાફિક ઈન્ફોર્મેશન સિસ્ટમ (GIS)થી સજ્જ નવી કંટ્રોલ સિસ્ટમ ‘ડિસીજન સપોર્ટ સિસ્ટમ (DSS)’ની શરૂઆત કરી છે. આ નવી વ્યવસ્થા દ્વારા બીએસએફના કમાન્ડરોએ સરહદ સુરક્ષાથી સંબંધિત મોટા પ્રમાણમાં ડેટાને એકસાથે મેળવી વધુ ઝડપી, ચોક્કસ અને સમજદારીપૂર્ણ નિર્ણયો લઈ […]

એશિયા કપ ટ્રોફી વિવાદ: હવે નકવીએ વિજેતા ભારતીય ટીમને ટ્રોફી આપવા મામલે મુકી શરત

નવી દિલ્હી : એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી વિજેતા ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી ટ્રોફી પોતાના હોટેલ રૂમમાં લઈ ગયા હતા, જેના કારણે તેમના વર્તનની ભારે ટીકા થઈ રહી છે. હવે નકવીએ ભારતને ટ્રોફી આપવા સંમતિ દર્શાવી છે, પરંતુ સાથે એક ખાસ […]

ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નહીં પણ ભારતીય સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લોકોની જીવનરેખા સાથેનું જોડાણઃ પાટીલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે ભારપૂર્વક જણાવ્યું છે કે ગંગાનું સંરક્ષણ ફક્ત પર્યાવરણીય પ્રયાસ નથી, પરંતુ તે ભારતના સાંસ્કૃતિક વારસા, શ્રદ્ધા અને લાખો લોકોની જીવનરેખા સાથે આંતરિક રીતે જોડાયેલું છે. સી.આર. પાટિલે નવી દિલ્હીમાં ગંગા કાયાકલ્પ પર સશક્ત ટાસ્ક ફોર્સની 16મી બેઠકમાં આ સિદ્ધિઓ પર સંતોષ વ્યક્ત કરતા, કેન્દ્રીય મંત્રીએ ભાર મૂક્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code