1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં પ્રસાદ ખાધા બાદ 300 લોકો બીમાર પડ્યા

દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો રાજગરાનો લોટ ખાધા પછી બીમાર પડ્યા હતા. જેના કારણે જહાંગીરપુરી વિસ્તારની બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં દર્દીઓનો મોટો ધસારો જોવા મળ્યો હતો. સવારે પોલીસને માહિતી મળી કે ઘણા લોકો બેચેની, ઉલટી, ઢીલાશ અને ચક્કરની ફરિયાદ કરી રહ્યા હતા. હોસ્પિટલમાં, 150-200 દર્દીઓને ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ સંખ્યા ધીમે […]

ઈટલીમાં PM જ્યોર્જિયા મેલોની વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન, અનેક શહેરોમાં હિંસા

ફ્રાંસે મંગળવારે સત્તાવાર રીતે ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. સંયુક્ત રાષ્ટ્રની મિડલ ઈસ્ટ પીસ પ્રોસેસની બેઠક દરમિયાન ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આ જાહેરાત કરી હતી. તે પહેલાં બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલ પણ છેલ્લા 36 કલાકમાં ફિલિસ્તીનને માન્યતા આપી ચૂક્યા છે, પરંતુ ઇઝરાયલ અને અમેરિકા હજી સુધી આવી માન્યતા આપી નથી, જ્યારે ઈટલીએ […]

ભારતે પાકિસ્તાન માટે એરસ્પેસ 24મી ઓક્ટોબર સુધી બંધ રાખવાની સમયમર્યાદા વધારી

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાનના લશ્કરી અને નાગરિક વિમાનો માટે એરસ્પેસ બંધ રાખવાની સમયમર્યાદા ફરી એકવાર લંબાવી છે. અત્યારથી 24મી ઑક્ટોબર સુધી પાકિસ્તાની વિમાનો ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશી શકશે નહીં. પાકિસ્તાને પણ જાહેરાત કરી છે કે તેની એરસ્પેસ 24મી ઑક્ટોબર સુધી ભારતીય વિમાનો માટે બંધ રહેશે. અહેવાલો અનુસાર, બંને દેશોએ અલગ-અલગ નોટિસ ટુ એર મિશન (NOTAM) […]

ભારતીય વાયુસેના સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં તેજી, અમેરિકાની GE કંપની પાસેથી ખરીદશે એન્જિન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાએ (IAF) સ્વદેશી તેજસ MK-1A પ્રોજેક્ટમાં ઝડપ લાવવા મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અત્યાર સુધી ચાલતી લાંબી પ્રક્રિયાને બાયબાય કહી હવે વાયુસેના તેજસ ફાઇટર જેટના એન્જિન ખરીદીમાં વિલંબ નહીં કરે. ભારતે ફાઇટર જેટ માટે ઓર્ડર આપ્યા બાદથી જ પાકિસ્તાન અને ચીનની ચિંતા વધી ગઈ છે. પહેલાં માનવામાં આવતું હતું કે અમેરિકાથી એન્જિન આવવામાં […]

ફિલીસ્તીનને દેશ તરીકે વિવિધ દેશોએ આપેલી મંજુરી અંગે ઈઝરાયના PM એ વ્યક્ત કરી નારાજગી

તેલ અવિવ: બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા દ્વારા ફિલિસ્તીનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણયની ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂએ કડક આલોચના કરી છે. તેમણે આક્ષેપ કર્યો કે આ દેશોએ ફિલિસ્તીની રાષ્ટ્રને માન્યતા આપી હકીકતમાં હમાસને ઇનામ આપ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઇઝરાયલ યોરડન નદીના પશ્ચિમ કિનારે ફિલિસ્તીન દેશની સ્થાપના ક્યારેય થવા દેશે નહીં. નેતન્યાહૂએ […]

અફઘાનિસ્તાનથી 13 વર્ષનો કિશોર વિમાનના ટાયર પાસે છુપાઈ ભારત પહોંચ્યો !

નવી દિલ્હીઃ એક ચોંકાવનારી અને જોખમી ઘટના સામે આવી છે. અફઘાનિસ્તાનનો 13 વર્ષનો એક છોકરો વિમાનના પાછળના ટાયર પાસે છુપાઈને કાબુલથી ભારત સુધી આવી પહોંચતા તંત્ર દોડતું થઈ ગયું છે. જાનને જોખમ હોવા છતાં તે 94 મિનિટની ફ્લાઈટ દરમિયાન જીવિત રહી દિલ્લીના ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકે સુરક્ષિત ઉતર્યો હતો. જમીન પર પહોંચતાં જ અધિકારીઓ આશ્ચર્યમાં […]

ગાઝા: ત્રણ પેલેસ્ટીની નાગરિકોની ઇઝરાઇલની મદદ કરવાના આરોપ સાથે હમાસે કરી હત્યા

ગાઝા પટ્ટી અને વેસ્ટ બેંકમાં ઇઝરાઇલના ચાલુ હુમલાઓ વચ્ચે કટ્ટરપંથી સંગઠન હમાસનો એક વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડિઓમાં જોવા મળે છે કે, હમાસના લડવૈયાઓએ ત્રણ પેલેસ્ટીની નાગરિકોને રસ્તા પર ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. મૃતકો પર ઇઝરાઇલને મદદ કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. હમાસ સંકળાયેલા ટેલિગ્રામ ચેનલ પર મુકાયેલા વિડિઓમાં ત્રણ […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને પ્રધાનમંત્રીએ રોશ હશનાહ નિમિત્તે ઇઝરાયલને શુભકામનાઓ પાઠવી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદી નવા વર્ષ, રોશ હશનાહ નિમિત્તે ઇઝરાયલના રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિત વિશ્વભરના યહૂદી સમુદાયને શુભકામનાઓ પાઠવી હતી. બંને નેતાઓએ શાંતિ, સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ મંગળવારે ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગને સંબોધીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ભારત સરકાર અને લોકો વતી, હું […]

નરેન્દ્ર મોદીએ દેવી દુર્ગાના બીજા સ્વરૂપ દેવી બ્રહ્મચારિણીને નમન કરતી ભક્તિમય પોસ્ટ શેર કરી

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી શારદીય નવરાત્રિ વચ્ચે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવી દુર્ગાના બીજા સ્વરૂપ દેવી બ્રહ્મચારિણીને નમન કરતી એક ભક્તિમય પોસ્ટ શેર કરી. આ પ્રસંગે, તેમણે પ્રખ્યાત લોક ગાયક આદિત્ય ગઢવીની દેવી સ્તુતિ, “જયતિ જયતિ જગતજનની” પણ શેર કરી. મંગળવારે, પ્રધાનમંત્રી મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેવી સ્તુતિની યુટ્યુબ લિંક શેર કરી, જેમાં લખ્યું, […]

અલીગઢમાં કાર-ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત : આગમાં 4 વ્યક્તિ ભડથું

લખનૌઃ ઉત્તર પ્રદેશના અલીગઢમાં મંગળવારની વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઈવે-34 પર ગોપી પુલ નજીક પૂરઝડપથી દોડતી કાર અને ટેન્કર વચ્ચે જોરદાર અથડામણ થતાં કારમાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર પાંચમાંથી ચાર લોકોનાં ભુંજાયા હતા. જેમાં એક મહિલા અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. ગંભીર રીતે દાઝેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code