1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

એશિયાકપમાં સુપરફોરનો પ્રારંભ, રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાશે મેચ

વર્લ્ડ નંબર-વન અને વર્લ્ડ ચૅમ્પિયન ભારતે શુક્રવારે એશિયા કપની અંતિમ લીગ મૅચમાં ટી-20 ફૉર્મેટના 20મા નંબરના ઓમાન સામે ભારે સંઘર્ષ કર્યા બાદ જીત મેળવી હતી. સૌથી પહેલાં તો ઓમાને ભારતની આઠ વિકેટ લીધી હતી અને પછી ઓમાનના બે બૅટ્સમેન (આમિર કલીમ તથા હમ્માદ મિર્ઝા) વચ્ચેની બીજી વિકેટ માટેની 93 રનની ભાગીદારી ભારતીય ટીમ માટે માથાનો […]

છત્તીસગઢના સીએમએ રાજિમથી રાયપુર સુધીની નવી મેમુ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી

રાયપુર: મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ રાજિમમાં એક નવી રેલ સેવાનું ઉદ્ઘાટન કર્યું. તેમણે રાજિમથી રાયપુર સુધીની નવી MEMU ટ્રેન સેવાને લીલી ઝંડી આપી, જેનાથી પ્રદેશના લોકો માટે પરિવહન સુવિધામાં સુધારો થયો. આ પ્રસંગે, તેમણે નવી રાજિમ-રાયપુર-રાજિમ મેમુ ટ્રેન સેવા અને રાયપુર-અભાનપુર 2 મેમુ ટ્રેન સેવાના રાજિમ સુધી વિસ્તરણનું પણ ઉદ્ઘાટન કર્યું. મોટી સંખ્યામાં મુસાફરો ટ્રેનમાં […]

હિમાચલ પ્રદેશમાં તબાહી! ભારે વરસાદથી 606 રસ્તાઓ બ્લોક, કંગના રનૌતે મુલાકાત લીધી

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે. વરસાદને કારણે રહેવાસીઓ માટે અનેક સમસ્યાઓ ઊભી થઈ રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત કુલ 606 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને પવન ફૂંકવાની ચેતવણી જારી કરી છે. પથ્થરો પડતા રસ્તાઓ બ્લોક થઈ […]

ભૂમિ સંસાધન વિભાગ દ્વારા DILRMP અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ કરાયો શરૂ

નવી દિલ્હીઃ ભારત સરકારના ભૂમિ સંસાધન વિભાગ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ (DILRMP) અંતર્ગત પાયલોટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનું અમલીકરણ Survey of India, NICSI, MPSeDC તથા પાંચ નેશનલ સેન્ટર ઓફ એક્સલન્સ ના સહયોગથી કરવામાં આવી રહ્યું છે. સમગ્ર દેશમાં કુલ 157 શહેરી સ્થાનિક સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે, જેમાંથી ગુજરાત […]

DUSU ચૂંટણી: ABVP ના ઉમેદવારોને પ્રમુખ, સચિવ અને સંયુક્ત સચિવ પદ માટે વિજયી જાહેર કરાયાં

નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ વિજય મેળવ્યો છે. શુક્રવારે જાહેર થયેલા પરિણામોમાં ABVP એ ચારમાંથી ત્રણ બેઠકો જીતી છે, જેમાં આર્યન માન પ્રમુખ પદ પર વિજય મેળવ્યો છે. DUSU ચૂંટણીની ગણતરી સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. ABVP એ શરૂઆતથી જ પોતાની લીડ જાળવી રાખી […]

ગુજરાતમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી: હર્ષ સંઘવી

ગાંધીનગરઃ ગુજરાત ધર્મપ્રેમી અને શાંતિપ્રિય રાજ્ય છે અને આ રાજ્યમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને બિલકુલ સ્થાન નથી. નામ બદલીને ભોળી યુવતીઓને ફસાવી લઈ તેને ભગાડી જવાની પ્રવૃત્તિઓ ગુજરાતમાં જરાય ચલાવી નહીં લેવાય. આ પ્રકારના ગુનામાં સંડોવાયેલા એક એક ગુનેગારોને ગુજરાત પોલીસ કાયદાનું ભાન કરાવશે અને તેની સામે કડકમાં કડક પગલા લેશે તેમ જણાવીને ગૃહ રાજ્ય મંત્રી […]

દેશભરમાં ઓનલાઈન મની ગેમ્સ પર પ્રતિબંધ : 1 ઓક્ટોબરથી નવો કાયદો અમલમાં

નવી દિલ્હી : હવે સરકારે ઓનલાઈન મની ગેમ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ઈન્ટરનેટ પર રમાતી અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી આ રમતો સામે 1 ઓક્ટોબર, 2025થી કડક કાયદો અમલમાં આવશે. આ કાયદો ફક્ત જુગાર આધારિત ગેમ્સ જ નહીં, પરંતુ તે સંબંધિત પ્રચાર અને નાણાંના વ્યવહારો પર પણ લાગુ થશે. કેન્દ્રીય મંત્રી […]

ઈમ્ફાલ ખીણમાંથી સુરક્ષા દળોએ 6 ઉગ્રવાદી ઝડપાયા, હથિયારો જપ્ત કરાયાં

ઈમ્ફાલ : મણિપુરની ઈમ્ફાલ ખીણમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી હાથ ધરી હતી. ત્રણ અલગ-અલગ જિલ્લાઓમાંથી પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા કુલ 6 ઉગ્રવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પ્રતિબંધિત સંગઠન કાંગલેઈપાક કોમ્યુનિસ્ટ પાર્ટી (PWG)ના ત્રણ સક્રિય સભ્યોને તેમના ઘરોમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. તેની ઓળખ લઈશાંગથેમ ટોંડન સિંહ (ઉ.વ. 34), લઈશાંગથેમ […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને મદદ કરનારા 3 શખ્સો ઝડપાયા, મોટી માત્રામાં મોતનો સામાન ઝડપાયો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીર પોલીસને પુંછ જિલ્લામાં મોટી સફળતા મળી છે. પોલીસે ત્રણ આતંકી સમર્થકોને ઝડપી પાડ્યા છે અને તેમના પાસેથી સાત AK-47 રાઈફલો સહિત ભારે પ્રમાણમાં હથિયારો અને ગોળા-બારૂદ જપ્ત કર્યા છે. આ માહિતી જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) ભીમસેન ટુટી દ્વારા આપવામાં આવી. IGPએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરતા આ કાર્યવાહીના વખાણ કર્યા […]

PCBની મુશ્કેલીમાં વધારો, એન્ડી પાયક્રોફ્ટ સાથેની મીટીંગના વીડિયો બાબતે ICCએ માંગ્યો ખુલાસો

દુબઈ : એશિયા કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો, યુએઈ સામેનો મુકાબલો એક કલાક મોડો શરૂ થયો હતો અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વર્તનને કારણે આઈસીસી (ICC)એ સખત વલણ અપનાવ્યું છે. અહેવાલ મુજબ, PCBએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ, પાકિસ્તાનના કપ્તાન સલમાન આગા અને કોચ માઈક હેસન વચ્ચે થયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code