1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

પંજાબમાં પૂરથી મૃત્યુઆંક વધીને 57 થયો, પાકને પણ અસર

પંજાબમાં પૂરનો કહેર હજુ પણ ચાલુ છે. તાજેતરના અહેવાલો અનુસાર, બર્નાલા જિલ્લામાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે, જેનાથી રાજ્યભરમાં કુલ મૃત્યુઆંક 57 પર પહોંચી ગયો છે. પંજાબના મહેસૂલ મંત્રી હરદીપ સિંહ મુંડિયને આ માહિતી આપી. મંત્રી મુંડિયનએ જણાવ્યું હતું કે છેલ્લા 24 કલાકમાં રાહત શિબિરોની સંખ્યા 41 થી ઘટીને 38 થઈ ગઈ છે. આ […]

મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવે ઈન્દોરમાં ‘સ્વચ્છોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી મોહન યાદવે, સ્થાનિક જનપ્રતિનિધિઓ સાથે, બુધવારે (17 સપ્ટેમ્બર) ઇન્દોરમાં MY હોસ્પિટલ કેમ્પસમાં સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. તેમણે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ઈ-કચરો સંગ્રહ વાહનોને પણ લીલી ઝંડી આપી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી “સ્વચ્છતા હી સેવા” અભિયાન તરીકે કરવામાં આવી રહી છે. સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપો […]

મહારાષ્ટ્રના બીડમાં અમલનેર-બીડ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લીલી ઝંડી આપી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે અમલનેર-બીડ રેલ્વે લાઇનનું ઉદ્ઘાટન કર્યું અને બીડથી અહિલ્યાનગર સુધીની ટ્રેનને લીલી ઝંડી આપી. મુખ્યમંત્રીએ કહ્યું કે બીડમાં રેલ્વે શરૂ થવાથી લાંબા સમયથી ચાલતા સ્વપ્નનું સાકાર થયું છે. તેમણે કહ્યું કે આ પ્રોજેક્ટ ગોપીનાથરાવ મુંડે અને ભૂતપૂર્વ સાંસદ કેશરકાકુ ક્ષીરસાગરની દૂરંદેશીનું પરિણામ છે, જેમની મહેનત અને સંઘર્ષને કારણે આજે આ સ્વપ્ન સાકાર […]

PM મોદીનો નેપાળની કાર્યકારી PM સુશીલા કાર્કી સાથે વાત કરી, શાંતિ બહાલી માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નેપાળની કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે વાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન મોદીએ નેપાળમાં શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસો પ્રત્યે ભારતના દૃઢ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. મોદીએ ‘X’ પર લખ્યું હતું કે, *“નેપાળની કાર્યકારી પ્રધાનમંત્રી સુશીલા કાર્કી સાથે હૃદયપૂર્વકની વાતચીત થઈ. તાજેતરમાં થયેલા દુઃખદ જનહાનિ માટે […]

‘મતદાર યાદીમાંથી મતદારોના નામ ઓનલાઈન કાઢી ના શકાય, ચૂંટણીપંચનો રાહુલ ગાંધીને જવાબ

નવી દિલ્હીઃ ભારતના ચૂંટણી આયોગે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કરવામાં આવેલા આક્ષેપોને સખત શબ્દોમાં ખંડન કર્યું છે. આયોગે સ્પષ્ટતા કરી છે કે મતદાર યાદીમાંથી કોઈપણ નામ ઓનલાઇન માધ્યમથી દૂર કરી શકાય તેમ નથી અને રાહુલના આક્ષેપો સંપૂર્ણપણે ખોટા તથા નિરાધાર છે. ચૂંટણી આયોગે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું […]

GST દર ઘટાડાને કારણે ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જણાવ્યું હતું કે GST 2.0 સુધારા હેઠળ માલ અને સેવાઓ પરના કર દરમાં ઘટાડો કરવાથી ગ્રાહકોને 2 લાખ કરોડની બચત થશે. આ પગલાથી સામાન્ય લોકોના હાથમાં બચત અથવા વિવેકાધીન ખર્ચ માટે વધુ પૈસા આવશે. આગામી પેઢીના GST સુધારાઓ પર આઉટરીચ અને ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધતા, નાણામંત્રીએ સમજાવ્યું કે GST કાઉન્સિલનો આ નિર્ણય […]

રાહુલ ગાંધી ભારતમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યો છે. રાહુલે તાજેતરમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્ર અને ચૂંટણી આયોગ પર ‘મત ચોરી’ના આક્ષેપ કર્યા બાદ ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ભારતમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માગે છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ભારતનું […]

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરા પ્રથમ પ્રયાસમાં ફાઇનલ માટે ક્વોલિફાય

નવી દિલ્હીઃ બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા અને ડિફેન્ડિંગ ચેમ્પિયન નીરજ ચોપરા વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પુરુષોના ભાલા ફેંકના ફાઇનલમાં પહોંચી ગયા છે. તેમણે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેમના પ્રથમ પ્રયાસમાં જરૂરી ક્વોલિફાઇંગ માર્ક પ્રાપ્ત કર્યો. નીરજ ચોપરાએ તેમના પ્રથમ પ્રયાસમાં 84.85 મીટરના અંતર સુધી ભાલા ફેંકીને ફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ફાઇનલ માટે ક્વોલિફાઇંગ માર્ક 84.50 મીટર […]

સબરીમાલા મંદિરની મૂર્તિઓમાંથી 4 કિલો સોનાની ચોરી, કેરળ હાઈકોર્ટે તપાસનો આદેશ કર્યો

કોચીઃ કેરળ હાઈકોર્ટએ સબરીમાલા મંદિરની મૂર્તિઓ પર ચઢાવાયેલા સોનાના આવરણમાં થયેલી ગડબડી અંગે તપાસના આદેશ આપ્યા છે. અદાલતે નોંધ્યું કે વર્ષ 2019માં જ્યારે મૂર્તિઓને નવું સોનાનું આવરણ ચઢાવીને પરત લાવવામાં આવ્યુ, ત્યારે તેમનામાંથી આશરે ચાર કિલો સોનું ઓછું જોવા મળ્યું હતું. ન્યાયમૂર્તિ રાજા વિજયરાઘવન વી અને ન્યાયમૂર્તિ કે.વી. જયકુમારની ખંડપીઠે જણાવ્યું કે 2019માં જ્યારે દ્વારપાલક […]

એશિયા કપમાં પાકિસ્તાન UAE ને 41 રને હરાવી સુપર 4 માટે ક્વોલિફાય થયું

પાકિસ્તાને એશિયા કપ 2025 ની 10મી મેચમાં UAE ને 41 રનથી હરાવ્યું અને સુપર ફોરમાં પ્રવેશ કર્યો. આ જીતથી હવે 21 સપ્ટેમ્બરે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુપ્રતિક્ષિત મુકાબલાની પુષ્ટિ થઈ ગઈ છે. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 146 રન બનાવ્યા. ફખર ઝમાને અડધી સદી ફટકારી, જ્યારે શાહીન આફ્રિદીએ અંતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code