1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 83,000ની નજીક

મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરોમાં 25 બેઝિઝ પોઈન્ટનો ઘટાડો કરતાં તેની સકારાત્મક અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી. બજારની શરૂઆત જ જોરદાર તેજી સાથે થઈ, જેમાં બીએસઈનો સેન્સેક્સ 340 પોઈન્ટના ઉછાળા સાથે 83,000ની સપાટી નજીક પહોંચ્યો, જ્યારે નિફ્ટી પણ 25,500ની નજીક કારોબાર કરી રહી છે. ફેડરલ રિઝર્વના નિર્ણય બાદ આઈટી શેરોમાં સારો એવો […]

સેનાના અધિકારીઓને આતંકીઓની અંતિમવિધીમાં સામેલ થવાનો આદેશ મુનીરે આપ્યો હતો

ઇસ્લામાબાદ: પાકિસ્તાનની સેના અને આતંકવાદી સંગઠનો વચ્ચેની સાંઠગાંઠનો મોટો પર્દાફાશ થયો છે. આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઇલિયાસ કશ્મીરીએ એક વિડિયોમાં સ્વીકાર્યું છે કે પાકિસ્તાનના સેના પ્રમુખ આસિમ મુનીરે આદેશ આપ્યો હતો કે “ઓપરેશન સિંદૂર”માં માર્યા ગયેલા આતંકીઓને ‘શહીદ’નો દરજો આપીને તેમના અંતિમ સંસ્કારમાં ટોચના સૈનિક અધિકારીઓ હાજર રહે. કશ્મીરીના જણાવ્યા મુજબ પાકિસ્તાની GHQ (જનરલ હેડક્વાર્ટર) […]

સંરક્ષણ એસ્ટેટ વિભાગ હાલમાં દેશભરમાં આશરે 1.8 મિલિયન એકર સંરક્ષણ જમીનનું સંચાલન કરે છે

સંરક્ષણ જમીનનું સંચાલન અને અદ્યતન ડિજિટલ સાધનોના ઉપયોગ સહિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર એક મુખ્ય મંથન સત્ર ચાલી રહ્યું છે. આ મંથન સત્ર નવી દિલ્હીમાં સંરક્ષણ એસ્ટેટ વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવશે અને તેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાજરી આપશે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 18 સપ્ટેમ્બરથી નવી દિલ્હીમાં આ વિષય પર ‘મંથન 2025’ નામની એક […]

ચમોલીમાં ભારે વરસાદથી મોટું નુકસાન, દહેરાદૂનમાં મૃત્યુઆંક 21 થયો

બુધવાર રાતથી પડી રહેલા અવિરત વરસાદે ઉત્તરાખંડમાં તબાહી મચાવી છે. ચમોલી જિલ્લાના ઘાટ નંદનગર તાલુકામાં ભારે વરસાદને કારણે દસ લોકો ગુમ થયાના અહેવાલ છે. કુંત્રી લગા ફલી ટોકમાં આઠ અને ધૂર્મામાં બે લોકો ગુમ થયાના અહેવાલ છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું અને રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો. દેહરાદૂન અને […]

UNમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ મુદ્દે પાકિસ્તાન ઉપર ભારતે કર્યાં આકરા પ્રહાર

ન્યૂયોર્ક: ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને આહ્વાન કર્યું છે કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ સહિત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત સંગઠનો હવે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે ન કરી શકે તે સુનિશ્ચિત કરવામાં આવે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત પરવતનેની હરીશે બુધવારે સુરક્ષા પરિષદની બેઠકમાં સ્પષ્ટ કહ્યું કે “આંતરરાષ્ટ્રીય સમુદાયે સંકલિત પ્રયાસો કરવા જોઈએ […]

અદાણી સિમેન્ટે ૫૪ કલાકમાં મંદિરનું વિરાટ રાફ્ટ ફાઉન્ડેશન કરી વિક્રમ સર્જ્યો

અમદાવાદ : અદાણી સિમેન્ટે તેના ગ્રુપ અસોસિયેટ મે. પીએસપી ઇન્ફ્રા સાથે મળીને અમદાવાદ નજીક ઉમિયા ધામ ખાતે આકાર પામી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મંદિરનું રાફ્ટ ફાઉન્ડેશનનું કાસ્ટિંગ કાર્ય સંપ્પન કરીને એક ઐતિહાસિક ઇજનેરી કાર્યક્ષમતાની સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રકલ્પ માટે વિક્રમજનક અમલીકરણ લોજિસ્ટિકલ સ્કેલ, તકનિકી ચોક્સાઇ અને ટકાઉપણાની નવીનતાનો સમન્વય સાધવાની અદાણી સિમેન્ટની […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બે મહિલા નક્સલીઓ ઠાર, સુરક્ષા દળોને મોટી સફળતા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ કમાન્ડો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે મહિલા નક્સલીઓ માર્યા ગયા હતા. ઘટનાસ્થળેથી એક AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યા હતા. જાણકારી મુજબ, ગઢચિરોલી પોલીસે એટાપલ્લી તાલુકાના ઝામ્બિયા જંગલમાં ભીષણ એન્કાઉન્ટરમાં બે મહિલા માઓવાદીઓને મારી નાખ્યા છે. ગુપ્ત માહિતીના આધારે, C-60 ટીમો અને CRPFની 191મી બટાલિયને વિસ્તારને ઘેરી લીધો અને એક AK-47, […]

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા ચુકવણી એગ્રીગેટર્સ માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી

રિઝર્વ બેંકે ગ્રાહક સુરક્ષાને મજબૂત બનાવવા અને છેતરપિંડીને અટકાવવા માટે ચુકવણી એગ્રીગેટર્સ PA માટે સુધારેલી માર્ગદર્શિકા જાહેર કરી છે. સ્પષ્ટ રિફંડ સમય મર્યાદા, મજબૂત ડેટા સુરક્ષા અને છેતરપિંડી નિવારણ પ્રણાલીઓ સાથે બોર્ડ-મંજૂર વિવાદ નિવારણને આ માર્ગદર્શિકા ફરજિયાત બનાવાઇ છે. ડિજિટલ છેતરપિંડીના વધતા જોખમોને ઘટાડવા માટે, PAs એ છેતરપિંડી શોધ અને નિવારણ માટે સિસ્ટમો સાથે ડેટા […]

ભૂસ્ખલન બાદ બંધ કરવામાં આવેલ વૈષ્ણો દેવી યાત્રા 22 દિવસ પછી આજથી શરૂ

માતા વૈષ્ણો દેવીના ભક્તો માટે સારા સમાચાર આવ્યા છે. 26 ઓગસ્ટના રોજ ભૂસ્ખલન બાદ બંધ કરાયેલી વૈષ્ણો દેવી યાત્રા આજથી શરૂ થશે. શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એક X પોસ્ટમાં આ માહિતી આપી હતી. શ્રાઇન બોર્ડે શ્રદ્ધાળુઓને સત્તાવાર મીડિયા દ્વારા અપડેટ રહેવા વિનંતી કરી. ભૂસ્ખલનમાં 34 લોકો માર્યા ગયા અને 20 ઘાયલ થયા. શરૂઆતમાં […]

છત્તીસગઢમાં નક્સલીઓએ હથિયાર છોડવાની જાહેરાત કરી! સરકાર સાથે ‘શાંતિ વાટાઘાટો’ માટે તૈયાર

છત્તીસગઢમાં નક્સલવાદીઓએ શસ્ત્રો છોડી દેવાનો નિર્ણય લીધો છે અને સરકાર સાથે શાંતિ વાટાઘાટો કરવા સંમત થયા છે. વાસ્તવમાં, નક્સલી સંગઠનના પ્રવક્તા અભયે એક પ્રેસ નોટ જારી કરી છે, જેમાં નક્સલીઓ વતી એક મહિનાનો સમય માંગવામાં આવ્યો છે. આ મહિના દરમ્યાન, નક્સલવાદી સંગઠને યુદ્ધવિરામની માંગણી કરી છે. પ્રેસનોટમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે નક્સલવાદી નેતાઓ વીડિયો કોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code