1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા મુહમ્મદ યુનુસે ચીન પાસે મદદ માંગી

બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શુક્રવારે (28 માર્ચ) ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. યુનુસ ચાર દિવસની મુલાકાતે ચીન આવ્યા છે. બાંગ્લાદેશની આર્થિક સ્થિતિને પાટા પર લાવવા માટે તે આ પાડોશી દેશ સુધી પહોંચ્યો છે. ભારત સાથે બગડતા સંબંધોને કારણે તેને મદદ માટે અહીં-ત્યાં ભીખ માંગવી પડે છે. યુનુસ બુધવારે ચીનના હેનાન શહેર […]

રાજ્યસભામાં સપાના સાંસદે રાણા સાંગા મુદ્દે આપેલા નિવેદનને પગલે હંગામો

નવી દિલ્હીઃ સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સભ્ય રામજીલાલ સુમન દ્વારા, રાણા સાંગા પર આપવામાં આવેલા નિવેદનને કારણે રાજકીય વાતાવરણ ગરમાઈ રહ્યું છે. રાણા સાંગા પર આપેલા નિવેદનને લઈને, શુક્રવારે રાજ્યસભામાં ભારે હોબાળો થયો હતો. ભાજપે માંગ કરી હતી કે, જ્યાં સુધી રામજી સુમન અને વિપક્ષી નેતા ખડગે આ મામલે માફી નહીં માંગે, ત્યાં સુધી કોઈ સમાધાન નહીં થાય. […]

નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 માર્ચે મહારાષ્ટ્ર અને છત્તીસગઢની મુલાકાતે જશે. તેઓ રવિવારે સવારે 9 વાગ્યે નાગપુર જશે અને સ્મૃતિ મંદિરની મુલાકાત લેશે અને ત્યારબાદ દીક્ષાભૂમિ જશે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર, સવારે લગભગ 10 વાગ્યે, તેઓ નાગપુરમાં માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કરશે અને જાહેર સભાને સંબોધિત કરશે. બપોરે લગભગ 12:30 વાગ્યે, તેઓ નાગપુરમાં સોલાર ડિફેન્સ […]

મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવાયાં, હથિયારો જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ મણિપુરમાં સુરક્ષા દળોએ અલગ-અલગ કાર્યવાહીમાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ કરી છે. આ ઉગ્રવાદીઓ વિવિધ ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા છે. પોલીસે જણાવ્યું કે, બિષ્ણુપુર, ઇમ્ફાલ પૂર્વ અને થોબલ જિલ્લામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ઉગ્રવાદીઓમાંથી એક કાંગલેઇપાક કોમ્યુનિસ્ટ પાર્ટીનો સભ્ય હોવાનું કહેવાય છે અને તેને બિષ્ણુપુર જિલ્લાના મૈબામ ચિંગમાંગ વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો. તેમ […]

મ્યાનમારમાં 7.5 અને 7 ની તીવ્રતાના બે આંચકા નોંધાયાં, લોકોમાં ભય ફેલાયો

નવી દિલ્હીઃ શુક્રવારે મ્યાનમારમાં બે શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપથી થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સુધી જાણી શકાયું નથી. ભૂકંપની અસર મ્યાનમારની સરહદે આવેલા ભારતીય રાજ્યો મણિપુર અને મિઝોરમ તેમજ અન્ય રાજ્યોમાં અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મ્યાનમારના આંતરિક ભાગમાં ઊંડે હતું. ભારતીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, આજે સવારે 11.50.52 વાગ્યે મ્યાનમારમાં ભૂકંપનો પહેલો […]

પશ્ચિમ બંગાલમાં બાંગ્લાદેશીઓ મામલે મમતા બેનર્જી ઉપર અમિત શાહે કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઇમિગ્રેશન અને ફોરેનર્સ બિલ 2025 પર બોલતી વખતે બંગાળ સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે બંગાળ સરકાર પર ભારત-બાંગ્લાદેશ સરહદ પર વાડ માટે જમીન ન આપવાનો અને ઘુસણખોરો પ્રત્યે દયા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. લોકસભામાં બોલતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બાંગ્લાદેશ સાથેની આપણી સરહદ 2216 કિમી […]

ઓસ્ટ્રેલિયામાં 3 મેના રોજ ચૂંટણી યોજાશે, મોંઘવારી, રહેઠાણનો અભાવ મુખ્ય મુદ્દાઓ રહેશે

મેલબોર્નઃ ઓસ્ટ્રેલિયામાં 3 મેના રોજ સામાન્ય ચૂંટણી માટે મતદાન થશે, જેમાં વધતી જતી મોંઘવારી અને રહેઠાણની અછત મુખ્ય ચૂંટણી મુદ્દાઓ હોવાની અપેક્ષા છે. દેશના વડા પ્રધાન એન્થોની અલ્બેનીસની ડાબેરી ‘લેબર પાર્ટી’ સતત બીજી વખત સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. શુક્રવારે અલ્બેનીઝે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે ગવર્નર જનરલ સેમ મોસ્ટિનના સત્તાવાર નિવાસસ્થાનની મુલાકાત લીધી […]

દિલ્હીઃ જાહેર નાણાંના દુરુપયોગ બદલ કેજરીવાલ સામે FIR દાખલ કરાઈ

નવી દિલ્હી: દિલ્હી પોલીસે શુક્રવારે અહીંની એક કોર્ટને જણાવ્યું હતું કે 2019 માં રાષ્ટ્રીય રાજધાનીમાં મોટા હોર્ડિંગ્સ લગાવીને જાહેર નાણાંનો દુરુપયોગ કરવા બદલ ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય લોકો સામે FIR નોંધી છે. પોલીસે એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નેહા મિત્તલ સમક્ષ દાખલ કરેલા તેના પાલન અહેવાલમાં આ વાત કહી છે. ન્યાયાધીશે 11 માર્ચે પોલીસને […]

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બળવાખોરોએ છ લોકોની ગોળી મારીને હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં, શંકાસ્પદ બળવાખોરોએ પંજાબ પ્રાંતના છ લોકોની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ગ્વાદર જિલ્લામાં પેસેન્જર બસમાંથી બળજબરીથી નીચે ઉતાર્યા બાદ તેમની હત્યા કરી દેવાઇ હતી. વરિષ્ઠ પોલીસ અધિક્ષક હફીઝ બલોચે જણાવ્યું હતું કે હુમલો મોડી રાત્રે થયો હતો જ્યારે સશસ્ત્ર લોકોએ ઓરમારા ધોરીમાર્ગ પર કલમત વિસ્તાર નજીક કરાચી જતી બસને રોકી હતી. પાંચના […]

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જૂથ અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં, કઠુઆના જુથાનામાં રાત્રે થયેલી અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા, જ્યારે સુરક્ષા દળોના ત્રણ જવાનો શહીદ થયાનું જાણવા મળે છે. નાયબ પોલીસ અધિક્ષક અને એક પેરા કમાન્ડો સહિત ચાર અન્ય સુરક્ષા કર્મચારીઓ ઘાયલ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદને નાથવા માટે સુરક્ષાદળો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેમજ વિવિધ વિસ્તારમાં સુરક્ષા દળો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code