1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગાઝામાં ઈઝરાયના હુમલા યથાવત, વધુ 40ના મોત

મધ્ય ગાઝાના એક બજારમાં ઇઝરાયલી સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં 7 પેલેસ્ટિનિયનોના મૃત્યુ થયા છે. યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં થયેલા હુમલાઓમાં 40થી વધુ લોકોના મૃત્યુ થયા છે. સંયુક્ત રાષ્ટ્રના વિશ્વ ખાદ્ય કાર્યક્રમે ચેતવણી આપી છે કે ગાઝામાં હજારો પેલેસ્ટિનિયનો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે. પેલેસ્ટિનિયન શરણાર્થીઓ માટેની યુએન એજન્સી (UNRWA) કહે છે કે, ત્રણ અઠવાડિયાથી […]

ટ્રમ્પના કાર ટેરિફથી વૈશ્વિક બજારોમાં હલચલ, કંપનીના શેર્સમાં કડાકો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આયાતી કાર અને તેના ભાગો પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાતથી વૈશ્વિક કાર ઉદ્યોગમાં ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે એશિયા, યુરોપ અને અમેરિકાના બજારોમાં મંદી જોવા મળી હતી. અનેક ઑટોમેકર્સના શેર્સના ભાવમાં ઘટાડો થયો. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે, ટ્રમ્પની જાહેરાત બાદ યુરોપિયન યુનિયન અને કેનેડા બદલો […]

IPL :સનરાઇઝર્સ હૈદરાબાદને લખનઉ સુપર જાયન્ટ્સે 5 વિકેટે હરાવ્યું

બેંગ્લોરઃ હૈદરાબાદમાં ગઈકાલે ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં લખનઉ સુપર જાયન્ટ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 5 વિકેટથી હરાવ્યું હતું. લખનઉએ 191 રનનો લક્ષ્યાંક માત્ર 16 ઓવર અને એક બોલમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો. લખનઉ માટે નિકોલસ પૂરને 70 રન અને મિશેલ માર્શે 52 રનનું યોગદાન આપ્યું. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સે 2 વિકેટ લીધી. આ પહેલા હૈદરાબાદે […]

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ

વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026 માટે સીધી ક્વોલિફાય થઈ ગઈ છે. રમાયેલી ક્વોલિફાયર મેચમાં બોલિવિયા અને ઉરુગ્વે વચ્ચે ડ્રો થયા બાદ આર્જેન્ટિનાને ટુર્નામેન્ટની ટિકિટ મળી ગઈ છે. હવે લિયોનેલ સ્કેલોનીની ટીમ તેમના આગામી ક્વોલિફાયરમાં બ્રાઝિલનો સામનો કરશે. આ મેચ મંગળવારે બ્યુનોસ એરેસના એસ્ટાડિયો મોન્યુમેન્ટલમાં રમાશે. આ મેચ પહેલા જ આર્જેન્ટિનાએ વર્લ્ડ કપમાં પોતાનું […]

ઓનલાઈન ગેમિંગ અને સટ્ટાબાજી પર રાજ્યો કાયદા બનાવી શકશે

કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી કે ઓનલાઈન ગેમિંગ, સટ્ટાબાજી અને જુગાર સંબંધિત કાયદા બનાવવાની જવાબદારી રાજ્યોની છે. લોકસભામાં આ મુદ્દા પર ડીએમકે સાંસદ દયાનિધિ મારનના પ્રશ્નોના જવાબમાં, માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બંધારણ મુજબ તે રાજ્યનો વિષય છે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન, ડીએમકે સાંસદ દયાનિધિ મારને સરકારને પૂછ્યું કે સરકાર ઓનલાઈન ગેમિંગ સાઇટ્સ પર […]

કેન્દ્ર સરકારે 2025 રવિ સિઝન માટે 37.39 લાખ ટન ચણા અને મસૂરની ખરીદીને મંજૂરી આપી

નવી દિલ્હી: કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરકારે 2025 રવિ માર્કેટિંગ સીઝન માટે 37.39 લાખ ટન ચણા અને મસૂર અને 28.28 લાખ ટન સરસવની ખરીદીને મંજૂરી આપી છે. સરકાર ભાવ સહાય યોજના (PSS) હેઠળ કેન્દ્રીય નોડલ એજન્સીઓ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર્સ ફેડરેશન ઓફ […]

રાજ્યસભા: અમિત શાહ સામે કોંગ્રેસની વિશેષાધિકાર ભંગની નોટિસ સભાપતિએ ફગાવી

નવી દિલ્હી: રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામેના વિશેષાધિકાર ભંગની નોટિસને ફગાવી દીધી હતી. અમિત શાહે 1948ની સરકારી પ્રેસ રિલીઝનો ઉલ્લેખ કરીને પોતાના નિવેદનને સમર્થન આપ્યું હતું કે કોંગ્રેસના એક નેતા વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળના સંચાલનનો ભાગ હતા. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે અમિત શાહ વિરુદ્ધ નોટિસ આપી હતી, જેમાં તેમણે […]

અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ રચ્યો ઇતિહાસ, 7 લાખ લોકોએ લીધી લંડન મ્યુઝિયમની મુલાકાત

લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે અદાણી ગ્રીન એનર્જી ગેલેરીએ મુલાકાતીઓની સંખ્યામાં ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં 7 લાખ લોકોએ લંડનના સાયન્સ મ્યુઝિયમ ખાતે ‘એનર્જી રિવોલ્યુશન: ધ અદાણી ગ્રીન એનર્જી ગેલેરી’ની મુલાકાત લીધી છે. ઊર્જા અને આબોહવા પરિવર્તનના થીમ પર આધારિત આ ગેલેરી લોકોમાં આકર્ષણ જમાવી રહી છે. ૨૬ માર્ચ ૨૦૨૪ના રોજ લંડનના પ્રખ્યાત સાયન્સ મ્યુઝિયમ ખાતે […]

કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ સંબંધી બીમારીઓની દવાઓના ભાવમાં વધારો થશે

નવી દિલ્હીઃ દેશમાં કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને એન્ટિબાયોટિક્સ દવાઓના ભાવ ટૂંક સમયમાં વધી શકે છે. આ સરકાર દ્વારા નિયંત્રિત દવાઓના ભાવમાં 1.7% સુધીનો વધારો થવાની શક્યતા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દવાઓના ભાવમાં વધારાની અસર બે થી ત્રણ મહિના પછી જોવા મળી શકે છે, કારણ કે 90 દિવસનો સ્ટોક પહેલેથી જ ઉપલબ્ધ […]

અમેરિકામાં પાકિસ્તાનના સેના પ્રમુખ ઉપર પ્રતિબંધ લગાવવાની માંગણી સાથે બિલ સંસદમાં રજૂ કરાયું

અમેરિકા પાકિસ્તાનના આર્મી ચીફ પર પ્રતિબંધો લાદી શકે છે. આ અંગે અમેરિકન સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર પર રાજકીય વિરોધીઓને દબાવવાનો આરોપ લગાવીને પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ બિલમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને જેલમાંથી મુક્ત કરવાની પણ માંગ કરવામાં આવી છે. મીડિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code