1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બૉલ્ટને રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની આકરી ટીકા કરી. તેમણે ભારત પર લગાવાયેલા 50 ટકાના વેરાની પૃષ્ઠભૂમિમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રશિયા અને ચીનની નજીક લાવવા બદલ ટીકા કરી છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં બૉલ્ટને કહ્યું, વ્હાઈટ હાઉસે શ્રી મોદીને રશિયા અને ચીનની નજીક લાવીને અમેરિકા—ભારત સંબંધોને દાયકાઓ પાછળ ધકેલી દીધા છે. […]

UIDAIએ ઓગસ્ટ 2025માં 221 કરોડ આધાર પ્રમાણીકરણ વ્યવહારો નોંધાવ્યા

નવી દિલ્હીઃ આધાર નંબર ધારકોએ ઓગસ્ટ 2025માં 221 કરોડથી વધુ પ્રમાણીકરણ વ્યવહારો કર્યા, જે આ વર્ષના પાછલા મહિના અને પાછલા નાણાકીય વર્ષના સમાન મહિના કરતાx વધુ છે. ઓગસ્ટ 2025ના પ્રમાણીકરણ વ્યવહારો ઓગસ્ટ 2024માં નોંધાયેલા આવા વ્યવહારો કરતા 10.3%થી વધુ છે. આ આધારના વધતા ઉપયોગ અને ઉપયોગિતા તેમજ દેશમાં ડિજિટલ અર્થતંત્રના વિકાસનું સૂચક છે. વધતો ઉપયોગ […]

વસ્તુ અને સેવા કર સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે: જે.પી.નડ્ડા

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ કહ્યું, વસ્તુ અને સેવા કર- GST સુધારાઓથી આરોગ્ય સેવાના ખર્ચમાં ઘટાડો થશે અને લોકોનું જીવન વધુ સરળ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં નડ્ડાએ કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગામી પેઢીના GST સુધારા આર્થિક રીતે નબળા લોકો અને મધ્યમ વર્ગ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. નડ્ડાએ કહ્યું, કર્કરોગ અને દુર્લભ […]

સિંગાપોર એક મુખ્ય વ્યાપારી ભાગીદાર, અને ‘એક્ટ ઇસ્ટ પોલિસી’નો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે: મોદી

દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી અને સિંગાપોરના વડા પ્રધાન વોંગ વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાટાઘાટોમાં, સ્થાપત્ય, ગ્રીન શિપિંગ, કૌશલ્ય વિકાસ, પાણી વ્યવસ્થાપન, પરમાણુ ઊર્જા અને અદ્યતન ઉત્પાદન જેવા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. AI, ક્વોન્ટમ અને ડિજિટલ ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન અને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગના નવા પ્રકરણો ઉમેરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો. વાટાઘાટો પછી, […]

મથુરામાં યમુનાએ ખતરાના નિશાનને પાર કર્યું, ઘણા ગામો સંપર્ક વિહોણા, બોટ ચલાવવા પર પ્રતિબંધ

આખો દેશ આ દિવસોમાં વરસાદ અને પૂરનો સામનો કરી રહ્યો છે, હવે તેની અસર ઉત્તર પ્રદેશના મથુરામાં જોવા મળી રહી છે. છેલ્લા 5 દિવસથી મથુરામાં યમુના નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. યમુનાનું પાણીનું સ્તર 166.51 મીટર પર પહોંચી ગયું હતું, હવે મથુરામાં યમુના ભયના નિશાનથી 51 સેમી ઉપર વહી રહી છે. નદીના વધતા […]

મુશ્કેલીના સમયમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે: ગોયલ

નવી દિલ્હીઃ જાહેર કરાયેલ GSTમાં પરિવર્તનકારી ફેરફારોનો સૌથી મોટો લાભાર્થીઓમાંનો એક ન્યુટ્રાસ્યુટિકલ્સ ઉદ્યોગ છે, એમ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે ભારત ન્યુટ્રાવર્સ એક્સ્પો 2025ને સંબોધતા જણાવ્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે GST દરોમાં ઘટાડો વપરાશની માંગને જબરદસ્ત અને અભૂતપૂર્વ વેગ આપશે. તેમણે નોંધ્યું હતું કે ઉદ્યોગ હવે વેચાણના મોટા જથ્થાની અપેક્ષા રાખી શકે […]

DRDOની ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરીએ ઉદ્યોગ ભાગીદારોને 3 અદ્યતન સામગ્રી ટેકનોલોજી ટ્રાન્સફર કરી

હૈદરાબાદ સ્થિત DRDOની ડિફેન્સ મેટલર્જિકલ રિસર્ચ લેબોરેટરી (DMRL)એ ઉદ્યોગ ભાગીદારોને ત્રણ અદ્યતન સામગ્રી ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. 30 ઓગસ્ટ, 2025ના રોજ DMRL, હૈદરાબાદ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં સંરક્ષણ વિભાગના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે ઉદ્યોગ ભાગીદારોને ટેકનોલોજી ટ્રાન્સફર (LAToT) દસ્તાવેજો માટે લાઇસન્સિંગ કરાર સોંપ્યો. ઉચ્ચ ગુણવત્તાવાળા રેડોમ્સ (મહત્વપૂર્ણ મિસાઇલ સેન્સર માટે રક્ષણાત્મક […]

દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં સબસીડીવાળી ડુંગળીનું છૂટક વેચાણ શરૂ થશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ આજે ​​NCCF, NAFED અને કેન્દ્રીય ભંડારની મોબાઇલ વાનને લીલી ઝંડી દેખાડીને, 24 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળીના છૂટક વેચાણનો શુભારંભ કર્યો છે. આ પ્રસંગે સરકારી બફર સ્ટોકમાંથી ડુંગળીના જથ્થાત્મક અને લક્ષ્યાંકિત મુક્તિનો પ્રારંભ પણ થયો છે. જેથી ગ્રાહકોને પોષણક્ષમ […]

પુતિનનો અમેરિકાને સ્પષ્ટ સંદેશ : યુનિપોલર નહીં, હવે વિશ્વને જોઈએ ‘મલ્ટિપોલર વર્લ્ડ ઓર્ડર’

બેઇજિંગ/મોસ્કો : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ચીનમાંથી વિશ્વને મોટો સંદેશ આપ્યો છે. ચીનની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કર્યા બાદ પુતિને પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હવે વિશ્વ એકધ્રુવિય (Unipolar) નહીં, પરંતુ બહુધ્રુવિય (Multipolar) વ્યવસ્થામાં આગળ વધે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓનું વધતું વજન […]

દૈનિક ઉપયોગની અનેક આવશ્યક વસ્તુઓને GSTમાંથી મુક્ત કરાઈ, લોકોને મળશે આર્થિક રાહત

નવી દિલ્હી : દિવાળી પૂર્વે દેશના સામાન્ય લોકો, નાના વેપારીઓ અને ખેડૂતોને કેન્દ્ર સરકારે મોટી રાહત આપી છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મહત્વપૂર્ણ ફેરફારોને મંજૂરી આપવામાં આવી. હવે જીએસટીના માત્ર બે જ સ્લેબ રહેશે – 5 ટકા અને 18 ટકા. આ સાથે જ દૈનિક ઉપયોગની અનેક આવશ્યક વસ્તુઓને જીએસટીમાંથી મુક્ત કરવામાં આવી છે. કેન્દ્રીય નાણામંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code