1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગાઝાઃ શોક સમારોહ દરમિયાન ઇઝરાયલી હવાઈ હુમલામાં 16 લોકોનું મૃત્યુ

ગાઝાના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તરી ગાઝા પટ્ટીમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 16 પેલેસ્ટિનિયન માર્યા ગયા અને 30 થી વધુ ઘાયલ થયા છે. બુધવારે બેઇત લાહિયાના સલાટિન વિસ્તારમાં આ હુમલો થયો હતો. જ્યાં લોકોએ અગાઉ ઇઝરાયલી હુમલાના ભોગ બનેલા લોકો માટે શોક સમારોહનું આયોજન કર્યું હતું. ઇઝરાયલી સૈન્યએ આ ઘટના પર તાત્કાલિક કોઈ ટિપ્પણી […]

પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર દેખાવો કરનારા ખેડૂતોના તંબુઓ હટાવાયાં

નવી દિલ્હીઃ પંજાબ પોલીસે પંજાબ-હરિયાણા શંભુ બોર્ડર પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનનો અંત લાવ્યો અને તંબુઓ તોડી પાડ્યા હતા. અહીં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની વિવિધ માંગણીઓને લઈને ધરણા પર બેઠા હતા. શંભુ બોર્ડર પર પોલીસ તૈનાતમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. પોલીસે કિસાન મજૂર મોરચાના કાર્યાલય અને ખેડૂતો દ્વારા બાંધવામાં આવેલા કાયમી બેરિકેડ તોડી પાડ્યા હતા. […]

વાપીના ચણોદમાંથી 10 કિલોથી વધુ ગાંજા સાથે 8 આરોપીની ધરપકડ કરાઈ

સુરતઃ વાપીના ચણોદ ગામે વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે છાપો મારી 10.080 કિ.ગ્રા. ગાંજાનો જથ્થો અને રોકડા રૂ.29,050 જપ્ત કર્યા હતા. પોલીસે નેટવર્ક ચલાવતી મુખ્ય સુત્રધાર મહિલા અને બે તરૂણ સહિત આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના હે.કો. દિપકસિંહ અને હે.કો. હસમુખ ગીગાભાઈને મળેલી બાતમીના આધારે પી.આઇ એ. યુવરોઝ અને ટીમે […]

રાષ્ટ્રપતિએ પત્રકારત્વમાં રામનાથ ગોએન્કા એક્સલન્સ એવોર્ડ પ્રદાન કર્યા

રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ નવી દિલ્હીમાં આયોજિત એક સમારંભમાં 19માં રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઇન જર્નાલિઝમ એવોર્ડ એનાયત કર્યા હતા. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે લોકશાહી માટે મુક્ત અને ન્યાયી પત્રકારત્વના મહત્વને ઓછું આંકી શકાય નહીં. જો નાગરિકો સારી રીતે માહિતગાર ન હોય, તો લોકશાહી પ્રક્રિયાઓ તેમનો અર્થ ગુમાવી દે છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે, સમાચારોના વ્યવસાય […]

બિલ ગેટ્સ અને પીએમ મોદી વચ્ચે મુલાકાત

માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ અને બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ-અધ્યક્ષ બિલ ગેટ્સે બુધવારે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. બિલ ગેટ્સે કહ્યું કે તેમણે ભારતના વિકાસ 2047 સુધીમાં વિકસિત ભારતના માર્ગ અને આરોગ્ય, કૃષિ, કૃત્રિમ બુદ્ધિ અને અન્ય ક્ષેત્રોમાં રોમાંચક પ્રગતિ વિશે પ્રધાનમંત્રી મોદી સાથે ખૂબ જ સારી ચર્ચા કરી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમણે […]

ખેડૂત નેતાઓની અટકાયત બાદ શંભુ અને ખાનૌરી સરહદે ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત

અગ્રણી ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલેવાલ અને સરવન સિંહ પંધેરની અટકાયત બાદ પંજાબમાં શંભુ અને ખાનૌરી સરહદો પર ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. કેન્દ્ર અને ખેડૂત પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક અનિર્ણિત રહ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. જે બાદ ખેડૂતો વધુ વિરોધ માટે શંભુ બોર્ડર તરફ ગયા હતા. ખેડૂત નેતાઓ શંભુ સરહદ તરફ જઈ […]

ભારતમાં ઈન્ટરનેટ વપરાશકારોને આગામી દિવસોમાં મળશે વધુ સ્પીડમાં ઈન્ટરનેટ

ટેલિકોમ કંપની ભારતી એરટેલે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા સ્ટારલિંક લાવવા માટે ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે કરાર કર્યો છે. 11 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં એરટેલે આ માહિતી આપી હતી. તો વળી આ ઘટનાના બીજા જ દિવસે સ્ટારલિંક એ રીલાયન્સ જીયો સાથે પણ કરાર કર્યા છે. ભારતમાં જીઓના આગમન પછી ખુબ જ મોટી તક ઈન્ટરનેટ […]

ઈપીએફઓ ધારકોને હવે સરળતાથી પોતાના નાણા ઉપાડી શકશે

નવી દિલ્હીઃ તાજેતરમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO ધારકો તેમના પીએફ નાં પૈસા સીધા એટીએમ માંથી ઉપાડી શકશે. કેન્દ્ર સરકાર આ માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે EPFO ની નવી મોબાઇલ એપ EPFO 3.0 મે-જૂન 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી, EPFO તેના […]

ભારત રમતગમતમાં સ્વચ્છ અને ન્યાયી સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ: ડો. માંડવિયા

નવી દિલ્હીઃ કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત તથા શ્રમ અને રોજગાર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં રમતગમત અને વૈજ્ઞાનિક સમુદાયોના મુખ્ય હિતધારકોને એકમંચ પર લાવીને “ડોપિંગ વિરોધી વિજ્ઞાનઃ નવીનીકરણ અને પડકારો” વિષય પર નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (એનડીટીએલ) વાર્ષિક પરિષદ-2025નું ઉદ્ઘાટન કર્યું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત રાજ્ય મંત્રી શ્રીમતી […]

મોદી સરકાર મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ : નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે મોદી સરકાર પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં શાંતિ અને સમૃદ્ધિ પુનઃસ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, અમે મણિપુર અને દેશના દરેક રાજ્યની ચિંતા કરીએ છીએ. મણિપુરના મુદ્દા પર વિપક્ષના સતત પ્રહારો વચ્ચે નાણામંત્રીએ રાજ્યસભામાં કહ્યું કે તત્કાલીન વડાપ્રધાનો પીવી નરસિમ્હા રાવ અને ઈન્દર કુમાર ગુજરાલના સમયમાં પણ મણિપુરમાં અશાંતિની સ્થિતિ હતી, પરંતુ બંને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code