1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ઈરાન સાથે તંગ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ યુદ્ધ નહીં લડવાની ઈચ્છા વ્યક્ત કરી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન બાદ છેલ્લા કેટલાક સમયથી ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં અમેરિકા ઈઝરાયલને સમર્થન આપી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે અમેરિકાના ઈરાન સહિતના દેશો સાથે સંબંધોમાં તંગ બન્યાં છે. એટલું જ નહીં ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થવાની ભીતિ સેવાઈ રહી છે જો કે, અમેરિકાએ […]

પાકિસ્તાન આર્મીના 45 જવાનોને ઠાર માર્યાનો બલૂચ લિબરેશન આર્મીનો દાવો

નવી દિલ્હીઃ આર્થિક કટોકટીમાંથી પસાર થતા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઘટવાની જગ્યાએ સતત વધી રહી છે, દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ ઉપર પણ તણાવ ભરી પરિસ્થિતિ ઉભી થઈ છે. દરમિયાન બલુચિસ્તાનમાં આઝાદીની ચળવળ ચલાવી રહેલા બલુચ લિબરેશન આર્મીએ પાકિસ્તાની સેના ઉપર હુમલો કરીને 45 જવાનોને ઠાર માર્યા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે. એટલું […]

ભારતીય નૌસેનાએ ઈરાન બાદ પાકિસ્તાનના જહાજને પણ દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યું

નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નૌસેનાની વીરતા ફરી એકવાર જોવા મળી છે. ભારતીય નેવીએ 24 કલાકમાં અરબ સાગરમાં બે જહાજોને દરિયાઈ ચાંચિયાઓથી બચાવ્યાં હતા. એટલું જ નહીં એક જહાજમાં 19 પાકિસ્તાની અને બીજા ઈરાની જહારમાં 17 ક્રુ મેમ્બર્સને બચાવ્યાં હતા. ભારતીય નેવીએ 28 અને 29 જાન્યુઆરીના રોજ અરબ સાગરમાં બે જહાજોને હાઈજેક થતા બચાવ્યાં હતા. […]

એનએસઈ અને બીએસઈ લીલા નિશાન સાથે ખુલ્યાં

મુંબઈઃ ભારતીય શેરબજાર સારી મજબૂતી સાથે ખુલ્યાં હતા, અને સેન્સેક્સ 72 હજારના સ્તરે ખુલ્યો હતો. આઈટી શેર અને બેંક શેરમાં ઉછાળાને કારણે શેરબજારને મજબૂત સપોર્ટ મળ્યો હતો, બેન્ક નિફ્ટી અને આઈટી ઈન્ડેક્સની મજબૂતાઈને કારણે બજારમાં વૃદ્ધિનો લીલો સંકેત જોવા મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાના મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યો હતા. વધતા શેરોની […]

સંસદના બજેટ સત્રને લઈ સંસદીય બાબતોના મંત્રી મંગળવારે રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે

નવી દિલ્હીઃ સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશી સંસદના સત્રની શરૂઆત પહેલા સંસદના બંને ગૃહોમાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક કરશે. આ સર્વપક્ષીય બેઠક આવતીકાલે એટલે કે 30 જાન્યુઆરીના રોજ સવારે 11:30 વાગ્યે સંસદ લાયબ્રેરી બિલ્ડીંગ, નવી દિલ્હીમાં યોજાશે. સંસદનું સત્ર 31 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિના સંબોધન સાથે શરૂ થશે અને સરકારી કામકાજની આવશ્યકતાઓને આધીન, 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત […]

શ્રીલંકા ક્રિકેટ બોર્ડને મળી મોટી રાહત, ICCએ હટાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ICCએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડ પર લાદવામાં આવેલ સસ્પેન્સ હટાવી દીધું છે. ICCએ એક નિર્ણય લીધો છે. ICCએ શ્રીલંકન ક્રિકેટ પર બેન તાત્કાલિક હટાવી લીધો છે. સરકારની દખલગીરીને કારણે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે શ્રીલંકા ક્રિકેટ પર બેન મુક્યો હતો. 10 નવેમ્બર, 2023એ શ્રીલંકા ક્રિકેટને ICCના મેમ્બર તરીકે જવાબદારીઓનું ઉલંઘન કરવામાં આવ્યું હતુ. હવે 21 નવેમ્બરે […]

ભારતીય રેલવેએ 9 મહિનામાં વિકાસ કાર્યો માટે 1.96 લાખ કરોડનો ખર્ચ કર્યો

નવી દિલ્હીઃ ભારતીય રેલ્વેએ આ નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં ડિસેમ્બર 2023 સુધી લગભગ 75% મૂડી ખર્ચનો ઉપયોગ કર્યો છે . ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2023 સુધી કુલ રૂ. 1,95,929.97 કરોડનો ઉપયોગ કર્યો છે, જે આ નાણાકીય વર્ષ દરમિયાન રેલવેના કુલ મૂડી ખર્ચના લગભગ 75% (રૂ. 2.62 લાખ કરોડ) છે. ભારતીય રેલ્વેએ ડિસેમ્બર 2022 માં સમાન […]

ભારતીય નૌકાદળે અરબ સાગરમાં સોમાલિયાના ચાંચિયાઓથી ઈરાની માછીમારોને બચાવ્યા

નવી દિલ્હીઃ અરબ સાગરમાં કોચિન થી 700 માઈલ દૂર પશ્ચિમમાં સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ  17 ક્રુ મેમ્બર વાળા જહાજને પકડી લીધું હતું. માછલી પકડવા જઈ રહેલા ઈરાનના જાહજ એમ વી ઈમાનનું સોમાલિયાના સમુદ્રી લૂંટેરાઓ અપહરણ કરી લીધું હતું. ભારતીય રક્ષાના અધિકારીઓએ સોમવારે બપોરે તાત્કાલીક ધોરણે અપહરણ કરેલ જહાજ ને છોડવાના પ્રયાસ શરૂ કર્યાં હતા. યુદ્ધપોત આઈએનેએસ […]

અમેરિકાએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હીઃ ભારતમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓની ટીમએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને અમેરિકાના વિઝા આપવામાં આવ્યાં હતા. આ આંકડો પહેલાની સરખામણીએ અનેક ગણો વધારે છે. જ્યારે વિઝિટર વિઝા એપોઈમેન્ટ પ્રતીક્ષા સમયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસી અને વાણીજ્ય દૂતાવાસએ એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, હાલ […]

ભારત સરકારે દેશ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ ‘સિમી’ ઉપર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સ્ટુડેંટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે સિમી પર પાંચ વર્ષનો પ્રતિબંધ વધારવામાં આવ્યો છે. સોમવારે ગૃહ વિભાગે સોશિયલ મીડિયા ઉપર સિમી ઉપર પ્રતિબંધ વધારવાના આદેશની માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં લખ્યું છે કે, આતંકવાદ સામેની પીએમ મોદીની જીરો ટોલરેંસના દ્રષ્ટીકોણ હેઠળ સિમીને યુએપીએ હેઠળ વધારે પાંચ વર્ષ માટે ગેરકાનૂની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code