1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ગુજરાત: ભારતની પ્રથમ મલ્ટી-લેન ફ્રી ફ્લો ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે NHAIએ કરાર કર્યાં

રાષ્ટ્રીય ધોરીમાર્ગના વપરાશકર્તાઓને સરળ અને મુશ્કેલીમુક્ત ટોલિંગ અનુભવ પૂરો પાડવા માટે, NHAI દ્વારા પ્રમોટ કરાયેલી કંપની, ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IHMCL)એ ગુજરાતના ચોર્યાસી ફી પ્લાઝા ખાતે NH-48 પર દેશની પ્રથમ વ્યાપક મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલિંગ સિસ્ટમ લાગુ કરવા માટે ICICI બેંક સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સીમાચિહ્નરૂપ કરાર NHAI મુખ્યાલય, નવી […]

ભુપેન્દ્ર પટેલે ગળતેશ્વર મહાદેવના દર્શન કરીને જનસુખાકારી માટે કરી પ્રાર્થના

નડિયાદઃ 76મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વરમાં નિર્માણ પામેલા રાજ્યના 24 માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરનાલ ગામ સ્થિત ગળતેશ્વર મંદિરમાં મહાદેવના પૂજા અર્ચન કરીને રાજ્યની જનસુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઠાસરા તાલુકાના સરનાલ ગામ પાસે મહિસાગર અને ગળતી નદીના સંગમ સ્થાન ઉપર આવેલા પૌરાણિક ગળતેશ્વર મહાદેવના પૂજન […]

ટોરેન્ટ પાવર મધ્યપ્રદેશમાં 1,600 મેગાવોટ કોલસા આધારિત થર્મલ પાવર પ્રોજેક્ટ વિકસાવશે

અમદાવાદ: દેશમાં વીજ ઉત્પાદન, ટ્રાંસમિશન અને વિતરણની સંકલિત હાજરી ધરાવતી ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપની ટોરેન્ટ પાવર લિમિટેડને પોતાના 1,600 મેગાવોટ કોલસા આધારિત નવા થર્મલ પાવર પ્લાન્ટમાંથી લાંબા ગાળાની વીજળી પુરી પાડવા માટે MP પાવર મેનેજમેન્ટ કંપની લિમિટેડ (MPPMCL) તરફથી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે. MPPMCL દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ભાગ […]

મધ્યપ્રદેશમાં નિર્માણ થનારા 800 મેગાવોટ ક્ષમતાના થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરવઠો આપવા અદાણી પાવરને LoA મળ્યો

અમદાવાદ : ભારતના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર જનરેટર, અદાણી પાવર લિ.ને મધ્યપ્રદેશના અનુપપુર જિલ્લામાં નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટ ક્ષમતાના નવા અલ્ટ્રા-સુપરક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી વીજ પુરી પાડવા માટે એમપી પાવર મેનેજમેન્ટ કંપની લિ. (MPPMCL) દ્વારા લેટર ઓફ એવોર્ડ (LoA)  એનાયત થયો છે, એમ કંપનીએ આજે જણાવ્યું હતું  . મધ્યપ્રદેશમાં વધી રહેલા ઔદ્યોગિકીકરણ અને […]

બેંગ્લોરઃ RCBએ ભાગદોડમાં જીવ ગુમાવનારાઓ માટે 25 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી

બેંગ્લોરઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ 4 જૂન, 2025ના રોજ ટાઇટલ સેલિબ્રેશન દરમિયાન ભાગદોડમાં જીવ ગુમાવનારાઓના પરિવારોને 25 લાખ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. RCB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે. શનિવારે RCB એ X પર લખ્યું, “4 જૂન, 2025ના રોજ અમારા હૃદય તૂટી ગયા હતા. અમે RCB પરિવારના અગિયાર સભ્યો […]

મની લોન્ડરીંગ મામલે ઈડી વધુ બની એક્ટિવ, ઈન્ટરપોલ મારફતે પર્પર નોટિસ જાહેર કરાશે

નવી દિલ્હીઃ આર્થિક ગુનેગારો સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી સફળતા મેળવી છે. તપાસ એજન્સીએ પહેલી વાર ઇન્ટરપોલ મારફતે પર્પલ નોટિસ જાહેર કરી છે. આ નોટિસ 21 ઑગસ્ટે જાહેર કરવામાં આવી હતી અને તેમાં નવા પ્રકારની ટ્રેડ-બેઝ્ડ મની લોન્ડરિંગ (અર્થાત વેપારના બહાને કાળો નાણા સફેદ કરવાની ચાલ)નો ખુલાસો કરવામાં આવ્યો છે. ઇન્ટરપોલનું પર્પલ નોટિસ મૂળભૂત […]

ઓનલાઈન ગેમિંગ કાયદા અંગે નિયમો મામલે ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ ઓનલાઈન ગેમિંગ કાયદા અંગે નિયમો અને આગળ વધવાના માર્ગ પર ચર્ચા થઈ હતી. ગેમિંગ પ્લેટફોર્મના પ્રતિનિધિઓ ઉપરાંત, આ સચિવ સ્તરની બેઠકમાં બેંકિંગ અને ફિનટેક પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. આ બેઠકનો હેતુ હિતધારકોને જણાવવાનો હતો કે આ કાયદામાં તેમના માટે શું છે. બેઠકમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં આ કાયદા સંબંધિત નિયમો […]

યુક્રેન-રશિયા યુદ્ધ મુદ્દે ભારત ઉપર આક્ષેપ કરનારા અમેરિકા ઉપર અમેરિકન યહૂદી સંગઠને કર્યાં આકરા પ્રહાર

એક અમેરિકન યહૂદી સંગઠને રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારતની નિંદા કરનારા અધિકારીઓની ટીકા કરી છે. સંગઠને કહ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ માટે ભારત જવાબદાર નથી અને અમેરિકા-ભારત સંબંધોને ફરીથી સુધારવાની જરૂર છે. ટ્રમ્પ વહીવટીતંત્રના કેટલાક સભ્યોએ તાજેતરમાં ભારત પર આરોપ લગાવ્યો છે કે રશિયા પાસેથી ઓઈલ ખરીદીને ભારત રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુદ્ધ મશીનને ભંડોળ પૂરું […]

જાપાન: PM મોદીએ બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી, ભારતીય ડ્રાઇવરોને મળ્યા

નવી દિલ્હીઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો બીજો દિવસ હતો. પ્રધાનમંત્રી મોદીએ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે બુલેટ ટ્રેનમાં મુસાફરી કરી હતી. પ્રવાસ પછી, તેમણે એક સેમિકન્ડક્ટર ફેક્ટરીની મુલાકાત લીધી હતી. તેઓ પૂર્વ જાપાન રેલ્વે કંપનીમાં તાલીમ લઈ રહેલા ભારતીય ટ્રેન ડ્રાઇવરોને પણ મળ્યા હતા. જાપાનના પ્રધાનમંત્રીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મોદી સાથેની […]

નાણાકીય વર્ષ 26 માં ભારતનું અર્થતંત્ર લગભગ 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 26 માં ભારતનું અર્થતંત્ર લગભગ 6.5 ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા છે. આ સ્થિર સ્થાનિક ગતિ દર્શાવે છે. બેંક ઓફ બરોડાએ એક અહેવાલમાં આમ જણાવ્યું હતું. બેંક ઓફ બરોડાએ એમ પણ કહ્યું છે કે, ટેરિફ સંબંધિત વધતી ચિંતાઓ જોખમો પેદા કરી શકે છે. BOB ના અંદાજ ભારતીય રિઝર્વ બેંક (RBI) […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code