1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

મહારાષ્ટ્રઃ કુખ્યાત નક્સલી વેણુગોપાલ રાવ સહિત અન્ય 60 નક્સલવાદીઓએ હથિયાર હેઠાં મુક્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસને નક્સલવાદ વિરુદ્ધ મોટી સફળતા મળી છે. ખતરનાક નક્સલવાદી મલ્લૌજુલા વેણુગોપાલ રાવ (સોનુ)એ અન્ય 60 નક્સલવાદીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં, પોલીસ નક્સલવાદીઓ સામે લાંબા સમયથી કાર્યવાહી કરી રહી છે. દેશમાંથી નક્સલવાદને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું અભિયાન ચાલુ છે. આ પ્રયાસમાં, ઘણા નક્સલવાદીઓ સતત આત્મસમર્પણ કરી રહ્યા છે. […]

મેક્સિકોમાં મુશળધાર વરસાદથી તબાહી: 64 લોકોના મોત, 65 ગુમ

નવી દિલ્હી: મેક્સિકોમાં પડેલા મુશળધાર વરસાદને કારણે 64 લોકોના મોત થયા છે અને 65 લોકો ગુમ થયા છે. સરકારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે, કેટલીક નગરપાલિકાઓમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને ઘણી નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થયો છે. મેક્સીકન અધિકારીઓએ છેલ્લા અઠવાડિયાથી વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોને ખાલી કરાવવા, સાફ કરવા […]

ભારતે લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ ટાળ્યું, ચીન-અમેરિકાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં હાજર

નવી દિલ્હીઃ ભારત તા. 15થી 17 ઓક્ટોબર વચ્ચે બંગાળની ખાડીમાં લાંબા અંતરની મિસાઈલનું પરીક્ષણ કરવાનું હતું. જો કે, તેને રદ કરવામાં આવ્યાનું જાણવા મળે છે. ભારતે 3550 કિમીના વિસ્તારમાં નો ફ્લાઈંગ ઝોન જાહેર કર્યો હતો. જેથી અમેરિકા અને ચીને પોતાના જાસુસી જહાજ હિંદ મહાસાગરમાં મોકલ્યાં હતા. ભારત સરકારે નોટમ જાહેર કરીને ચેતવણી આપી હતી. ભારતે […]

પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફ અને પ્રતિનિધિમંડળને અફઘાનિસ્તાને ના આપ્યા વિઝા

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સરહદ ઉપર ફાયરિંગની ઘટનાઓ વધી છે. તેમજ તાજેતરમાં જ પાકિસ્તાન આર્મીએ અફઘાનિસ્તાનમાં એરસ્ટ્રાઈક કરી હતી. જેથી અફઘાનિસ્તાને નારાજગી વ્યક્ત કરી હતી. દરમિયાન અફઘાનિસ્તાને પાકિસ્તાનના ઉચ્ચસ્તરીય ડેલીગેશનના કાબુલ પ્રવાસની વિનંતીને ફગાવી દેવામાં આવી છે. સતત 3 દિવસથી પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા મોહમ્મદ આફિસ. આઈએસઆઈ પ્રમુખ આસિમ મલિક અને અન્ય બે […]

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મી ટેસ્ટ શ્રેણી જીતી રચ્યો ઈતિહાસ

નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઈન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટ 7 વિકેટથી જીતીને 2-0 થી શ્રેણી જીતી લીધી હતી. આ ટીમ ઈન્ડિયાનો વેસ્ટ ઈન્ડીઝ સામે સતત 10મો ટેસ્ટ શ્રેણીનો વિજય છે. આ સાથે, ભારતે કોઈ પણ પ્રતિસ્પર્ધી સામે સતત સૌથી વધુ ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ સંયુક્ત રીતે મેળવી લીધો છે. ભારત પહેલા, દક્ષિણ આફ્રિકાની ટીમે 1998થી 2024 […]

મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત

નવી દિલ્હીઃ મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જ્યાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો પછી અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મોંગોલિયન રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. […]

સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની જરૂરિયાત, ભારત નિયમ આધારિત વ્યવસ્થાનો સમર્થક: રાજનાથસિંહ

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથસિંહે સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર હાલમાં વિશ્વાસના સંકટનો સામનો કરી રહ્યું છે, કારણ કે તે આજની વૈશ્વિક હકીકતોને પ્રતિબિંબિત કરતું નથી અને તેથી આધુનિક પડકારોનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યું છે. રાજનાથસિંહે કોઈ દેશનું નામ લીધા વગર કહ્યું કે કેટલાક […]

માઓવાદીઓના કાવતરાને સુરક્ષાદળોએ બનાવ્યું નિષ્ફળ, જંગી માત્રામાં જપ્ત કરી વિસ્ફોટક સામગ્રી

નવી દિલ્હીઃ સુરક્ષા દળોએ ખતરનાક માઓવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યું છે. તાડપાલા બેઝ કેમ્પમાંથી કોબ્રા 206, CRPF 229, 153 અને 196 ની સંયુક્ત ટીમે KGH તળેટી વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઓપરેશન દરમિયાન માઓવાદીઓ દ્વારા છુપાવવામાં આવેલા BGL (બોમ્બ ગ્રેનેડ લોન્ચર) બનાવવા માટે મોટી માત્રામાં વિસ્ફોટકો અને સામગ્રી મળી આવી હતી. જપ્ત કરાયેલ સામગ્રીમાં 51 […]

ભારતમાં ફુગાવો 0.45 ટકાની આસપાસ રહેવાની શક્યતા

નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ, ભારતમાં ફુગાવો આવતા મહિને 0.45 ટકાની આસપાસ રહેવાની શક્યતા છે, જે નિર્ણાયક પગલાં માટે મજબૂત આધાર પૂરો પાડે છે. અહેવાલમાં જણાવાયું છે કે બજારના વિવિધ વિભાગો અને સામાન્ય જનતાનો સામૂહિક અવાજ હોવાના કારણે, અમારું માનવું છે કે RBI અને MPC આ ચોક્કસ સમયે બદલાતી ભાવના પર […]

ઝેલેન્સકી ટ્રમ્પને મળશે, રશિયા પર હુમલો કરવા માટે નવા શસ્ત્રોની ચર્ચા કરશે

નવી દિલ્હી: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ વોશિંગ્ટનમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળશે, જ્યાં બંને નેતાઓ યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને નવા શસ્ત્રો પર ચર્ચા કરશે. યુક્રેનને લાંબા અંતરની ટોમાહોક મિસાઇલો સપ્લાય કરવા અંગેની ચર્ચાઓ વચ્ચે ઝેલેન્સકી અને ટ્રમ્પે વાત કરી હતી. દરમિયાન, યુક્રેનના વડા પ્રધાન યુલિયાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ વોશિંગ્ટનની મુલાકાત લેવાનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code