1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

શિમલા સહિત હિમાચલના અનેક ભાગોમાં ભારે વરસાદ, જનજીવન ખોરવાયું

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલા સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં ગઈકાલથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ચંબા જિલ્લામાં ભારે વરસાદના કારણે વિવિધ સ્થળોએ ફસાયેલા મણિ મહેશના યાત્રાળુઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી […]

સરકારે RBI ગવર્નર ઉર્જિત પટેલને IMFના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા

નવી દિલ્હી:  સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને ત્રણ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેઓ કે.વી. સુબ્રમણ્યમનું સ્થાન લેશે, જેમની સેવાઓ સરકારે 30 એપ્રિલ 2025 ના રોજ, તેમના ત્રણ વર્ષના કાર્યકાળના છ મહિના પહેલા સમાપ્ત કરી દીધી હતી. આ સંદર્ભમાં જારી કરાયેલા […]

મહારાષ્ટ્રના રાજુરામાં ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 6 વ્યક્તિના મોત

પૂણેઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા તાલુકામાં ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ટક્કર થતાં છ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ અકસ્માત રાજુરા વિસ્તારમાં થયો હતો, જ્યાં ઓટોરિક્ષામાં સવાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના રાજુરા તાલુકામાં ટ્રક અને ઓટોરિક્ષા […]

લોકોને ગુનાથી દૂર રહેવાની શિખામણ આપતો કહેવાતો સમાજ સેવક જ ચોરીના ગુનાને આપતો હતો અંજામ

નવી દિલ્હીઃ ઓડિશાના ભુવનેશ્વરમાં પોલીસે એક ચોરની ધરપકડ કરી છે જે લોકોને ગુનાથી દૂર રહેવા અને સારું જીવન જીવવાનો રસ્તો બતાવતો હતો, પરંતુ વાસ્તવમાં તે પોતે ખોટા રસ્તા ચેલતો હતો. તે ‘ચેન્જ યોર લાઈફ’ નામની યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને દિવસે લોકોને ગુનામુક્ત જીવન જીવવાનું શીખવતો હતો. આ પછી, તે રાત્રે પોતે ચોરી કરતો હતો, […]

બિહારમાં ૨,૪૦૦ મેગાવોટના ગ્રીનફિલ્ડ થર્મલ પાવર પ્લાન્ટ માટે અદાણી પાવરને LoA પ્રાપ્ત

અમદાવાદ: ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી થર્મલ પાવર ઉત્પાદક  કંપની અદાણી પાવર લિ.એ આજે જણાવ્યું હતું કે તેને બિહાર સ્ટેટ પાવર જનરેશન કંપની લિ. તરફથી પચ્ચીસ વર્ષના લાંબા ગાળા માટે વીજળી પ્રાપ્ત કરવા સંબંધી લેટર ઓફ એવોર્ડ (LoA) પ્રાપ્ત થયો છે., જે બિહારના ભાગલપુર જિલ્લામાં પીરપૈંટી ખાતે નિર્માણ થનારા ૮૦૦ મેગાવોટના ત્રણ એકમો મળી કુલ […]

અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

નવી દિલ્હીઃ હવામાન વિભાગએ આજે અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગે ગુજરાત, કર્ણાટક, કેરળ, માહે, કોંકણ, ગોવા, મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તેલંગાણા અને વિદર્ભમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે.દરમિયાન, ઉત્તરપશ્ચિમ ભારતમાં, હવામાન […]

ભારતમાં કતારે મજબુત રોકાણ માટે વિશ્વાસ વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે, નવી દિલ્હીમાં કતારના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડૉ. અહેમદ બિન મોહમ્મદ અલ-સૈયદ સાથે મુલાકાત કરી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન બંને મંત્રીઓએ ભારત અને કતાર વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. ચર્ચા દરમિયાન, નાણાંમંત્રીએ […]

ડાયમંડ લીગ ફાઇનલ : નીરજ ચોપરા બીજા સ્થાને, જુલિયન વેબરે ટાઇટલ જીત્યું

બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાને ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત ત્રીજી વખત રનર-અપ પોઝિશનથી સંતોષ માનવો પડ્યો. જર્મનીના જુલિયન વેબરે શાનદાર પ્રદર્શન કર્યું અને 90 મીટરથી વધુના બે થ્રો સાથે પોતાનો પહેલો ટાઇટલ જીત્યો. નીરજે શરૂઆતના થ્રોમાં 84.35 મીટર ફેંકીને ત્રીજા સ્થાનેથી શરૂઆત કરી. પાંચમા રાઉન્ડ સુધીમાં તે ત્રીજા સ્થાને […]

સદીથી એક કદમ દૂર… 99 રન પર સૌથી વધુ વખત આઉટ થનાર ક્રિકેટરોમાં ભારતીયોનું નામ ટોચે

ક્રિકેટની દુનિયામાં બેટ્સમેન માટે સદી ફટકારવી સૌથી મોટું માઈલસ્ટોન ગણાય છે. પરંતુ ઘણીવાર ખેલાડી સદીથી ફક્ત એક પગલું દૂર રહી જાય છે અને 99 રન પર આઉટ થાય છે. ક્રિકેટના ઇતિહાસમાં આ ક્ષણ બેટ્સમેન માટે નિરાશાજનક ગણાય છે. સચિન તેંડુલકર – 17 વખત 99 પર આઉટ વન-ડે ક્રિકેટમાં સૌથી વધુ વખત 99 રન પર આઉટ […]

કેરળઃ આર્થિક મુશ્કેલીમાં ફરાયેલા પરિવારે કર્યો સામુહિક આપઘાત, 3ના મોત

બેંગ્લોરઃ કેરળના કાસરગોડમાં કથિત રીતે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પરિવારના સભ્યો દ્વારા સામૂહિક આત્મહત્યાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પારક્કલાઈના ઓંડમપુલીમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ બેલુરમાં રબર પ્રોસેસિંગમાં વપરાતું એસિડ પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આમાંથી એક સભ્ય બચી ગયો અને તેની સારવાર ચાલી રહી છે. પોલીસે આ મામલે માહિતી આપી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code