1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

UCC એ બંધારણીય વચન છે, તે કોઈના પર ઠોકી બેસાડવા માટે નથી: ડૉ. વિક્રમભાઈ દેસાઈ

સીમા જાગરણ મંચ, કર્ણાવતી દ્વારા  “સમાન નાગરિક ધારો શા માટે?  “Why Uniform Civil Code” વિષય પર એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં “યુનિફોર્મ સિવિલ કોડ” તેના મહત્વ અને ભારતના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં સામાજિક અને ન્યાયિક એકતા માટે તેની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ જામનગરના ધારાસભ્ય માનનીય શ્રીમતી રીવાબા જાડેજાએ આ […]

રાષ્ટ્રીય મહિલા આયોગ: 9 રાજ્યોમાં ‘તેરે મેરે સપને’ નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્ર ખુલશે

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “તેરે મેરે સપને” નામથી પ્રી-મેરિટલ કાઉન્સેલિંગ કેન્દ્રની એક નવી પહેલ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોને લગ્ન પહેલાં માનસિક, ભાવનાત્મક અને સામાજિક રીતે તૈયાર કરવાનો છે, જેથી તેઓ તેમના સંબંધોને વધુ સારી રીતે સમજી શકે અને સફળ લગ્ન જીવનનો પાયો નાખી શકે. […]

દરેક ભય અને શંકાને વટાવી નારી શક્તિનો ઉદય થઈ રહ્યો છે, વધી રહ્યો છે : પ્રધાનમંત્રી

સુરતઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતનાં નવસારીમાં વિવિધ વિકાસલક્ષી કાર્યોનો શુભારંભ કરાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો અને દીકરીઓના પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને આ ખાસ દિવસે દેશની તમામ મહિલાઓને શુભકામનાઓ પાઠવી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજે માતૃશક્તિનાં મહાકુંભમાં તેમને […]

વિકસિત ભારતનું નિર્માણ ફક્ત આત્મનિર્ભર, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના બળ પર જ થઈ શકે છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં ‘નારી શક્તિ સે વિકસિત ભારત’ વિષય પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કર્યું હતું. કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર સાથી નાગરિકોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે આ […]

ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલીએ PM મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સંભાળ્યું

નવી દિલ્હીઃ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર વૈશાલી રમેશબાબુએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘X’ એકાઉન્ટનું સંભાળ્યું હતું. આ પીએમ મોદીની પહેલનો એક ભાગ હતો જેમાં તેમણે વચન આપ્યું હતું કે આ ખાસ દિવસે, તેમના સોશિયલ મીડિયાને એવી મહિલાઓ સંભાળશે જેમણે પોતપોતાના ક્ષેત્રમાં મહાન સિદ્ધિઓ હાંસલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ અગાઉ મહિલા દિવસ પર એક પોસ્ટમાં […]

દિલ્હીમાં મહિલા સમૃદ્ધિ યોજનાની જાહેરાત કરાઈ, મહિલાઓને દર મહિને રૂ. 2500 અપાશે

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે, ભાજપે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, સીએમ રેખા ગુપ્તા અને દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા, બૈજયંત પાંડા, મહિલા મોરચા પ્રમુખ વનથી શ્રીનિવાસન અને સાંસદ કમલજીત સેહરાવત હાજર રહ્યા હતા. આ બેઠકમાં મહિલા સમૃદ્ધિ યોજના અંગે એક મોટી જાહેરાત […]

હિઝબુલ મુજાહિદ્દીનનો વોન્ટેડે આતંકવાદી ઉલ્ફત હુસૈન ઝડપાયો

લખનૌઃ આતંકવાદ વિરોધી દળ (ATS) અને કાટઘર પોલીસની સંયુક્ત ટીમે હિઝબુલ મુજાહિદ્દીનના ફરાર આતંકવાદી ઉલ્ફત હુસૈનની ધરપકડ કરી છે. 18 વર્ષથી ફરાર આતંકવાદી પર 25 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્ફત હુસૈન ઉર્ફે મોહમ્મદ સૈફુલ્લાહ ઇસ્લામ ઉર્ફે અફઝલ ઉર્ફે પરવેઝ ઉર્ફે હુસૈન મલિક, જે ફઝલાબાદ, સુરનકોટ, પૂંછ (જમ્મુ અને કાશ્મીર) નો રહેવાસી છે, […]

પીએમ મોદીએ નવસારીમાં લખપતિ દીદી સંમેલનમાં લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ

નવસારી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાતના નવસારી જિલ્લામાં ‘લખપતિ દીદી’ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વાંસી બોરસી ગામમાં ‘લખપતિ દીદી સંમેલન’માં હાજરી આપવાની સાથે પીએમ મોદીએ 25,000 થી વધુ સ્વ-સહાય જૂથો (SHG) ની 2.5 લાખથી વધુ મહિલાઓને 450 કરોડ રૂપિયાની નાણાકીય સહાયનું વિતરણ પણ કર્યું હતું. ‘લખપતિ દીદી’ યોજના કેન્દ્ર […]

હૈદરાબાદ મેટ્રોએ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે બનાવ્યો ખાસ ગ્રીન કોરિડોર

બેંગ્લોરઃ હૈદરાબાદ મેટ્રો રેલે દાન કરાયેલા હૃદયને હોસ્પિટલમાં પહોંચાડવાની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે એક ખાસ ગ્રીન કોરિડોર બનાવીને એક મહત્વપૂર્ણ જીવન બચાવ મિશન હાથ ધર્યું છે. આ પહેલની મદદથી, 11 સ્ટેશનો પાર કરીને 13 કિમીનું અંતર માત્ર 12 મિનિટમાં કાપવામાં આવ્યું, જેનાથી ઘણો સમય બચશે. દર્દીના સફળ હૃદય પ્રત્યારોપણમાં આ પહેલ મહત્વપૂર્ણ સાબિત થશે. એલ […]

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલા અચીવર્સને સોંપ્યા

નવી દિલ્હીઃ મહિલા શક્તિ અને સિદ્ધિઓને પ્રેરણાદાયક શ્રેય આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ છોડી રહેલી મહિલાઓને સોંપ્યા છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, મહિલા અચીવર્સ પ્રધાનમંત્રીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની વાતો અને આંતરદૃષ્ટિ શેર કરવા માટે ગર્વથી આવે છે. મહિલા અચીવર્સે પ્રધાનમંત્રીના X એકાઉન્ટ પર પોસ્ટ કરી કે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code