1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

ફિજીના પીએમ રાબુકાએ પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરી, બંને દેશોએ 7 કરારો પર હસ્તાક્ષર કર્યા

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે ફિજીના પ્રધાનમંત્રી સિટિવેની લિગામામાડા રાબુકા સાથે વ્યાપક વાટાઘાટો કરી, જેમાં વેપાર અને રોકાણ જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ, ભારત અને ફિજીએ સાત કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે આબોહવા પરિવર્તન ફિજી માટે ખતરો છે, અમે […]

રાજસ્થાનમાં સતત વરસાદને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત, 19 જિલ્લામાં શાળાઓ બંધ

દેશના મોટાભાગના ભાગો ભારે વરસાદથી પ્રભાવિત છે. રાજસ્થાન પણ સતત ભારે વરસાદની અસરનો સામનો કરી રહ્યું છે. વહીવટીતંત્રની સૂચનાને પગલે, સોમવારે (25 ઓગસ્ટ) 19 જિલ્લાઓમાં શાળાઓ બંધ રહી. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન પર ઘણી અસર પડી છે, જ્યારે હવામાન વિભાગે 16 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. […]

રેખા ગુપ્તાની સુરક્ષા પાછી દિલ્હી પોલીસના હાથમાં, સરકારે CRPF હટાવી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સુરક્ષામાં ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે આ ફેરફાર કર્યો છે. આ મુજબ, હવે દિલ્હીના મુખ્યમંત્રીની સુરક્ષા દિલ્હી પોલીસને પાછી સોંપવામાં આવશે. કેન્દ્ર સરકારે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને આપવામાં આવેલી CRPFની ‘Z શ્રેણી’ સુરક્ષા પાછી ખેંચી લીધી છે. આ નિર્ણય હુમલાના થોડા દિવસો પછી લેવામાં આવ્યો છે જેના કારણે […]

ઉદયપુરમાં ખાણમાં 4 બાળકો ડૂબી ગયા, પરિવારજનોએ મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો

રાજસ્થાનના ઉદયપુર જિલ્લામાં એક દુ:ખદ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો. ડાબોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ખાણમાં નહાવા ગયેલા ચાર સગીર બાળકો ડૂબી ગયા અને મૃત્યુ પામ્યા. આ ઘટના બાદ ગામમાં શોક છવાઈ ગયો અને પરિવારના સભ્યોએ ખાણ માલિક સામે કાર્યવાહીની માંગ કરી. ખેતરમાં બકરા ચરાવવા ગયા હતા બાળકો પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ડાબોક પોલીસ […]

બંગાળ સ્કૂલ ભરતી કૌભાંડઃ તૃણમુલના ધારાસભ્ય અને તેમના પરિચીતો ઉપર ઈડીના દરોડા

કોલકાતાઃ શાળાઓમાં શિક્ષકો અને સ્ટાફની ભરતીમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે પશ્ચિમ બંગાળના શાસક તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીવન કૃષ્ણ સાહા અને તેમના કેટલાક સંબંધીઓના પરિસરમાં દરોડા પાડ્યા હતા. મુર્શિદાબાદ જિલ્લાના બુરવાન વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય સાહા સામે મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ દરોડા પાડવામાં આવી રહ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે […]

ઈઝરાયલે બંધકોને મુક્ત કરાવવા હમાસના ઠેકાણા ઉપર ફરીથી કર્યા હુમલા

ઇઝરાયલે ગાઝા પર હુમલા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન ઇઝરાયલ કાત્ઝે જણાવ્યું હતું કે ઇઝરાયલ સંરક્ષણ દળ હમાસને હરાવવા, તમામ બંધકોને મુક્ત કરવાની ખાતરી કરવા અને યુદ્ધનો અંત લાવવા માટે સંપૂર્ણ તાકાતથી હુમલો કરવાનું ચાલુ રાખશે. કાત્ઝે કહ્યું હતું કે જો હમાસ તમામ બંધકોને મુક્ત કરવાની અને યુદ્ધનો અંત લાવવા માટે ઇઝરાયલના […]

કોપર ચેમ્પિયનશિપમાં અનાહત સિંહે રચ્યો ઇતિહાસ

17 વર્ષીય અનાહત સિંહે ઇતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં રમાતી કોપર ચેમ્પિયનશિપમાં બીજા ક્રમે રહી હતી. PSA કોપર-લેવલ ફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. પગની ઘૂંટીની ઇજા સામે ઝઝૂમવા છતાં, NSW સ્ક્વોશ બેગા ઓપન 2025માં રનર-અપ રહી. બેગા કન્ટ્રી ક્લબ ખાતે ઉભરતી ભારતીય સ્ટાર ખેલાડીનો શાનદાર પ્રવાસ ત્યારે સમાપ્ત થયો, જ્યારે તેણીને ઇજિપ્તની હબીબા હાની […]

કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે: અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, “કોઈ પણ મંત્રી હોય કે મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ન ચલાવી શકે.” જયારે 130મા બંધારણ સુધારા બિલ પર અમિત શાહે સ્પષ્ટતા કરી કે, કાયદો બધા માટે એકસમાન હોય છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ સંસદમાં બિલ પસાર થવા પર વ્યક્ત વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, સંસદ ચર્ચા માટે છે વિરોધ માટે નહીં. […]

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલન્સ્કી ભારતની મુલાકાતે આવશે

નવી દિલ્હીઃ યુક્રેનના રાજદૂત ઓલેક્ઝાન્ડર પોલિશુકે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી ટૂંક સમયમાં ભારતની મુલાકાતે આવશે. બંને દેશો વચ્ચે તારીખ નક્કી કરવા માટે કામ ચાલી રહ્યું છે, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ બાદ શક્ય બની રહ્યું છે. પોલીશચુકે કહ્યું કે, વડા પ્રધાન મોદીએ ઝેલેન્સ્કીને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. બંને પક્ષો તેના […]

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આવેલા પૂરમાં 335 વ્યક્તિના મોત

આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પૂરના કારણે તબાહી મચી છે. તાજેતરના સરકારી અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 335 લોકોનાં મોત થયા છે, જ્યારે 350 થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાંતીય આરોગ્ય વિભાગના અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે. પૂરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સઘન બનાવવામાં આવી છે. ફક્ત 22 ઓગસ્ટના રોજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code