1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

નરેન્દ્ર મોદી બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતિકાલે બિહારમાં બૂથ સ્તરના પાર્ટી કાર્યકરો સાથે વાતચીત કરશે. સોશિયલ મીડિયા સંદેશમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકરોને “મેરા બૂથ સબસે મજબૂત” અભિયાનમાં જોડાવા અને તેમના સૂચનો રજૂ કરવા વિનંતી કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેઓ કેટલાક પાર્ટી કાર્યકરો સાથે તેમના સૂચનો વિશે સીધી વાત પણ કરશે. બિહાર વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાની […]

ગાઝા શાંતિ સમિટમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહનું સ્વાગત કર્યું

નવી દિલ્હીઃ ઈજિપ્તના શર્મ અલ શેખમાં આયોજિત ગાઝા શાંતિ સમિટમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીએ વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહનું સ્વાગત કર્યું હતું. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા સિંહે લખ્યું, “શર્મ અલ-શેખમાં ગાઝા શાંતિ સમિટ દરમિયાન ઈજિપ્તના મહામહિમ રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મળવું મારા માટે સૌભાગ્યની વાત હતી. ઈજિપ્ત અને ભારત એક મહત્વપૂર્ણ […]

હમાસે યુદ્ધવિરામની સમજૂતીના ભાગરૂપે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા

હમાસે આજે ઇઝરાયલના સાત બંધકોને મુક્ત કર્યા છે. ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં યુદ્ધવિરામ યોજનાના ભાગરૂપે હમાસે સાત બંધકોને રેડ ક્રોસને સોપ્યાં છે. હમાસે કહ્યું કે, ઇઝરાયલ દ્વારા રખાયેલા એક હજાર 900થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓ માટે 20 જીવિત બંધકોને સોંપ્યા છે. રેડ ક્રોસ આ બંધકોને ઇઝરાયલી સૈન્યને સોંપશે. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેના યુદ્ધવિરામ બાદ બંને તરફના લોકો રાહત […]

ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે આજે બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ સાથે, 20 જિલ્લાઓમાં 122 બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. 20 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 21 ઓક્ટોબરે તેની ચકાસણી કરવામાં આવશે. 23 ઓક્ટોબર સુધી ઉમેદવારીપત્ર પાછું ખેંચી શકાશે. આ તબક્કા માટે મતદાન 11 નવેમ્બરે થશે.. […]

ડૉ. એસ. જયશંકરે કેનેડાના વિદેશ મંત્રી અનિતા આનંદ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સોમવારે તેમના કેનેડિયન સમકક્ષ અનિતા આનંદ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ બેઠક દરમિયાન, તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેનેડાના પ્રધાનમંત્રી  માર્ક કાર્ની વચ્ચેની મુલાકાતમાંથી ઉદ્ભવેલા સકારાત્મક વિચારને પુનરાવર્તિત કર્યો હતો. ડૉ. જયશંકરે દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે મુલાકાતી નેતા સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું કે, “સહકાર પુનઃસ્થાપિત કરવા અને […]

પ્રથમ સેકશનમાં બુલેટ ટ્રેન સુરતથી બીલીમોરા વચ્ચે દોડશે

સુરતઃ કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવના મુખ્ય મહેમાન પદે ગુજરાતમાં પ્રથમવાર વલસાડ ખાતે RPFના પ્રાદેશિક તાલીમ કેન્દ્ર ખાતે પશ્ચિમ રેલવેના રેલવે સુરક્ષા દળ (RPF)નો 41મો ભવ્ય સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતાના પ્રારંભિક ઉદબોધનમાં જન જનની […]

કેનેડાના વિદેશ મંત્રીએ PM મોદી સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેનેડાના વિદેશ મંત્રી મહામહિમ સુશ્રી અનિતા આનંદે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. પ્રધાનમંત્રીએ વિદેશ મંત્રી આનંદનું સ્વાગત કર્યું અને જણાવ્યું કે તેમની મુલાકાત ભારત-કેનેડાની દ્વિપક્ષીય ભાગીદારીને નવી ગતિ આપવાના ચાલુ પ્રયાસોમાં ફાળો આપશે. પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂનમાં G7 સમિટ માટે કેનેડાની તેમની મુલાકાતને યાદ કરી, જેમાં તેમણે પ્રધાનમંત્રી માર્ક કાર્ની સાથે અત્યંત ફળદાયી મુલાકાત કરી […]

રેલવે સુરક્ષા દળ RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે

સુરતઃ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોનું પણ અનાવરણ કર્યું હતું. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા આજે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે RPF કર્મચારીઓ […]

દક્ષિણ ત્રિપુરામાં શંકાસ્પદ પાકિસ્તાની મહિલા ઝડપાઈ, નશીલા પદાર્થોની હેરાફેરીમાં સંડોવણીની શંકા

નવી દિલ્હીઃ દક્ષિણ ત્રિપુરા જિલ્લાના સરહદી શહેર સબરુમમાં પોલીસે એક શંકાસ્પદ પાકિસ્તાની મહિલાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, 65 વર્ષીય આ મહિલા ડ્રગ તસ્કરીમાં સંકળાયેલી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને તે નેપાળની જેલમાંથી ભાગીને ભારતમાં પ્રવેશી હતી. પોલીસ અધિકારી નિત્યાનંદ સરકારએ જણાવ્યું કે, મહિલાનું નામ લુઈ નિઘત અખ્તર છે. તેને સબરુમ રેલવે સ્ટેશન […]

અમેરિકાના સાઉથ કેરોલિનામાં બારમાં ગોળીબારઃ ચારના મોત, 20 ઘાયલ

અમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાં ગોળીબારની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વહેલી સવારે સેન્ટ હેલેના ટાપુ પર આવેલા એક બારમાં થયેલા આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા હોવાનું સ્થાનિક પોલીસએ જણાવ્યું છે. આ ગોળીબાર વિલીઝ બાર એન્ડ ગ્રિલ નામની જગ્યાએ થયો હતો, જ્યાં તે સમયે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code