1. Home
  2. ગુજરાતી
  3. દેશ-વિદેશ

દેશ-વિદેશ

બિહારઃ ચૂંટણી પંચે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બાકાત 65 લાખ મતદારોના નામ વેબસાઇટ પર અપલોડ કર્યા

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે બિહારમાં વિશેષ સઘન સુધારા- SIR પછી પ્રકાશિત ડ્રાફ્ટ મતદાર યાદીમાં બાકાત રહેલા 65 લાખ મતદારોની યાદી સત્તાવાર વેબસાઇટ અપલોડ કરી છે. તેમાં ડ્રાફ્ટ યાદીમાં તેમનો સમાવેશ ન થવાનું કારણ પણ જણાવાયું છે.બિહાર ચૂંટણી પંચ કાર્યાલયે એક નોટિસમાં જણાવ્યું છે કે BLO એ રાજકીય પક્ષો, બૂથ-સ્તરના એજન્ટોની મદદથી એવા મતદારોની યાદી તૈયાર […]

ભારત-અમેરિકા સાથે મળીને કરશે પડકારોનો સામનો: અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયો

અમેરિકાએ શુક્રવારે ભારતને તેના 79મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શુભેચ્છા સંદેશ મોકલ્યો, જેમાં નવી દિલ્હી અને વોશિંગ્ટન વચ્ચેના સંબંધોને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવ્યા. અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ તેમના અભિનંદન સંદેશમાં લખ્યું, ‘યુનાઇટેડ સ્ટેટ્સ વતી, હું 15 ઓગસ્ટના રોજ ભારતના સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતના લોકોને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.’ વિશ્વના સૌથી મોટા લોકતંત્ર અને વિશ્વના […]

રાષ્ટ્રપતિ મુર્મુ અને નરેન્દ્ર મોદીએ ‘શ્રી કૃષ્ણ જન્માષ્ટમી’ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીને લઈને શનિવારે સમગ્ર દેશમાં ઉત્સાહ છે. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી. રાષ્ટ્રપતિ મુર્મુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી. તેમણે શ્રી કૃષ્ણ દ્વારા બતાવેલા માર્ગ પર ચાલવા અને રાષ્ટ્રને મજબૂત બનાવવા વિશે વાત કરી. તેમણે લખ્યું, “જન્માષ્ટમીની […]

FASTag વાર્ષિક પાસ: ગણતરીના કલાકમાં 1.50 લાખથી વધુ લોકોએ વાર્ષિક પાસ ખરીદ્યો અને સક્રિય કર્યો

નવી દિલ્હીઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ગઈકાલથી 79મા સ્વતંત્રતા દિવસથી દેશભરના લગભગ 1,150 ટોલ પ્લાઝા પર ‘FASTag વાર્ષિક પાસ’ ની સુવિધા શરૂ કરી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે 7 વાગ્યા સુધીમાં લગભગ એક લાખ ચાલીસ હજાર લોકોએ વાર્ષિક પાસ ખરીદ્યો અને સક્રિય કર્યો. મંત્રાલયે જણાવ્યું હતું કે વાર્ષિક પાસ […]

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ જન્માષ્ટમીની દેશભરમાં શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવણી

શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આજે દેશભરમાં ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. ભગવાન કૃષ્ણની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિર, પ્રેમ મંદિર […]

ટ્રમ્પ અને પુતિન વચ્ચેની મીટિંગમાં સકારાત્મક સંકેત મળ્યા

અલાસ્કાના એન્કોરેજમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મિટિંગ યોજાઈ હતી. બેઠક પછી પત્રકારો સાથે વાત કરતા બંને નેતાઓએ બેઠકને સકારાત્મક ગણાવી હતી. જોકે, યુદ્ધવિરામ થઈ શક્યો ન હતો. અમેરિકન પ્રમુખ ટ્રમ્પ કહ્યું કે ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈછે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર કોઈ નિર્ણય ન લઈ શકાયો. બંને દેશોના નેતાઓ […]

પાકિસ્તાનમાં ભારે વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો, 154 થી વધુના મોત

નવી દિલ્હીઃ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં મુશળધાર વરસાદ અને અચાનક પૂરના કારણે ભારે વિનાશ થયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ આફતમાં ઓછામાં ઓછા 154 લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે મોટી સંખ્યામાં લોકો ગુમ છે. સૌથી વધુ અસર ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં થઈ છે, જ્યાં વાદળ ફાટવા અને જોરદાર પ્રવાહના કારણે અનેક જિલ્લાઓમાં જાનહાનિ અને […]

ક્વાન્ટબૉક્સ ચૅન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025: ચૅસમાં, જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સૅન્ટ કિમરે ખિતાબ જીત્યો

બેંગ્લોર: ચૅસમાં જર્મનીના ગ્રાન્ડ માસ્ટર વિન્સૅન્ટ કિમરે ક્વાન્ટબૉક્સ ચૅન્નઈ ગ્રાન્ડ માસ્ટર્સ 2025નો ખિતાબ જીતી લીધો છે. સ્પર્ધાના ઇતિહાસમાં 20 વર્ષના કિમર પહેલી વાર વ્યક્તિગત રીતે ચૅમ્પિયન બન્યા છે. તેમણે ડચ ગ્રાન્ડ માસ્ટર જોર્ડન વૅન ફૉરેસ્ટ સાથે ડ્રૉ રમીને આ ખિતાબ મેળવ્યો છે. આ પ્રદર્શનથી કિમરે પહેલી વાર વિશ્વના ટોચના 10 ખેલાડીઓમાં પણ જગ્યા બનાવી છે. […]

ભારતની નિકાસ 7.3% વધીને 37.24 અબજ ડોલર થઈ

નવી દિલ્હીઃ જુલાઈમાં ભારતની વેપારી નિકાસમાં મજબૂત પ્રદર્શન જોવા મળ્યું, વાર્ષિક ધોરણે લગભગ 7.3 ટકાનો વધારો થઈને 37.24 અબજ ડોલર થઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર, માલની નિકાસ વૃદ્ધિના મુખ્ય પ્રેરક પરિબળો એન્જિનિયરિંગ માલ, રત્નો અને ઝવેરાત, ઇલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યુટિકલ્સ અને કાર્બનિક અને અકાર્બનિક રસાયણો છે. આમાં, ઇલેક્ટ્રોનિક માલની નિકાસ જુલાઈ 2024માં 2.81 અબજ […]

કિશ્તવાડના ચાશોતી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં મૃત્યુઆંક 60 પર પહોંચ્યો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાશોતી વિસ્તારમાં વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયા છે. આ ઉપરાંત લગભગ 200 લોકો હજુ પણ ગુમ છે. મૃતકોમાં CISFના બે જવાન પણ સામેલ છે. આ ઉપરાંત 200 લોકો ગુમ થયાના અહેવાલ છે. કિશ્તવાડમાં વાદળ ફાટવાની ઘટના બની હતી અને બે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code