1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટના ઈન્ટનેશનલ એરપોર્ટ પર 200 નોટિકલ માઈલ કેપેસિટીનું રડાર કાર્યરત થશે

નવા રડારથી હવે ફ્લાઇટનું લેન્ડિંગ અને ટેકઓફ ઝડપી અને ચોક્કસ થશે, 2000 ફૂટના અંતરે એક સાથે 4 એર ક્રાફટ ઉડાન ભરતા નજરે પડશે, રાજકોટના એરપોર્ટ પર એક સાથે 14 એરક્રાફ્ટ પાર્ક થઈ શકે તે પ્રકારની સુવિધા છે રાજકોટઃ શહેરમાં અમદાવાદ જતા હાઈવે નજીક હીરાસર ગામ પાસે કરોડોના ખર્ચે નિર્માણ થયેલા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા બે […]

નવરાત્રીના તહેવારો પહેલા જ સિંગતેલ, કપાસિયાતેલ અને પામતેલમાં ઘટાડો નોંધાયો

સિંગતેલના ભાવમાં 15 રૂપિયા, કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો, મગફળી અને કપાસનું બમ્પર વાવેતર થયુ હોવાથી હજુ પણ ભાવમાં ઘટાડાની શક્યતા, તહેવારો પહેલા જ સિંગતેલ અને કપાસિયાતેલમાં ઘટાડાથી લોકોને રાહત થશે રાજકોટઃ નવરાત્રી, દશેરા અને દિવાળીના તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થતાં લોકોએ રાહત અનુભવી છે. તહેવારોની સીઝન પહેલા ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થયો છે. […]

નવા ફેકટરી એક્ટ સામે વડોદરામાં ભારતીય મજુર સંઘે બિલની હોળી કરીને વિરોધ કર્યો

શ્રમિકો માટે કામના કલાકો 8થી વધારી 12 કરાવાના કાયદાનો વિરોધ, ભારતીય મજુર સંઘે શ્રમિકો માટેનો “કાળો કાયદો” પાછો ખેંચવાની માગ કરી, સંઘ દ્વારા 21થી 27 સપ્ટેમ્બર દરમિયાન તમામ MLA-સંસદોને આવેદન અપાશે વડોદરાઃ ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રમાં શ્રમિકોના કામના કલાકો વધારતો નવા ફેકટરી એક્ટને મંજુરી આપવામાં આવી હતી.જેનો શ્રમિક સંગઠનોએ ભારે વિરોધ કર્યો છે. વડોદરામાં ભારતીય […]

લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર નવા બનાવેલા પુલના 4 વર્ષમાં સળિયા દેખાવા લાગ્યા

લખતર હાઈવે પર છારદ નજીક ચારેક વર્ષ પહેલા 3 કરોડના ખર્ચે પુલ બનાવ્યો હતો. પુલ ઉપરના સ્લેબનું આરસીસી વર્ક પણ ઉખડી ગયું, પુલનું તાકીદે સમારકામ કરવાની માગ ઊઠી સુરેન્દ્રનગરઃ લખતર-વિરમગામ સ્ટેટ હાઈવે પર છારદ નજીક 4 વર્ષ પહેલા બનાવેલા પુલના સળિયા અને એન્ગલો દેખાવા લાગ્યા છે. ત્યારે આ પુલની ત્વરિત મરામત કરાવવામાં આવે તેવી માગ […]

ગુજરાત સરકારે ફટાકડાના લાયસન્સ માટેના નિયમો હળવા કર્યા, નાના વેપારીઓને ફાયદો થશે

દુકાનો કે સ્ટોલ 500 ચો.મી.થી વધુ સાઇઝના હશે તો જ ફાયર એનઓસી લેવું પડશે, 500 ચો.મી.થી ઓછી જગ્યામાં દુકાન હશે તો માત્ર સેલ્ફ ડેક્લેરેશનથી ચાલશે, 500 ચો.મી.થી મોટી જગ્યામાં ફટાકડાના સ્ટોલ માટે ફાયર NOC નહીં હોય તો દુકાન સીલ કરાશે અમદાવાદઃ દિવાળીના પર્વને હવે એકાદ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારે ફટાકડાના […]

રાજકોટ અને મોરબીમાં ઈન્કમટેક્સના દરોડામાં 300 કરોડના બિનહિસાબી વ્યવહારો મળ્યા

ઈન્કમટેક્સના અધિકારીઓની ચોથા દિવસે પણ તપાસ ચાલુ, 25માંથી 3 લોકર ખોલાતા 50 લાખની જ્વેલરી મળી આવી, બાકીના 22 લોકર ખોલવાની પ્રક્રિયા બે દિવસમાં હાથ ધરવામાં આવશે રાજકોટઃ ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ રાજકોટ અને મોરબીના લેવીસ, લીવા અને મેટ્રો ગ્રુપ સહિતના સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા 47 સ્થળો પર દરોડા પાડ્યા હતા. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા દરોડાની […]

અમદાવાદમાં નવરાત્રીના તહેવારોમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ

અમદાવાદના પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, ખેલૈયાઓ રાતના 12 વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર કે માઇક પર ગરબા કરી શકશે, 12 વાગ્યા બાદ સ્પીકર અને માઈક સિસ્ટમ વાપરનાર સામે ગુનો નોંધાશે અમદાવાદઃ નવલી નવરાત્રીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. શહેરની દરેક સોસાયટીઓ, પાર્ટીપ્લોટ્સ, કલબોમાં નવરાત્રીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવરાત્રી દરમિયાન […]

અમદાવાદમાં સ્ટ્રીટલાઈટ કે ડીપીના વાયરો ખૂલ્લા દેખાશે તો કોન્ટ્રાકટરોને 50 હજારનો દંડ કરાશે

એએમસીના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાશે, સ્ટ્રીટ લાઈટ માટે ટૂંક સમયમાં SOP બનાવવામાં આવશે, નવા બાંધકામોમાં એક મહિનામાં બીયુ મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવાશે અમદાવાદઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સના વાયરો ખૂલ્લા હોવાને લીધે શોર્ટ લાગવાના બનાવો બની રહ્યા છે. તાજેતરમાં શહેરના નારોલ વિસ્તારમાં વીજ કરંટથી દંપત્તિના મૃત્યુ થવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર એલર્ટ બન્યુ […]

અમદાવાદના દાણીલીમડામાં મ્યુનિના ડમ્પરની અડફેટે એક્ટિવાચાલકનું મોત

એક્ટિવાચાલક યુવાન દાણીલીમડાથી શાહઆલમ દવા લેવા માટે જતો હતો, ડમ્પરનો ડ્રાઈવર પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી ડમ્પરચાલકની ધરપકડ કરી,  અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં મ્યુનિના ડમ્પરચાલકે એક્ટિવા સ્કૂટરચાલકનો ભોગ લીધો છે. શહેરના દાણીલીમડા પોલીસ લાઈન સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લેતા […]

પાટણ જિલ્લાની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થિનીને સાથે ભણતા વિદ્યાર્થીએ બ્લેડના ઘા માર્યા

વિદ્યાર્થિનીને ત્રણ વિદ્યાર્થીઓએ પજવણી કરી પરેશાન કરી, વિદ્યાર્થિનીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા હોસ્પિટલ ખસેડાઈ, વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને હાથમાં બ્લેડથી ચેકા મારીને લાઈટરથી ડામ દીધા પાટણઃ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં આજકાલ માબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના વધુ પડતા વલગણના કારણે તેમના સ્વભાવમાં પરિવર્તિન જોવા મળી રહ્યું છે. વિદ્યાર્થીઓ નજીવી બાબતે પોતાના સહાધ્યાયી સાથે હુમલો કરી બેસતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code