1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગુજરાતના આ જિલ્લાના ખેડૂતો માટે રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય

વાવ-થરાદ, પાટણ, કચ્છ, પંચમહાલ અને જૂનાગઢ જિલ્લામાં પિયત અને બિનપિયત બંનેમાં એક સમાન સહાયનો નિર્ણય વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરેલી રજૂઆત ધ્યાનમાં લેવાઈ પિયત અને બિનપિયત બંને પાકોમાં ખેડૂતોને એક સમાન રૂ. ૨૨,૦૦૦ સહાય ચૂકવવામાં આવશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ગાંધીનગરઃ ગુજરાતમાં ગત ઓગસ્ટ-સપ્ટેમ્બર-૨૦૨૫ માસમાં વરસેલા અતિભારે વરસાદમાં જૂનાગઢ, વાવ-થરાદ, કચ્છ, પંચમહાલ અને પાટણ જિલ્લાના […]

અમદાવાદમાં શ્રમિકોના યોજાયેલા મહાસંમેલનમાં સરકારની નીતિ-રીતિ સામે વિરોધ કરાયો

શ્રમિક આક્રોશ રેલીમાં કામદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન 161 યુનિયનો અને મહાસંઘ દ્વારા પ્રશ્નો ઉકેલવા માગ કરી, શ્રમિકોના વિવિધ પ્રશ્નોને લઈને કુલ 14 પ્રકારના આવેદનપત્રો તૈયાર કરાયા અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર આજે ભારતીય મજદૂર સંઘ દ્વારા દત્તોપંત ઠેંગડીજીની 106મી જન્મજયંતી નિમિત્તે મહાસંમેલનનું આયોજન કરાયુ હતુ. જેમાં ભારતીય મજદૂર સંઘ સાથે જોડાયેલાં […]

કડીમાં મકાનની દીવાલ ધરાશાયી થતાં 7 શ્રમિકો દટાયા, એકનું મોત

કડીના ભાવપુરા વિસ્તારમાં બની ઘટના, દટાયેલા તમામ મજુરોને બહાર કઢાયા, મકાનનું બાંધકામ ચાલતુ હતું ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધસી પડી અમદાવાદઃ મહેસાણા જિલ્લાના કડીના ભાવપુરા વિસ્તારમાં નવિન મકાનનું કામકાજ ચાલી રહ્યું હતું. અને શ્રમિકો કામ કરી રહ્યા હતા. ત્યારે બાજુના મકાનની જર્જરિત દીવાલ ધડાકા સાથે તૂટી પડતા 7 શ્રમિકો દીવાલના કાટમાળમાં દટાયા હતા. આ […]

‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડવા ઝૂંબેશ કરાશે

‘હર ઘર સ્વદેશી‘ અભિયાનને મિશન મોડ પર લઈ જવા યોજાઈ મહત્વપૂર્ણ બેઠક, હર્ષ સંઘવીએ વડા-ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું, લોકલ ફોર વોકલ ઉત્પાદનોનો મહત્તમ ઉપયોગ કરવા આહવાન   ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ના અભિયાનને જન-જન સુધી પહોંચાડીને ચરિતાર્થ કરવાના ઉદ્દેશ્ય સાથે આજે ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી […]

વેરાવળ પાસે પ્રિ-વેડિંગના ફોટો શુટ દરમિયાન દરિયામાં તણાઈ ગયેલી યુવતીનો મૃતદેહ મળ્યો

વેરાવળના દરિયામાં યુવતી સહિત સાત લોકો તણાયા હતા, સ્થાનિક તરવૈયા અને ફાયરબ્રિગેડે 6 યુવાનોને બચાવી લીધા હતા, યુવતીનો મૃતદેહ 2 દિવસ બાદ 24 કિમી દૂર માંગરોળના દરિયામાંથી મળ્યો વેરાવળઃ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર ત્રણ દિવસ પહેલા એટલે કે, ગઈ તા, 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો […]

દિવાળી અને 6ઠ્ઠ પૂજન માટે બિહાર અને યુપી ગયેલા શ્રમિકો પરત ફરતા ટ્રેનોમાં ભારે ભીડ

શ્રમિકો સમયસર પરત ફરતા ઉદ્યોગકારોને રાહત, શ્રમિકોને અભાવે અનેક ઉદ્યોગો મુશ્કેલી અનુભવી રહ્યા હતા, બિહાર-યુપી તરફથી આવતી ટ્રેનોમાં નો-વેકન્સીની સ્થિતિ અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત મહાનગરો અને કચ્છના ઉદ્યોગોમાં અનેક પરપ્રાંતના શ્રમિકો કામ કરી રહ્યા છે. જેમાં બિહાર અને ઉત્તર પ્રદેશના સૌથી વધુ શ્રમિકો છે. આ શ્રમિકો દિવાળી અને 6ઠ્ઠના તહેવારોને લીધે પરિવાર સાથે પોતાના […]

ચોટિલાના મોલડી ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું

નાયબ કલેક્ટરની ટીમે પાડ્યો દરોડો, 2 JCB, 4 ટ્રેક્ટર સહિત રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યની સંડોવણી ખૂલી સુરેન્દ્રનગરઃ જિલ્લામાં સાયલા, ચાટિલા, થાન અને મુળી વિસ્તારમાં ખનીજચોરીના સૌથી વધુ બનાવો બને છે. ત્યારે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે ચોટીલાના મોટી મોલડી ગામમાં સરકારી સર્વે નંબર 282વાળી જમીન પર […]

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુલાબ, ગલગોટા સહિત ફુલોના વાવેતરમાં થયો વધારો

ફુલોની ખેતીમાં ધ્રાંગધ્રા તાલુકા મોખરે, ખેડૂતો ડ્રેગનફ્રુટ, કેસર કેરી,અંજીર અને કાજુનું પણ વાવેતર કરવા લાગ્યા, ફુલોની ખેતીથી ખેડૂતોને વધુ ફાયદો થયો સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં ઘણાબધા જિલ્લાઓમાં હવે ફુલોની ખેતી થવા લાગી છે. એક સમયે ઉજ્જડ ગણાતો સુરેન્દ્રનગર જિલ્લો નર્મદાના નીરથી નંદનવન બની ગયો છે. હવે તો જિલ્લાના ખેડુતો ગુલાબ અને ગલગોટાની ખેતી કરવા લાગ્યા છે. ફુલોની […]

નવા બંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર બોટ ડૂબી, ટંડેલ સહિત 9 ખલાસીઓનો બચાવ

ટેક્નિકલ ખામીના કારણે બોટના પંખાનું સ્ટેન્ડ તૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ, બોટમાં ઝડપથી પાણી ભરાવા લાગ્યું અને જોતજોતામાં ડૂબી ગઈ, પાંચ બોટોની મદદથી ડૂબેલી બોટને દરિયાકાંઠે લાવવાના પ્રયાસો કરાયા ઊનાઃ નવાબંદરના દરિયામાં 4 નોટિકલ માઈલ દૂર માછીમારી કરી રહેલી એક બોટ ડૂબી જતા નજીકમાં માછીમારી કરી રહેલી અન્ય બોટોની સમયસર મદદથી બોટ પર સવાર ટંડેલ […]

પીટીસીના બીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ પણ હવે ટેટ-1ની પરીક્ષા આપી શકશે

સરકારના નિર્ણયથી 5200 જેટલા વિદ્યાર્થીઓને સીધો લાભ મળશે, 18મી નવેમ્બર સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે, પીટીસીના વિદ્યાર્થીઓને કારકિર્દી વહેલી તકે શરૂ કરવાની તક મળશે. અમદાવાદઃ ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘણીબધી જગ્યાઓ ખાલી છે. અને રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે શિક્ષકોની ભરતી કરવામાં આવતી હોય છે. પ્રાથમિક શિક્ષકોની ભરતીમાં ટેટ-1 પરીક્ષા પાસ કરેલી હોવી જાઈએ. આ પરીક્ષામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code