1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદમાં BRTS અને રિક્ષા વચ્ચે અકસ્માત, બસ રેલિંગ તોડી ડિવાઈડર પર ચડી ગઈ

શહેરમાં રખિયાલના બળિયાકાકા ચાર રસ્તા પાસે બન્યો બનાવ, BRTS બસએ રિક્ષાને ટક્કર મારતા 5 લોકોને ઈજા, પોલીસે બીઆરટીએસ બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ બીઆરટીએસ બસ અને રિક્ષા વચ્ચે સર્જાયો છે.શહેરના રખિયાલ વિસ્તારમાં ગત મોડી રાતે બીઆરટીએસ બસ અને રિક્ષા […]

ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીનું તેડું, પ્રદેશ પ્રમુખની નિયુક્તિ અગે નિર્ણયની શક્યતા

કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યા બાદ જગ્યા ખાલી પડી છે, રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં બેઠક, ગેનીબેન ઠાકોર અને શૈલેષ પરમાર પણ દિલ્હી પહોંચ્યા અમદાવાદઃ રાજ્યમાં વિસાવદર અને કડીની વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને પરાજ્ય મળતા કોંગ્રેસના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યુ હતું. ત્યારે નવા પ્રમુખનો તાજ કોને પહેરાવાશે તે અંગે […]

હાઈવે પરના ગંભીરા બ્રિજ તૂટી પડવાની દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 16એ પહોંચ્યો

હજુ 3 લોકો ગુમ હોવાથી શોધખોળ જારી, દુર્ઘટનાના 30 કલાક બાદ ગુમ 3 લોકો ન મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી, જવાબદાર સામે સાપરાધ મનુષ્યવધ હેઠળ ગુનો નોંધવા માગ અમદાવાદઃ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહીસાગર નદી પરનો 40 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ ગઈકાલે બુધવારે વહેલી સવારે તૂટી પડ્યો હતો, આ દૂર્ઘટનામાં  બે ટ્રક, બે પિકઅપ […]

ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની મદદથી મેડિકલ સ્ટોર્સમાં પોલીસનું મેગા ચેકીંગ

ડીસીપીના સુપરવિઝન હેઠળ પોલીસે ચેકીંગ શરૂ કર્યું, નશાકારક દવાઓના દુરુપયોગ અને વેચાણને રોકવા હાથ ધરાયું મેગા સર્ચ, સુરતમાં મેડિકલ સ્ટોરમાંથી 108 કોડીન સીરપ અને પાંચ આલ્પ્રામાઝોલ બોટલ મળી ગાંધીનગરઃ રાજ્યમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા માટે ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની સૂચનાથી બુધવારે બપોરે 12:૦૦ વાગ્યાથી રાજ્યભરની […]

ગુજરાતઃ સરકારી સ્કૂલોમાં કરોડોના ખર્ચે 34483 સ્પોટર્સ કીટ અપાશે

ગાંધીનગરઃ ગુજરાત સરકારે બાળકોના સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીને શિક્ષણની સાથે રમત-ગમતને પણ પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત-2047’ના વિઝન અને નવી શિક્ષણ નીતિ-2020ને અનુરૂપ, રાજ્યની સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને રૂ. 29.45 કરોડથી વધુના ખર્ચે 34,483 સ્પોર્ટ્સ કીટ આપવામાં આવશે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રમત-ગમત […]

ગુજરાતમાં ધાર્મિક માહોલમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી

અમદાવાદઃ રાજ્યમાં આજે ગુરુવારે ગુરૂપૂર્ણિમાની વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ પોતાના ગુરુની પુજા કરીને તેમના આર્શિવાદ મેળવ્યાં હતા. વિવિધ ધાર્મિક સંસ્થાઓમાં સવારથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત આજના આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે પાવન ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ગુરુ અને શિષ્ય […]

વડોદરા દુર્ઘટના બાદ AMC તંત્ર સફાળુ જાગ્યું, અમદાવાદના 92 બ્રિજનો સર્વે કરાશે

અમદાવાદઃ વડોદરા અને આણંદ વચ્ચે આવેલા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એક્શનમાં આવ્યું છે. AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી હતી કે અમદાવાદ શહેરમાં આવેલા કુલ 92 બ્રિજનો વ્યાપક સર્વે હાથ ધરવામાં આવશે. દાણીએ જણાવ્યું હતું કે, આ સર્વેનો મુખ્ય હેતુ શહેરના બ્રિજોની વર્તમાન સ્થિતિ, તેમની સ્ટ્રકચરલ સલામતી અને જાળવણીની જરૂરિયાતનું […]

મહિલાઓનું બજેટ ખોરવાશે, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો

રાજ્યના ખાદ્યતેલ બજારમાં ફરી એકવાર ભાવ વધારાનો ઝાટકો લાગ્યો છે. ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ જશે, સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં પ્રતિ ડબ્બે રૂ. 80નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ ભાવવધારો તાત્કાલિક અસરથી લાગુ પડ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અગાઉ રૂ. 2380માં મળતો સિંગતેલના 15 કિલોનો ડબ્બો હવે રૂ. 2450માં વેચાઈ રહ્યો છે. તેવી જ […]

રાજુલામાં પીપાવાવ પોર્ટ નજીક શિયાળ બેટ જતા હોડી પલટી, સ્થાનિકોએ વૃદ્ધાને બચાવ્યા

બોટમાં રેતી સહિત ભારે મટીરયલ ભરતા બોટ પલટી મારી, બોટએ પલટી મારતા કાંઠે ઊભેલા લોકો અનેય હોડીઓ લઈને બચાલ માટે પહોંચ્યા, એક મહિલાને ઇજા થતાં રાજુલા હોસ્પિટલ બાદ અમરેલી હોસ્પિટલમાં રીફર કરાયા અમરેલીઃ ચોમાસાની સીઝનને લીધે હાલ દરિયામાં કરંટ વધુ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજુલાના પીપાવાવ પોર્ટ નજીક શિયાળ બેટ જતી એક હોડી પલટી […]

ઊંઝા નજીક કેમિકલ ફેકટરીમાં લાગેલી ભીષણ આગ પર 4 કલાકે કાબુ મેળવાયો

સદભાગ્યે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, ફેક્ટરીમાં જ્વલનશીલ રસાયણો હોવાને કારણે આગે ભીષણ રૂપ ધારણ કર્યું, ઊંઝા અને મહેસાણા ફાયરની ટીમે આગને કાબુ મેળવ્યો મહેસાણાઃ  જિલ્લાના ઊંઝા નજીક આવેલા ઐઠોર-અરણીપુરા રોડ પરની એક કેમિકલ ફેક્ટરીમાં આજે બપોરના ટાણે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code