1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના ફોરલેન સ્ટેટ હાઈવેનું કામ વર્ષો પછી પણ અધૂરૂ

હાઇવેનું કટકે કટકે કામ થતું હોવાથી નવું કરેલું કામ પણ જુનુ થવા લાગ્યું, હાઈવેના ધીમીગતિએ ચાલતા કામથી વાહનચાલકો પરેશાન, 2008ની સાલથી ગણીએ તો 17 વર્ષ વિત્યા છતાંયે સ્ટેટ હાઈવેનું કામ પૂર્ણ થયુ નથી ભાવનગરઃ જિલ્લાની નબળી નેતાગારીને લીધે વિકાસમાં અન્ય શહેરની તુલનાએ ભાવનગર જિલ્લો પાછળ રહ્યો છે. ભાવનગર-અમદાવાદ વાયા વલ્લભીપુરના સ્ટેટ હાઈવેને ફોરલેન બનાવવાનું કામ […]

સોનાના ભાવ આસમાને પહોચ્યાં, 10 ગ્રામ સોનાનો ભાવ 1.12 લાખની સપાટીને સ્પર્શી ગયો

ગયા વર્ષની સરખામણીએ સોનાના ભાવમાં 30થી 40%નો ઉછાળો, એક કિલો ચાંદી 28 લાખના ભાવે વેચાઈ રહી છે, રોકાણકારો લાંબા ગાળાના રોકાણ માટે સોનાને પણ એક સારો વિકલ્પ માને છે અમદાવાદઃ ટ્રમ્પના ટેરિફ અને અન્ય વૈશ્વિક કારણો તેમજ ફેડરલ બેંક દ્વારા આગામી સમયમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાના નિર્ણયની જાહેરાતને લીધે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદ […]

અમદાવાદમાં મોદી સ્ટેડિયમની બાજુમાં ટીપી રોડ માટે 29 મકાનોના ડિમોલિશન સામે વિરોધ

ઓલિમ્પિકને લઈને અમદાવાદને સ્પોર્ટસ સિટી તરીકે તૈયાર કરવામાં આવી રહ્યું છે, બળદેવનગરના 29 મકાનો તોડી પાડવા મ્યુનિએ નોટિસ આપતા રહીશોને વિરોધ, સ્થાનિક રહિશોએ હાઈકોર્ટમાં ન્યાય માટે રિટ કરી અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓલમ્પિકને લઈને મ્યુનિ. દ્વારા ટીપી રોડ ખોલવાનું આયોજન કરાયુ છે. જેના માટે ટીપી રોડ અંતર્ગત મોટેરા વિસ્તારમાં આવેલા બળદેવ નગરમાં […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓની ભરતી સામે નોકર મંડળનો વિરોધ

કર્મચારીઓની કાયમી ભરતી કરવા મ્યુનિ.કમિશનરને રજુઆત, હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ પર હેલ્થ વર્કરોની નિમણૂક કરો, 18મી સપ્ટેમ્બરે નોકર મંડળ દ્વારા રેલી યોજાશે અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાયમી કર્મચારીઓની ભરતી કરવાને બદલે કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓની આઉટસોર્સથી ભરતી કરવામાં આવે છે. આ ઉપરાંત મ્યુનિ. સંચાલિત હોસ્પિટલોમાં હેલ્થ વર્કરોની કાયમી ભરતી ન કરીને આઉટસોર્સથી […]

અમદાવાદના નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્લેક્સનું 14મી સપ્ટેમ્બરે અમિત શાહના હસ્તે ઉદ્ધાટન

વર્ષ 2036માં ઓલમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે તૈયારીઓ શરૂ, કેન્દ્રિય મંત્રી અમિત શાહ જાહેર સભાને પણ સંબોધશે, નારણપુરામાં 824 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવામાં આવ્યું છે અમદાવાદઃ શહેરના નારણપુરા ખાતે રૂપિયા 824 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. જેનું આગામી તા, 14મી સપ્ટેમ્બરને રવિવારના રોજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહના […]

ખેડૂતોને નવા GST દરનો લાભ માટે ખેત સાધનોની ખરીદીની સહાયમાં સમયમર્યાદા વધારાઈ

ટ્રેકટર સહિત કૃષિ સાધનોની ખરીદી સહાયની સમયમર્યાદામાં ૩૦ દિવસનો વધારો, રાજ્યના અંદાજે એક લાખ ખેડૂતોને મહત્તમ રૂ. 35 થી 45 હજારનો નાણાકીય લાભ થશે, કૃષિ યાંત્રિકીકરણ સાધનો પરના 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા કરાયો ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર ધ્યાન દોરતા કૃષિ મંત્રી  રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ […]

ગુજરાત વિધાનસભામાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે અભિનંદન પ્રસ્તાવ સર્વાનુમતે પસાર

વડાપ્રધાનએ હંમેશા દેશમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને સુરક્ષાને પ્રાથમિકતા આપી છે, ભારતની સંરક્ષણ સ્વદેશીકરણ નીતિઓની પુષ્ટિ ઓપરેશન સિંદૂરે કરી છે, ભારત હવે કોઈ કાંકરીચાળો સાંખી લેશે નહીં એનો સચોટ પુરાવો ઓપરેશન સિંદૂર છે ગાંધીનગરઃ ભારતીય સેનાએ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં 7મી મે, 2025ના દિવસે ઓપરેશન સિંદૂરને અંજામ આપીને રાષ્ટ્ર વિરોધી તત્વોની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ […]

અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસો. (AGCA)ના એક્સપોને મુખ્યમંત્રીએ ખુલ્લો મૂક્યો

બે દિવસીય એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા, એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન, નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન અમદાવાદઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન (AGCA) એક્સપો-૨૦૨૫ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ […]

ઉત્તર ગુજરાત યુનિ. સંલગ્ન નર્સિંગ કોલેજોમાં નિયમ વિરૂધ્ધ પ્રવેશના વિવાદમાં સમિતિનો રિપોર્ટ

ત્રણ અધિકારીઓની કમિટીએ તપાસ બાદ સરકારને રિપોર્ટ પણ સબમિટ કર્યો, નર્સિંગ કાઉન્સિલ અને સરકારના પેરામેડિકલ એડમિશન નિયમો વિરૂદ્ધ પ્રવેશ અપાયો, તપાસ બાદ હવે સરકાર શું પગલા લેશે તે પ્રશ્ન છે પાટણઃ હેમચંદ્રાચાર્ય  ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નર્સિંગ કોલેજોમાં 2023-24ના વર્ષમાં થયેલા 400 ગેરકાયદે પ્રવેશ-એનરોલમેન્ટની ફરિયાદના ચકચારી કાંડમાં આરોગ્ય વિભાગે ત્રણ અધિકારીઓની કમિટી રચી હતી. આ […]

અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં રાજદીપસિંહની આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી

રાજકોટમાં મોડેલિંગ કરતી સગીરાએ અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી, અમિત ખૂંટે આત્મહત્યા પહેલા સ્યુસાઈડ નોટ લખી હતી, સ્યુસાઈડ નોટમાં અનિરૂદ્ધસિંહ અને રાજદીપસિંહના નામનો ઉલ્લેખ હતો રાજકોટઃ ગોંડલ નજીકના રીબડા ગામના અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં ફરાર આરોપી રાજદીપસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જોકે, કોર્ટે તેની આ અરજી ફગાવી દીધી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code