1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ગણેશ વિસર્જન માટે 10 કૃત્રિમ કુંડ બનાવાયા

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 7 કુંડ તૈયાર કરાયા, દહેગામ નગરપાલિકા દ્વારા 2 કૃત્રિમ કુંડ બનાવાયા, સુરક્ષિત રીતે કૃત્રિમ કુંડમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવા તંત્રની અપીલ ગાંધીનગરઃ રાજ્યભરમાં આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. આજથી તા. 7મી સપ્ટેમ્બર સુધી ચાલનારા ગણેશોત્સવને નિર્વિઘ્નને પૂર્ણ કરવા માટે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે. ખાસ કરીને ચાલુ વર્ષે વધુ […]

ગુજરાતમાં સરકારી ઈજનેરી કોલેજોના અધ્યાપકો શનિવારે ધરણાં કરશે

કોલેજોમાં શૈક્ષણિક અસંતુલન સહિતના મુદ્દે અધ્યાપકો લડત આપશે, ઇજનેરી કોલેજોમાં અધ્યાપકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર નિષ્ક્રિય, અધ્યાપકોને મળવાપાત્ર સીએએસનો લાભ છેલ્લા દોઢ વર્ષથી મળ્યો નથી, અમદાવાદઃ રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજના અધ્યાપકોના પડતર પ્રશ્નોના મામલે સરકારને અનેક રજૂઆતો કર્યા છતાંયે પડતર પ્રશ્નોનું નિરાકરણ કરાયું નથી.રાજ્યના શિક્ષણ વિભાગ પાસે અધ્યાપકોના પડતર પ્રશ્નો ઉકેલવાનો સમય નથી. ત્યારે […]

મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર ખાડાં પુરવા ચીકણી માટી પાથરતા અનેક વાહનો સ્લીપ થયા

રોડ પર ચીકણી માટીને લીધે અનેક દ્વીચક્રી વાહનચાલકો પટકાયા, ખાડા પૂરવા માટે રોડ પર ટીકણી માટી પાથરી દીધી, ચીકણી માટીને લીધે ખાનગી બસ પણ રોડ પર ફસાઈ અમરેલીઃ મહુવા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર ખાડાં પડતા તંત્ર દ્વારા ચીકણી માટી રોડ પર પાથરવામાં આવી હતી. દરમિયાન વરસાદ પડતા રોડ ચીકણી માટીને લીધે લપસણો બની ગયો […]

વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણપતિ બાપાનું રાજવી ઠાઠથી સ્વાગત કરાયું

રાજવી પરંપરા મુજબ પેલેસના દરબાર હોલમાં ગણપતિની સ્થાપના કરાઈ, રાજવી પરિવાર દ્વારા ભાવનગરની ખાસ માટીમાંથી બાપાની મૂર્તિ તૈયાર કરવામાં આવી, મૂર્તિને હીરા-મોતી જડિત આભૂષણોથી શણગારી, પાલખીમાં વાજતે-ગાજતે પધરામણી કરી વડોદરાઃ શહેરભરમાં આજે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે. શહેરના ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વિધ્નહર્તા ગણેશજીની વાજતે-ગાજતે રાજવી ઠાઠથી પધરામણી કરવામાં આવી હતી. વર્ષ […]

રેલવેના માસિક પાસધારકો હવે 42 ટ્રેનોમાં સેકન્ડક્લાસ કોચમાં મુસાફરી કરી શકશે

સુરત અને દક્ષિણ ગુજરાતના હજારો દૈનિક મુસાફરોને ફાયદો થશે, 42 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ કોચમાં પાસધારકો પ્રવાસ કરી શકશે, પાસધારકોની વર્ષો જુની માગણીનો સ્વીકાર કરાયો અમદાવાદઃ રાજ્યમાં વિવિધ ટ્રેનોમાં રોજ અપડાઉન કરનારા માસિક પાસધારકોને માટે પશ્વિમ રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા માસિક પાસધારકોને 42 મેલ-એક્સપ્રેસ ટ્રેનોમાં સેકન્ડ ક્લાસ અનરિઝર્વ્ડ કોચમાં […]

અમદાવાદમાં સાબરમતી નદીના સ્તરમાં ઘટાડો થતાં રિવરફ્રન્ટ પર સફાઈ કામગીરી હાથ ધરાઈ

સાબરમતી રિવરફ્રન્ટ વોક વે અને લોઅર પ્રોમિનાડ પર નદીના પાણી ફરી વળ્યા હતા, રિવરફ્રન્ટ પર નારણઘાટ, ઉસ્માનપુરા સહિત કેટલાક ભાગોમાં સફાઈ કરવામાં આવી, એક દિવસ લોઅર પ્રોમિનાડ નાગરિકો માટે બંધ રહેશે અમદાવાદઃ સાબરમતી નદી પરના ધરોઈ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં પૂર આવતા અમદાવાદના રિવરફ્રન્ટ પરનો વોક-વે અને પ્રોમિનાડ પાણીમાં ગરકાવ થયો હતો. […]

અંકલેશ્વરમાં ગણેશોત્સવમાં ડીજેના તાલે નાચી બાળકો પર ટેમ્પો ફરી વળ્યો, બાળકીનું મોત

ડી.જે.ના ટેમ્પાની પાછળ નાચી રહેલા બાળકો પર રિવર્સ આવતો ટેમ્પો ફરી વળ્યો, ડીજે વગાડતા ટેમ્પાની ટક્કરે ત્રણ બાળકોને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા, બીજા બનાવમાં ડીજેના મોટા અવાજને લીધે આખલો ભડકતા 8 લોકોને અડફેટે લીધા અંકલેશ્વરઃ શહેરમાં આજે ગણેશોત્સવ દરમિયાન બાપ્પાની મૂર્તિ વાજતે-ગાજતે લાવવામાં આવી રહી હતી. ત્યારે ડીજે વગાડતા ટેમ્પાની પાછળ બાળકો ડીજેના તાલે નાચી […]

અંબાજીઃ ભાદરવી પૂનમ માટે 5500 વધારાની બસો દોડાવાશે

ગાંધીનગરઃ અંબાજીમાં યોજાનાર ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રાળુઓને સલામત અને સુવિધાજનક પ્રવાસનો અનુભવ મળે તે માટે આ વર્ષે કુલ 5500 વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગત વર્ષે ભાદરવી પૂનમના મેળામાં એસ.ટી. નિગમે 5100 વધારાની બસો દ્વારા […]

ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું, 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદ પડવાનો વિસ્તાર 100 તાલુકાની અંદર આવી ગયો છે જ્યારે વરસાદની માત્રા પણ 3 ઈંચની અંદર આવી ગઈ છે. આવા માહોલ વચ્ચે હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગે આજે ગણેશ ચતુર્થીના દિવસે ગુજરાતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે […]

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો

એસટીના કર્મચારીઓને 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થુ ચુકવાશે, મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરાશે, એસટી નિગમના 40 હજાર કર્મચારીઓને લાભ મળશે અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ગુજરાત એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરાયો છે. 2 ટકા મોંઘવારી ભથ્થુ જાહેર કરાતા હવેથી એસટી નિગમના કર્મચારીઓને 55% મુજબ મોંઘવારી ભથ્થું.ચૂકવાશે. આ નિર્ણયથી  કુલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code