1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

રાજકોટમાં વૃદ્ધ દંપત્તીને 45 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી 88 લાખ પડાવ્યા, ત્રણની ધરપકડ

આરોપીએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ઓળખ આપીને વૃદ્ધ દંપત્તીને ધમકી આપી, વૃદ્ધ દંપત્તને ગોલ્ડલોન લેવડાવીને રૂપિયા ટ્રાન્સફર કરાવડાવ્યા, પરિવારના કોઈ સભ્યને જાણ ન કરાવાની ધમકી આપી હતી રાજકોટઃ સરકાર દ્વારા વારંવાર જાહેરાત કરવામાં આવે છે. કે, કોઈને ડિજિટલ એરેસ્ટ કરવામાં આવતા નથી, સાયબર માફિયાથી સાવચેત રહેવાની સુચના આપવા છતાંયે ભણેલા-ગણેલા લોકો જ સાયબર માફિયાઓની જાળમાં […]

સુરતમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરીને હત્યાના કેસનો આરોપી મુંબઈથી પકડાયો

સુરત ક્રાઈમબ્રાન્ચે 1 કિ.મી. સુધી પીછો કરીને આરોપીને દબોચ્યો, આરોપી વિકાસ માસીયાઈભાઈ આકાશને રમાડવા લઇ ગયા બાદ ગાયબ થઈ ગયો હતો, થાણેના રેલવે સ્ટેશને ટ્રેનમાં એસી કોચના શૌચાલયમાંથી આકાશનો મૃતદેહ મળ્યો હતો, સુરતઃ શહેરમાં ત્રણ વર્ષના બાળકનું અપહરણ કરાયુ હતુ. અપહરણકાર બાળકની માતાનો મોબાઈલ ફોન પણ ઉઠાવી ગયો હતો. ત્યારબાદ થાણેના રેલવે સ્ટેશન પર એક […]

અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર 1.93 કરોડનું સોનું ટોયલેટમાંથી મળતા જપ્ત કરાયુ

દૂબઈથી આવેલી ફ્લાઈટ બાદ એરપોર્ટના ટોયલેટમાં તપાસ કરવામાં આવી હતી, સોનાની પેસ્ટના બે પાઉચ એરપોર્ટના ટોયલેટમાંથી મળી આવ્યા, કમ્બોડિયાથી આવેલા બે પ્રવાસી પાસેથી 52,400 સિગારેટ સ્ટિક્સ પકડાયા અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ઈન્ટરનેશન એરપોર્ટ પર દૂબઈથી ફ્લાઈટ આવ્યા બાદ એરપોર્ટના ટોયલેટમાં તપાસ કરતા સોનાની પેસ્ટના બે પાઉચ મળી આવ્યા હતા.એમાંથી શુદ્ધિકરણ બાદ રૂ. 1.93 કરોડનું સોનુ […]

વડાપ્રધાન મોદીએ મારૂતિની ઈ-વિટારા કાર લોન્ચ કરીને બેટરી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું

મારુતિ સુઝુકીની ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત 100થી વધુ દેશોમાં નિકાસ કરાશે, મારૂતિકારનું ગુજરાતમાં ઉત્પાદન થવાથી યુવાનોને રોજગારી મળશે, બેચરાજી-માંડલ સર ભારતનું સૌથી મોટું ઓટોમોબાઇલ હબ બની રહ્યું છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદીએ આજે  હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકી કંપનીની પહેલી ઈલેક્ટ્રિક કાર મારૂતિ વિટારા કારનું લોન્ચિગ અને બેટરી […]

પહેલગામનો બદલો કેવી રીતે લીધો દુનિયાએ જોયું, માત્ર 22 મિનિટમાં બધું સફાચટ કરી નાખ્યુઃ મોદી

લોકોને GST રિફોર્મની દિવાળીએ મોટી ભેટ મળશે, અમદાવાદ દેશના સૌથી સુરક્ષિત શહેરો પૈકી એક છે, અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટ થયો તેની ચર્ચા આખા દુનિયામાં થઈ, દેશની એક તૃતિયાંશ નિકાસ ગુજરાતમાંથી થઈ રહી છે અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોચ્યા હતા. તેમણે નિકોલમાં રોડ શો કર્યા બાદ જંગી જાહેર સભાને સંબોધતા […]

ગુજરાતમાં મંત્રી મંડળનું ટુંક સમયમાં વિસ્તરણ થશે, પાટિલે આપ્યા સંકેત

કમલમ ખાતે ભાજપ પ્રદેશ કમિટીની બેઠક મળી, વડાપ્રધાન મોદીનો જન્મદિન સેવા સપ્તાહના રૂપમાં મનાવાશે, પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ પણ નજીકના ભવિષ્યમાં મળશે અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તે પહેલા સવારે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી ‘સેવા પખવાડિયા’ના આયોજન માટે એક મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. પાર્ટીના તમામ પદાધિકારીઓ, મંત્રીઓ અને […]

વાડીમાં વીજ કરંટથી સિંહનું મોત થયા બાદ મૃતદેહ નદીમાં ફેંકી દીધો, બેની ધરપકડ

ગીર ગઢડાના મોહબતપરા ગામની સીમમાં બન્યો બનાવ, બંને આરોપીને સાથે રાખી વનવિભાગે ઘટનાનું રિકંસ્ટ્રક્શન કર્યું, વન વિભાગે આરોપીના ઘરની તલાશી લેતા બન્ને ખેડૂત પરિવારજનો રડી પડ્યા  ગીર ગઢડાઃ ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના મહોબતપરા ગામમાં તાજેતરમાં રાવલ નદીમાંથી સિંહનો મૃતદેહ મળતા વન વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા સિંહનું વીજ કરેટથી મોત થયાનું જણાતા […]

માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો, નવસારીમાં 5 વર્ષનું બાળકનું લિફ્ટમાં ફસાતા મોત

માતા આવે તે પહેલા 5 વર્ષના પૂત્રએ લિફ્ટ ચાલુ કરી દીધી, ફાયરના જવાનોએ લિફ્ટનો દરવાજો કાપીને બાળકને બહાર કાઢ્યો, બાળકના મોતથી નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં શોક છવાયો નવસારીઃ શહેરના વિજલપુર વિસ્તારમાં નીરવ સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આજે સવારે 9 વાગ્યે 5 વર્ષનો બાળક લિફ્ટમાં ફસાય જતા તેનું મોત નિપજ્યું હતું. આ કરૂણ બનાવ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. […]

સાયલા તાલુકાના જુના જશાપર ગામે વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન પકડાયું

3 હિટાચી મશિન કબજે લઇ વન વિભાગે તપાસ ખાણ ખનીજ વિભાગને સોંપી, વન વિભાગની જમીનમાં વ્યાપક પ્રમાણમાં કવોરી વેસ્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું, જિલ્લાના ખનીજ વિભાગે વધુ તપાસ હાથ ધરી સુરેન્દ્રનગરઃ જિલ્લાના સાયલા તાલુકાના જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન પકડાયુ છે. જૂના જશાપરા ગામ નજીક વન વિભાગની જમીનમાં ગેરકાયદે ખનન થઈ રહ્યું હોવાની […]

ગુજરાતઃ ડ્રગ્સના દુષણને ડામવા માટે 6 નવી ANTF યુનિટ્સ શરૂ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પ સાથે, રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ, રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે. આ યુનિટ્સનો મુખ્ય ઉદ્દેશ્ય ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર કડક અંકુશ લગાવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code