1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

પર્યુષણ પર્વના ટ્રાફિકને પહોંચી વળવા ભાવનગર-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે બુધવારથી ખાસ ટ્રેન દોડશે

બુધવારે મુંબઈથી ઉપડીને ગુરૂવારે સવારે 45 એ ભાવનગર પહોંચશે, ખાસ ટ્રેન માટે ટિકિટ બુકિંગનો પ્રારંભ, ગુરૂવારે ભાવનગર ટર્મિનસથી સાંજે 45 વાગ્યે ઉપડી બીજા દિવસે સવારે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. ભાવનગરઃ  પર્યુષણ પર્વ દરમિયાનના ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે  આગામી તાય 27મી ઓગસ્ટને બુધવારથી “સ્પેશિયલ ટ્રેન” દોડાવવાનો […]

બોટાદ-તાજપુર રોડ પર બે બાઈક સામસામે અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત

પોલીસ જવાન નોકરી પૂર્ણ કરી પરત ઘર તરફ જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં બે બાઈક ચાલકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા, એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા હોસ્પિટલમાં ખસેડાઈ, બોટાદઃ રાજ્યમાં ઓવરસ્પિડ વાહનોને લીધે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે બોટાદ- તાજપર વચ્ચે બે બાઇક સામસામે અથડાતા પોલીસ જવાન સહિત બેના મોત નીપજ્યા હતા. જ્યારે બાઈકસવાર […]

ધોળકા જીઆઈડીસી નજીક હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે 4 ગાયોના મોત

અકસ્માતમાં ઈજાગ્રસ્ત વાછરડાને સારવાર આપી પાંજરાપોળ ખસેડાયુ, ગાયોના મોતથી જીવદયા પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો, પશુપાલકોની બેદરકારીથી હાઈવે પર રાતના સમયે પશુઓ બેસી રહે છે ધોળકાઃ ચોમાસાની વરસાદી સીઝનમાં પશુઓ હાઈવે પર પણ અડિંગો જમાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે. રાતના સમયે રોડ પર બેઠેલા પશુઓને લીધે અકસ્માતોના બનાવો બનતા હોય છે. ત્યારે અમદાવાદ-ધોળકા-ખેડા હાઇવે પર […]

કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોને માત્ર ₹30,000નો પગાર કેમ ?, સુપ્રીમ કોર્ટનો સવાલ

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ટીકા કરી, સમાજમાં શિક્ષકના અમૂલ્ય યોગદાનને માન્યતા ન મળવી એ મોટી ચિંતાનો વિષય, શિક્ષકોની જગ્યાઓ ખાલી છતાં કોન્ટ્રાક્ટ બેઝ પર ભરતી કરવામાં આવે છે. અમદાવાદઃ રાજ્યમાં કરાર આધારિત આસિસ્ટન્ટ પ્રોફેસરોને માત્ર 30 હજાર રૂપિયા પગાર આપવામાં આવતો હોવાની રિટમાં ગુજરાત સરકારની ટીકા કરતા સુપ્રીમ કોર્ટે ટકોર કરી હતી કે, કરાર આધારિત […]

ડીસાના 8 ગામોના લોકોનું રેતી ભરીને દોડતા વાહનો સામે પ્રતિબંધ મુકવા આંદોલન

જૂના ડીસા-વાસણા રોડ પર રેતી ભરેલા ટ્રેલરે અડફેટે લેતા એકનું મોત, બેફામ દોડતા રેતી ભરેલા વાહનચાલકો સામે કોઈ પગલાં લાવાતા નથી, ગ્રામજનો કાલે મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપશે ડીસાઃ બનાસનદીમાં રેતીચોરીના બનાવો સતત બનતા હોય છે. જેમાં ડીસા તાલુકામાં બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને વિવાદ ઊભો થયો છે. ત્રણ દિવસ પહેલા જૂના ડીસા-વાસણા […]

અંબાજીમાં ભાદરવી પૂનમના દર્શને પગપાળા જતા યાત્રાળુંઓ માટેના સેવા કેમ્પો શરૂ થયા

સેવા કેમ્પોમાં શૌચાલયો અને સ્નાનગૃહની વ્યવસ્થા, અંબાજીમાં તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે, મેળામાં પાર્કિંગ સુવિધા માટે અનોખી વ્યવસ્થા અંબાજીઃ શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. જિલ્લા કલેક્ટર અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે […]

સુરેન્દ્રનગરમાં જાહેર રસ્તાઓ પર રખડતા ઢોર અડ્ડો, રાહદારીઓને પડતી મુશ્કેલી

મ્યુનિ.કોર્પોરેશનની ઝૂંબેશ છતાંયે રખડતા ઢોરનો ત્રાસ યથાવત, શહેરના ઉપાસના સર્કલ, બસ સ્ટેન્ડ રોડ, ટાવર સુધી પશુઓનો જમવડો, વઢવાણ અને જારાવરનગરમાં પણ રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહે છે સુરેન્દ્રનગરઃ શહેરના જાહેર રોડ પર રખડતા ઢોર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. અનેક ફરિયાદો ઊઠ્યા બાદ મ્યુનિ.કોર્પોરેશન […]

ગાંધીનગરમાં રખડતા ઢોર પકડવા ગયેલી મ્યુનિની ટીમ પર પશુપાલકોનો હુમલો

પોલીસ એસ્કોર્ટ હોવા છતાં બેફામ પશુપાલકો પકડાયેલા ઢોર છોડાવીને ફરાર, સેકટર –21 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ, બે બાઈક પર આવેલા ત્રણ શખ્સોએ ટ્રેકટરમાંથી પશુઓને છોડાવ્યા હતા ગાંધીનગરઃ હાલ વરસાદની સીઝનમાં રખડતા ઢોર રોડ પર અડ્ડો જમાવીને બેસી રહેતા હોવાની ફરિયાદો ઊઠતા મ્યુનિની ઢોર પકડ ટીમ દ્વારા પોલીસના પ્રોટેક્શન સાથે ઢોર પકડવાની કામગીરી હાથ ધરી છે. […]

ગુજરાતમાં બપોર સુધીમાં 135 તાલુકામાં વરસાદ, 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી

સાબરકાંઠાની હરણાવ નદીમાં પૂર, છોટાઉદેપુરમાં મકાન પડતાં બે મહિલાનાં મોત, દરિયાકાંઠે 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 135 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સાબરકાંઠાના વિજયનગર,મહિસાગરના બાલાસિનોર, તાપીના સોનગઢ, તેમજ કપડવંજ, ઉમરપાડા, દાંતા, વડાલી સહિત વિસ્તારોમાં એકથી બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આજે પણ આકાશ વાગળોથી ગોરંભાયેલુ રહ્યું હતું. આજે […]

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડાદરા પાસે 15 કીમી ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વડોદરા પાસે હાઈવે પર ખાડાઓને લીધે સતત ત્રીજા દિવસે પણ ટ્રાફિક જામ, 5 કલાકથી ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો, સરકાર ટોલ વસુલે છે, પણ હાઈવે પર પડેલા ખાડાં પૂરાતા નથી અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ હાઇવે પર  વડોદરા નજીક છેલ્લા ત્રણ દિવસથી સતત સર્જાતા ટ્રાફિક જામને લીધે વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. આજે સોમવારે પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code