1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

અમદાવાદઃ તપોવન સર્કલ પાસે ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બનશે

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પાસપોર્ટ સેવા કેન્દ્રની બહાર મોટી મોટી લાઈનો જોવા મળે છે. વિદેશ વિભાગ દ્વારા અમદાવાદમાં તપોવન સર્કલ સરદાર પટેલ રિંગ રોડ પર આવેલા અગોરા મોલમાં ગુજરાતનું સૌથી મોટું પાસપોર્ટ સેવા કેન્દ્ર બની રહ્યું છે, જેમાં રોજની 1500 અરજીની ક્ષમતા રહેશે. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની મંજૂરી મળી ગયા બાદ નવા બની […]

પેટાચૂંટણીઃ ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકો ઉપર ભાજપાએ ઉમેદવારોના નામ જાહેર કર્યાં

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકોની સાથે વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર પણ તા. 7મી મેના રોજ મતદાન યોજાશે. દરમિયાન ભાજપાએ વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ભાજપાએ વિધાનસભાની પોરબંદર બેઠક ઉપર અર્જુન મોઢવાડિયા, માણાવદર બેઠક ઉપર અરવિંદ લાડાણી, ખંભાત બેઠક ઉપર ચિરાગ પટેલ, વિજાપુર બેઠક ઉપર સી.જે.ચાવડા અને […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યના વિવિધ અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આવ્યા છે વિશિષ્ટ મતદાન મથકો

અમદાવાદઃ મતદારોની દ્રષ્ટીએ ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, જે સર્વવિદિત છે. સાથોસાથ, વિશાળ અને વૈવિધ્યસભર ભૂપૃષ્ઠોને કારણે પણ દેશનો એકપણ નાગરિક મતદાનના અધિકારથી વંચિત રહી ન જાય તે સુનિશ્ચિત કરવું એ પણ મોટો પડકાર છે. પરંતુ ભારતના ચૂંટણી પંચના ‘Every Vote Counts’ ના અભિગમને સાર્થક કરવામાં દેશનું ચૂંટણી તંત્ર હંમેશ સુસજ્જ છે. ગુજરાત રાજ્યમાં […]

ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,

અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં  આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ […]

ઔવસીની પાર્ટી AIMIM ગાંધીનગર અને ભરૂચની બેઠક પરથી ચૂંટણી લડશે, ભાજપને થશે લાભ

અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકોના ઉમેદવારો જાહેર કરી દીધા છે. જ્યારે કોંગ્રેસ દ્વારા કેટલીક બેઠકોના ઉમેદવારોના નામ નક્કી કરવાના બાકી છે. જે એકાદ-બે દિવસમાં જાહેર કરાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોડાણ થયું છે. તે મુજબ ભાવનગર અને ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવામાં આવી છે. જ્યારે બાકીની 24 […]

કલોલ નજીક નર્મદા કેનાલમાં નહાવા પડેલા 5 ડુબ્યાં, એકને બચાવી લેવાયો, 4 વ્યક્તિઓ હજુ લાપત્તા

ગાંધીનગરઃ જિલ્લાના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં નહાવા પડેલા કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિને ફાયરના જવાનોએ બહાર કાઢીને બચાવી લીધો હતો. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ […]

ડાકોરમાં ફુલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉંમટી પડ્યું, મંગળા આરતીમાં ભાવિકોની લાઈનો લાગી

ડાકોરઃ યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમના દિવસે જ ફૂલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. પૂનમ અને ફૂલડોલોત્સવ એક જ દિવસે ઉજવણી કરાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર “જય રણછોડ માખણ ચોર”ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મંગળા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે 9 વાગ્યે ફૂલડોલોત્સવ મહોત્સવમાં ભગવાન કૃષ્ણ […]

ભાજપના કાર્યકર્તા પણ કંટાળી ગયા છે, કહે છે કે, શું અમારે ફક્ત ગાભા જ મારવાનાઃ શક્તિસિંહનો કટાક્ષ

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેના આકસ્મિક નિધન બાદ એમનાં પરિવારજનોને સાંત્વના આપવા આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે,  ભાજપે કામના નામે કારનામાં જ કર્યા છે. હવે તો ખુદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જ કંટાળી ગયા છે. જેઓ કહે છે કે અમારે […]

ધો. 10-12ની ઉત્તરવહી મૂલ્યાંકનનું કાર્ય બે દિવસ બંધ રહેશે, પણ રોજ વધુ એક કલાક કામ કરવું પડશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકનનું કાર્ય ચાલી રહ્યું છે. આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે બોર્ડનું પરિણામ વહેલા તૈયાર કરવાનું હોવાથી મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોને સમયસર કામગીરી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે. દરમિયાન 30મી માર્ચને શનિવારે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા અને 31મી […]

ભાવનગર જિલ્લામાં 44,100 હેકટરમાં ઉનાળું વાવણી, મગફળી બાજરીનું સૌથી વધુ વાવેતર

ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં સારા વરસાદ અને સિંચાઈ માટેના પાણીની સમસ્યા ન સર્જાતા ખરીફ અને રવિપાકની સીઝનમાં ખેડુતોએ સારૂએવું ઉત્પાદન મેળવ્યું હતું. હવે રવિ સીઝન પૂર્ણ થતાં ખેડુતોએ ઉનાળું પાકની વાવણી શરૂ કરી છે. જેમાં આ વખતે ભાવનગર જિલ્લો ડુંગળી અને મગફળીના વાવેતરમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાને છે. રાજ્યમાં ડુંગળીનું કુલ વાવેતર 7,500 હેક્ટર થયું છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code