1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

સુપ્રીમ કોર્ટે હરિયાણા-પંજાબમાં પરાળ સળગાવવાના બાબતે નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકાર પર નારાજગી વ્યક્ત કરી છે કે જેઓ પરાળ સળગાવે છે તેમની સામે કડક કાર્યવાહી નહીં કરે. કોર્ટે બંને રાજ્યોના મુખ્ય સચિવોને આગામી બુધવારે 23 ઓક્ટોબર રૂબરૂ હાજર રહેવા જણાવ્યું છે. આ સિવાય કોર્ટે કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ (CAQM)ને બંને રાજ્યોના જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. […]

જમ્મુ-કાશ્મીરમાં નાયબ મુખ્યમંત્રી બન્યાં સુરેન્દ્ર ચૌધરી

10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તે જ સમયે, સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા છે – જાવેદ ડાર, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા અને સતીશ શર્મા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં, સુરેન્દ્ર ચૌધરીએ […]

હરિયાણામાં નાયબ સિંહ સૈની બીજી વખત મુખ્યમંત્રી બનશે, ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી થઈ

નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપાના ધારાસભ્ય દળના નેતા તરીકે નાયબ સિંહ સૈનીની પસંદગી કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં સૈનીની સર્વસંમતિથી ધારસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરવામાં આવી હતી. આવતીકાલે ગુરુવારે હરિયાણામાં નવી સરકાર શપથગ્રહણ કરશે.  નાયબ સિંહ સૈનીને સીએમ બનાવવા મામલે ભાજપના જ નેતા અનિજ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગી […]

ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે iGOT લેબની સ્થાપના કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તથા સંસદીય બાબતોનાં રાજ્ય મંત્રી ડૉ. એલ મુરુગને મંત્રાલયને મંત્રાલયને સૂચના આપી છે કે,  મંત્રાલયની અંદર તમામ કર્મચારીઓ માટે ઓનલાઇન શિક્ષણની સુવિધા માટે આઇજીઓટી લેબ સ્થાપિત કરવામાં આવે. આ પહેલ મંત્રાલયના વાર્ષિક ક્ષમતા નિર્માણ કેલેન્ડરની વ્યાપક સમીક્ષા અને આઇજીઓટી પોર્ટલ પર કર્મચારીઓની ઓનબોર્ડિંગ સ્થિતિની વિસ્તૃત સમીક્ષાને અનુસરે છે. માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ શ્રી સંજય જાજુ […]

ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC) ખાતે અબ્દુલ્લા અને તેમના મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. મેંધરથી નેશનલ કોન્ફરન્સના ધારાસભ્ય જાવેદ અહેમદ રાણા, રફિયાબાદથી જાવેદ અહેમદ ડાર, ડીએચ પોરાથી સકીના ઇટ્ટુ અને સુરિન્દર કુમાર ચૌધરીને પણ એલજી […]

આતંકવાદ અને કટ્ટરવાદ મામલે ડો. એસ.જયશંકરે પાકિસ્તાનને આડેહાથ લીધું

નવી દિલ્હીઃ શંઘાઈ સહયોગ સંગઠનમાં ભાગ લેવા માટે ભારતના વિદેશ મંત્રી એક.જયશંકર પાકિસ્તાન પહોંચ્યાં હતા. જ્યાં એરપોર્ટ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, “SCO CHG બેઠક વાર્ષિક ધોરણે યોજવામાં આવે છે અને તે સંગઠનના વેપાર તેમજ આર્થિક એજન્ડા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી એસ જયશંકર આ સંમેલનમાં ભારતનું […]

નાગરિકોની સુરક્ષા એ રાષ્ટ્રીય સુરક્ષાનો આધારઃ અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ની 2023 બેચ (76 આરઆર)ના પ્રોબેશનર્સ સાથે વાતચીત કરી હતી. આ વાતચીત દરમિયાન તાલીમાર્થી આઈપીએસ અધિકારીઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી સાથે તાલીમ સાથે સંબંધિત પોતાનાં અનુભવો વહેંચ્યાં હતાં. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ, ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી)ના ડિરેક્ટર અને સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ […]

ગુજરાતઃ ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો 27 ફેબ્રુઆરીથી પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. જે અનુસાર રાજ્યમાં આ વખતે પ્રથમ વખત ફેબ્રુઆરી માસથી જ શિક્ષણ બોર્ડની પરીક્ષા શરૂ થશે. ધો.10 અને 12ની પરીક્ષા 27 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 13 માર્ચના રોજ પરીક્ષા પૂર્ણ થશે. બોર્ડ દ્વારા લેવાનારી ધો.10 અને 12 સાયન્સની પરીક્ષા […]

ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેશે

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે ઈસ્લામાબાદમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન-SCOની સરકારના વડાઓની 23મી બેઠકમાં ભાગ લેશે. તેઓ ગઈકાલે પાડોશી દેશની બે દિવસીય મુલાકાતે પાકિસ્તાન પહોંચ્યા હતા. પાકિસ્તાનની અધ્યક્ષતામાં યોજાનારી આ SCO બેઠકમાં ડૉ. જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારત SCOની તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. સંસ્થા દર વર્ષે સરકારના વડાઓની બેઠક યોજે […]

નાસાએ અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું

નવી દિલ્હીઃ નાસાએ કોઈ ગ્રહ અભિયાન માટે બનાવવામાં આવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અવકાશયાન યુરોપા ક્લિપર રજૂ કર્યું છે. આ યાનનો ઉદ્દેશ્ય ગુરુના ચંદ્ર યુરોપામાં જીવન માટે યોગ્ય પરિસ્થિતિઓ છે કે નહીં તે તપાસવાનો છે. આમાં બરફના જાડાબાહ્ય આવરણ નીચે છૂપાયેલા વિશાળ ઉપસપાટી મહાસાગર પર ધ્યાન કેન્દ્રીત કરાશે. રૉબોટિક સૌર-ઊર્જાથી ચાલનારું આ યાન 5 વર્ષ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code